ભારત સરકારની સંસ્થા રેલટેલમાં 103 જગ્યા માટે એપ્રેન્ટિસની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી
Railtel Recruitment 2022 : ભારત સરકારની મીની રત્ન કંપની (Mini Ratna Enterprise of government of India) રેલટેલ (Railtel)માં 103 એપ્રેન્ટિસની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી સીધા અરજી કરી શકે છે.
RailTel Recruitment: રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (RailTel Corporation of India Limited) એટલે કે RCIL દ્વારા એન્જીનીયર્સની 103 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેથી કંપનીએ એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ એપ્રેન્ટિસશીપ તાલીમ (Apprenticeship training) હેઠળ ગ્રેજ્યુએટ્સ/ડિપ્લોમા એન્જિનિયર્સની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવી છે. આ પોસ્ટ માટે નોટિફિકેશનમાં ઉલ્લેખ કર્યા મુજબ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો 4 એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલાં portal.mhrdnats.gov.in પર અરજી કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, રેલટેલને સરકારની મીની રત્ન કંપનીની કેટેગરીમાં મુકવામાં આવે છે. તેની રચના 26 સપ્ટેમ્બર, 2000ના રોજ ટ્રેનના કંટ્રોલ, ઓપરેશન અને સેફટી માટે હાલની ટેલિકોમ સિસ્ટમને આધુનિક બનાવવાના અને બ્રોડબેન્ડ અને મલ્ટિમીડિયા નેટવર્ક ઉભું કરીને વધારાની આવક પેદા કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ રેલવે ટ્રેક પર રાઇટ ઓફ વેનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવાનો હતો. અત્યારે રેલટેલનું ઓપ્ટિક ફાઇબર નેટવર્ક 58,000થી વધુ રૂટ કિલોમીટરને આવરી લે છે અને દેશભરના 6,750 રેલવે સ્ટેશનોને આવરી લે છે.
લાયકાતના માપદંડ
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન્સ અથવા ટેલિકોમ્યુનિકેશન્સ અથવા ટેલિકોમ્યુનિકેશન્સ કે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અથવા સિવિલ એન્જિનિયરિંગ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની સ્ટ્રીમમાં કુલ 60% ગુણ સાથે એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં ફુલ ટાઇમ રેગ્યુલર ચાર વર્ષ ગ્રેજ્યુએશન
કે ફુલ ટાઇમ રેગ્યુલર થ્રી યર ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવી ઇલેક્ટ્રિકસની મુખ્ય શાખાઓ અથવા એન્જિનિયરિંગની ઉપરોક્ત શાખાઓમાં એન્જિનિયરિંગની ઉપરોક્ત શાખાઓમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ઇન્ડિયાની ઇન્સ્ટિટ્યુશન એક્ઝામિનેશનના વિભાગો એ અને બી પાસ કરેલા હોવા જોઈએ
આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 4 એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલાં નોટિફિકેશન પીડીએફ પર આપેલી લિંક દ્વારા આ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
ભરતી પ્રક્રિયા માટે મહત્વની તારીખો
રેલટેલમાં એન્જીનીયર્સની પોસ્ટ પર અરજી કરનાર ઇચ્છુક ઉમેદવારોએ ધ્યાન રાખવું કે આ અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર