Rail Kaushal Vikas Yojana 2021: 50,000 યુવાઓને અપાશે તાલિમ, જાણો યોગ્યતા અને પસંદગીની રીત

આ યોજના અંતર્ગત 100 કલાકની તાલિમ અપાશે. (પ્રતીકાત્મક તસવીર)

Rail Kaushal Vikas Yojana 2021: આશરે 50,000 યુવાઓને આગામી ત્રણ વર્ષ સુધી આ યોજના અંતર્ગત તાલિમ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત 100 કલાકની તાલિમ આપવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં વડાપ્રધાન મોદીના નામ પર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (Pradhan Mantri Kaushal Vikas Yojana Registration) લોંચ કરવામાં આવી હતી, તેવી જ રીતે સરકાર તરફથી રેલ કૌશલ યોજના (Rail Kaushal Vikas Yojana 2021)ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાનો ઉદેશ્ય યોજના મારફતે યુવાઓને ઉદ્યોગ આધારિક તાલિમ (Provide training) આપવાનો છે. આજે અમે તમને આ યોજનાની સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ. જેમાં યોજનાનો ઉદેશ્ય, લાભ, વિશેષતા, તાલિમ મેળવવા માટે યોગ્યતા, અરજી કરવાની રીત વગેરે વિશે માહિતી આપીશું.

    આ યોજનાનો પ્રારંભ ભારત સરકાર દ્વારા જ કરવામાં આવ્યો છે. Rail Kaushal Vikas Yojana યુવાઓનું કૌશલ વધારવાની સાથે સાથે આત્મનિર્ભર બનાવશે. આશરે 50,000 યુવાઓને આગામી ત્રણ વર્ષ સુધી આ યોજના અંતર્ગત તાલિમ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત 100 કલાકની તાલિમ આપવામાં આવશે. તાલિમ પૂર્ણ કર્યાં બાદ યુવાઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ તાલિમ અલગ અલગ તિલામ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.

    આ યોજનાની શરૂઆત 17મી સપ્ટેમ્બર, 2021ના રોજ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 18થી 35 વર્ષની વયના યુવાઓ રેલવે તાલિમ સંસ્થાઓમાં ઉદ્યોગ સંબંધિત તાલિમ લઈ શકે છે. આ માટે દેશમાં 75 અલગ અલગ રેલવે તાલિમ કેન્દ્ર ખાતે તાલિમ આપવામાં આવશે. જોકે, આ યોજનામાં તાલિમ મેળવ્યા બાદ રેલવેમાં નોકરી મળી જશે તેવો કોઈ દાવો નથી કરવામાં આવ્યો. આ યોજનાની શરૂઆત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Railway minister AshwiniVaishnaw) તરફથી કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કામાં આ યોજના અંતર્ગત 1,000 યુવાઓને તાલિમ આપવામાં આવશે. ત્રણ વર્ષની અંદર કુલ 50,000 યુવાઓને તાલિમ આપવામાં આવશે.





































    યોજનાનું નામ રેલ કૌશલ વિકાસ યોજના
    કોણે શરૂઆત કરી ભારત સ રકાર
    લાભાર્થી ભારતના યુવાનો
    ઉદેશ્ય કૌશલ તાલિમ આપવી
    વેબસાઇટ અહીં ક્લિક કરો
    વર્ષ 2021
    કેટલા યુવાઓને તાલિમ અપાશે 50,000
    કેટલા કલાક તાલિમ અપાશે 100 કલાક

    ચાર ટ્રેડમાં તાલિમ આપવામાં આવશે:

    હા આ યોજના અંતર્ગત ચાર ટ્રેડ સામેલ કરાયા છે. આગામી સમયમાં આ યોજના અંતર્ગત ઇન્સ્ટ્રૂમેન્ટલ, સિંગલિંગ સાથે જોડાયેલા કામ, કોંક્રિટ મિક્સિંગ, રોડ વેન્ડિંગ, કોંક્રિટ ટેસ્ટિ, ઇલેક્ટ્રોનિક કાર્ડ રિપ્લેસમેન્ટ જેવા ટ્રેડ પણ જોડવામાં આવશે.

