Home /News /career /Sarkari Naukri 2022 : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એક્સાઈઝ અને ટેક્સ ઈન્સપેક્ટર બનવાની તક, જાણો વિગતો

Sarkari Naukri 2022 : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એક્સાઈઝ અને ટેક્સ ઈન્સપેક્ટર બનવાની તક, જાણો વિગતો

સરકારી નોકરી

Sarkari Naukri 2022: ઓનલાઈન અરજી પંજાબ સબઓર્ડીનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડની વેબસાઈટ https://sssb.punjab.gov.in/ પર જઈને કરવાની રહેશે.

Sarkari Naukri 2022 : સરકારી નોકરી (Sarkari Naukri 2022)ની તૈયારી કરી રહેલા લોકો માટે પંજાબમાં મોટી તક છે. પંજાબ સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડે (PSSSB) એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. પંજાબ એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની ઓનલાઈન અરજી 23 મેથી થઈ ગઈ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂન, 2022 છે. ઓનલાઈન અરજી પંજાબ સબઓર્ડીનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડની વેબસાઈટ https://sssb.punjab.gov.in/ પર જઈને કરવાની રહેશે. પંજાબમાં એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની કુલ 107 જગ્યાઓ ખાલી છે.

એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારો કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ. વ્યક્તિગત કમ્પ્યુટર અથવા ઑફિસ પ્રોડક્ટિવ એપ્લિકેશન્સમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા ડેસ્કટૉપ પબ્લિશિંગ એપ્લિકેશન્સમાં પણ અનુભવ હોવો જરૂરી છે.

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 23 જૂન, 2022

એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

આ પણ વાંચોઃ-CSIR CLRI Recruitment 2022: ટેક્નિશિયનોના 55 પદ પર નીકળી ભરતી, અરજી પ્રક્રિયા સહિતની વિગતો અહી જાણો

પસંદગીના ધારાધોરણ

ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી કરવામાં આવશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે. લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપની રહેશે. લેખિત પરીક્ષા 120 ગુણની રહેશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ હશે. ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે

એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પેટર્ન 2022

સામાન્ય જ્ઞાન/જાગૃતિ (ભારત અને પંજાબ)- 15

સંખ્યાત્મક ક્ષમતા- 15

તર્ક ક્ષમતા- 10

ભાષાઓ (અંગ્રેજી અને પંજાબી)- 20

ઈન્ફોર્મેશન ટેકનોલોજી- 10

પંજાબ ઇતિહાસ અને સંસ્કૃતિ- 10

આ પણ વાંચોઃ-India Post Recruitment: ઇન્ડિયન પોસ્ટમાં વિવિધ પદો પર બંપર ભરતી, નજીક છે છેલ્લી તારીખ

ટેક્સેશન- 20

ઔદ્યોગિક પ્રમોશન અને વિકાસ- 20

કુલ - 120

એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે પગાર

એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે પગાર પેટે 35400 રૂપિયા પ્રતિ માસ હશે.

એક્સાઇઝ અને ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી ફી:

સામાન્ય વર્ગ- રૂ. 1000

એસસી/બીસી/ઈડબલ્યૂડી- રૂ. 250

ભૂતપૂર્વ સૈનિક અથવા આશ્રિત- રૂ. 200

વિકલાંગ- રૂ. 500
First published:

Tags: Career News, Jobs and Career, Sarkari Naukri, Sarkari Naukri 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો