Home /News /career /Career In PR & Journalism: મીડિયા અને PR ફિલ્ડમાં બનાવો કરિયર, આ છે ભારતની શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યુટ્સ

Career In PR & Journalism: મીડિયા અને PR ફિલ્ડમાં બનાવો કરિયર, આ છે ભારતની શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યુટ્સ

પ્રતિકાત્મક તસવીર

આ કોર્સ ડિપ્લોમા, સર્ટિફિકેટ કે ડિગ્રી કોર્સ તરીકે કરી શકાય છે. ગ્રેજ્યુએશન થયા પછી, વિદ્યાર્થી પીજી ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન, ડિપ્લોમા ઇન પબ્લિક રિલેશન્સ કરી શકે છે

    Career Tips: ટીવી પર ન્યૂઝ એન્કર કે રિપોર્ટરને બોલતા જોઈને ઘણી વાર મનમાં વિચાર આવે છે કે કાશ હું પણ આવું જ કામ કરું. મીડિયા અને ન્યૂઝનો પ્રભાવ માત્ર આજથી જ નહીં પરંતુ લાંબા સમયથી લોકના દિમાગ પર અસર કરતો રહ્યો છે. તમે મીડિયા અને પીઆરની ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માટે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરી શકો છો, જેમાં આ બે સિવાય અન્ય ઘણા વિષયો વિશે માહિતી આપવામાં આવે છે. માસ કોમ્યુનિકેશન કરતા વિદ્યાર્થીઓ માટે રોજગારીની કોઈ કમી નથી. ચાલો જાણીએ કે આખરે મીડિયા અને પીઆર કોર્સ શું છે?

    આ કોર્સ વિશે વાત કરીએ તો તે ડિપ્લોમા, સર્ટિફિકેટ કે ડિગ્રી કોર્સ બંને પ્રકારના છે. ગ્રેજ્યુએશન થયા પછી, વિદ્યાર્થી પીજી ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન, ડિપ્લોમા ઇન પબ્લિક રિલેશન્સ કરી શકે છે અથવા પીજી કોર્સની ડિગ્રી પણ મેળવી શકે છે. આ ફિલ્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી, તમે પીએચડી અથવા એમફીલ માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

    લાયકાત


    1. મીડિયા અને પીઆર કોર્સ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ કોઈપણ સ્ટ્રીમમાંથી ઓછામાં ઓછું 12 પાસ હોવું આવશ્યક છે.
    2. આ કોર્સ ગ્રેજ્યુએશન સાથે પણ કરી શકાય છે. તેમજ વિદ્યાર્થીઓ તેને પોસ્ટ ગ્રેજ્યુએશન તરીકે પણ કરી શકે છે.
    3. આ કોર્સમાં એડમિશન માટે મોટાભાગની સંસ્થાઓમાં એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે, ત્યારબાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

    જોબ ઓપશન


    1. માસ કોમ્યુનિકેશન કર્યા પછી, તમે એડવર્ટાઈઝિંગ સેક્ટરમાં વિવિધ પ્રકારની જોબ કરી શકો છો, જેમાં ઘણી કમાણી થઈ શકે છે.
    2. આ કોર્સ કર્યા પછી, તમે કોઈપણ પક્ષ, વ્યક્તિ અથવા સંગઠન માટે પબ્લિક રિલેશન પણ કરી શકો છો, જેની આજના સમયમાં ખૂબ માંગ છે.
    3. ઓનલાઈન વર્ક મોડની માંગ દિવસેને દિવસે વધી રહી છે, જેમાં વિડિયો એડિટર તરીકે ઘણા પૈસા કમાઈ શકાય છે.
    4. માસ કોમ્યુનિકેશન પછી ફિલ્મ મેકિંગમાં પણ કરિયરનો ઘણી શક્યતા છે.

    આ પણ વાંચો: Career Tips : ફેશન કોરિયોગ્રાફીમાં બનાવો કરિયર, નામ સાથે પૈસા પણ ખુબ મળશે

    ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓ


    1.દિલ્હી યુનિવર્સિટી DU
    2.જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી JNU
    3.ડૉ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી
    4.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન
    5. લેડી શ્રી રામ કોલેજ
    6.ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશન & જર્નાલિઝમ BHU

    આ પણ વાંચો: Career In Stock Market: શેર માર્કેટમાં કારકિર્દી બનાવવા કયો કોર્સ કરવો, જાણો જોબ પ્રોફાઈલ અને પગાર ધોરણ

    ફી સ્ટ્રક્ચર


    મીડિયા અને પીઆર કોર્સ ડિપ્લોમા અને ડિગ્રી એમ બંને રીતે કરી શકાય છે. આ કોર્સને લગતી ફીની વાત કરીએ તો સરકારી સંસ્થાઓમાં 30 થી 40 હજાર જેટલી ફી લે છે. જ્યારે ખાનગી કોલેજોમાં તેની ફીમાં થોડી વધારે હોય છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career Guidance, Career News, Jobs and Career

    विज्ञापन
    विज्ञापन