    1) ફિટર
    2) વેલ્ડર
    3) મશીનિંગ
    4) ઇલેક્ટ્રિશિયન

    રેલ કૌશલ વિકાસ યોજનાના લાભ: (Benefits of Rail Kaushal Vikas Yojana)

    - ભારત સરકાર દ્વારા રેલ કૌશલ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે.
    - આ યોજનાના માધ્યમથી યુવાઓને ઉદ્યોગ આધારિક કૌશલ તાલિમ આપવામાં આવશે.
    - આ યોજનાથી દેશના યુવાનો રોજગાર પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનશે.
    - આ યોજના દેશના યુવાઓને કૂશળ અને આત્મનિર્ભર બનાવવા માટે કારગર સાબિત થશે.
    - આ યોજના અંતર્ગત નિઃશુલ્ક તાલિમ આપવામાં આવશે.
    - દેશના યુવાનો આ યોજના હેઠળ તાલિમ મેળવીને રોજગારી મેળવવા માટે સક્ષમ બનશે.
    - આ યોજના અંતર્ગત દેશના યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભાગીદારી પ્રદાન કરી શકશે.
    - રેલવે મંત્રાલય આ યોજનાનું સંચાલન કરશે.
    - 50,000 યુવાનોને આ યોજના અંતર્ગત તાલિમ આપવામાં આવશે.
    - તાલિમનો સમયગાળો 100 કલાક રહેશે.
    - તાલિમ બાદ યુવાનોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

    આ યોજનાના મુખ્ય તથ્યો અને લાયકાત:

    - યોજનાનો લાભ લેવા માટે ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ તેમજ હાઈસ્કૂલ પાસ હોવા જોઈએ.
    - યુવાનોની પસંદગી હાઇસ્કૂલના મેરિટને આધારે ટ્રેડ વિકલ્પ પ્રમાણે કરવામાં આવશે.
    - તાલિમાર્થીને રેલવેમાં નોકરીનો કોઈ દાવો નથી કરવામાં આવ્યો.
    - આ યોજનામાં અનામત પ્રથા લાગૂ નથી કરવામાં આવી.
    - આ યોજનામાં તાલિમાર્થીની 75% હાજરી ફરજિયાત છે.
    - તાલિમનો સમય 100 કલાક અથવા 3 અઠવાડિયા રહેશે.
    - તાલિમ બાદ પરીક્ષા આપવાની રહેશે. જેમાં લેખિતમાં 55% અને પ્રેક્ટિકલ પરીક્ષામાં 60% માર્ક્સ જરૂરી છે.
    - આ યોજના માટે ફ્રીમાં તાલિમ આપવામાં આવશે. તાલિમાર્થીએ રહેવા, ખાવા, પીવા, જમવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે.
    - આ યોજનામાં કોઈ પણ પ્રકારનું ભથ્થું નહીં મળે.



    રેલવે કૌશલ વિકાસ યોજના માટે યોગ્યતા:

    - અરજીકર્તા ભારતનો સ્થાયી નિવાસી હોવો જોઈએ.
    - ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
    - અરજી કરનાર ધોરણ-10 પાસ હોવો જોઈએ.

    મહત્ત્વના દસ્તાવેજ:

    1) આધાર કાર્ડ
    2) નિવાસી પ્રમાણપત્ર
    3) આવકનું પ્રમાણપત્ર
    4) ઉંમરનું પ્રમાણપત્ર
    5) ધોરણ-10 પાસની માર્કશીટ
    6) પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
    7) મોબાઇલ નંબર

    અરજી કેવી રીતે કરશો?

    આ યોજના માટે અરજી કરવા માટે સૌથી પહેલા ઉમેદવારે કૌશલ વિકાસ યોજનાની અધિકૃત વેબસાઇટ (http://www.railkvydev.indianrailways.gov.in/rkvy_userHome/) પર જવાનું રહેશે. જેમાં તમારે એપ્લાય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે બાદમાં આપેલી સૂચનાને અનુસરો.
    Published by:Vinod Zankhaliya
    First published: