PSPCL Recruitment 2022 : પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (Punjab State Power Corporation Ltd, PSPCL) દ્વારા 1690 જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પડ્યું છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
PSPCL Recruitment 2022: પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (Punjab State Power Corporation Ltd, PSPCL) દ્વારા તાજેતરમાં જ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. PSPCLની વેબસાઇટ pspcl.in પર હાલમાં જ આસિસ્ટન્ટ લાઈનમેન (Assistant Lineman)ના પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોકરીની શોધ કરી રહેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. જણાવી દઈએ કે પાવર કોર્પોરેશન દ્વારા કુલ 1690 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. PSPCL ખાલી જગ્યાઓની સંખ્યા વધારી કે ઘટાડી શકે છે.
કેટેગરી મુજબ જગ્યા, લાયકાત, પગાર ધોરણ, પસંદગીના માપદંડ અને અન્ય નિયમો અને શરતો સાથેની વિગતવાર જાહેરાત ઓફિશિયલ વેબસાઇટ પર 30 એપ્રિલ 2022 પછી ઉપલબ્ધ થશે.
અગાઉની જાહેરાત મુજબ ITI સર્ટિફિકેટ ધરાવતા અને 18 વર્ષથી 37 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.
PSPCL ALM ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ પદો પર અરજી કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા અંગેની વિગતો અને તારીખોની જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવનાર છે. આ ભરતી સાથે જોડાયેલ અન્ય વિગતો આ આર્ટિકલમાં જાણી શકાશે.
PSPCL Recruitment 2022: મહત્વની તારીખ
PSPCL ALM ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવવાની તારીખ- ટૂંક સમયમાં જાહેર કરાશે.
PSPCL ALM ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- ટૂંક સમયમાં જાહેર કરાશે.
PSPCLની ઓફિશિયલ વેબસાઈટ પર નીચેના સ્ટેપ્સ અનુસરીના ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે:
- PSPCLની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ‘Careers Section’ પર ક્લિક કરો.
- આ બાદ ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
- હવે તમારી તમામ જરૂરી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ‘Submit’ બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર