Home /News /career /PSI Recruitment 2022: PSIની પરીક્ષા માટે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, અહીંથી જાણો કઈ બાબતો પર મૂક્યો પ્રતિબંધ

PSI Recruitment 2022: PSIની પરીક્ષા માટે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, અહીંથી જાણો કઈ બાબતો પર મૂક્યો પ્રતિબંધ

LRD Exam call Letter: લોકરક્ષક દળની પરીક્ષાની (LRD Exam)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ (LRD) કરવાની તારીખ વધુ એક દિવસ લંબાવાઈ છે. LRDના કોલ લેટર અગાઉ 3 એપ્રિલથી ઓનલાઇન થવાના હતા. જોકે, આ તારીખે રવિવાર હોવાથી વધુ એક દિવસ તારીખ લંબાવવામાં આવી છે. ભરતી વડા હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.

PSI Recruitment 2022: આવતીકાલે અમદાવાદ શહેરમાં યોજાનારી પીએસઆઈની પરીક્ષા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ઝેરોક્ષની દુકાનો બંધ રાખવી અને તેના સિવાય ઈલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    PSI Recruitment 2022: રાજ્યમાં લાખો યુવાનો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ગુજરાત પોલસીની પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI)ની પરીક્ષા આવતીકાલે 6 માર્ચના રોજ યોજાશે. આ પરીક્ષાના કોલ લેટર્સ (PSI Exam Call Letters) ઓજસ (Ojas) વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા પણ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાના 24 કલાક પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર (PSI Exam Ahmedabad Police Commissioner Notification) દ્વારા અમદાવાદ શહેરમાં યોજાનારી પરીક્ષાના જુદા જુદા કેન્દ્રોમાં પરીક્ષા સુચારું રીતે લઈ શકાય તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે

    PSI Recrutiment 2022: પ્રતિબંધતિ વિસ્તાર

    પીએસઆઈની પરીક્ષાના કેન્દ્રો તથા તેની ચોતરફ 100 મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો, જગ્યા સ્થશળ ઝેરોક્ષ સેન્ટરો, દુકાનો માટે પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ એક કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    PSI Recrutiment 2022: પ્રતિબંધતિ કૃત્યો

    1. પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

    2. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ

    3. પરીક્ષા કેન્દ્રોની આસપાસના સ્થળ પર લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ

    4. પરીક્ષા સ્થળ પર સમક્ષ અધિકારી સિવાયના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ

    5. પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમયે બિનઅધિકૃક વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

    6. પરીક્ષા સ્થળો પર ગેરરીતી થાય તેવું કોઈપણ સાધન કે અનઅધિકૃત લેખન સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ
    " isDesktop="true" id="1185871" >

    PSI Recruitment 2022: આ સમય સુધી રહેશએ પ્રતિબંધ

    અમદાવાદ પોલીસ કમિશરનનું આ જાહેરાનામું અમદાવાદ પોલીસ શહેરની હદમા આવતા પરીક્ષા કેન્દ્રો પર સવારે 7.00 વાગ્યાથી બપોરે 13.00 કલાક સુધી અમલમાં રહેશે. એટલે કે સાતથી એક વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

    આ પણ વાંચો : VMC Recruitment 2022: વીએમસીમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    PSI Recruitments 2022:  કોલ લેટર ડાઉનલોડ કરવા માટે

    પીએસઆઈની ભરતીના ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી જો બાકી હોય તો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat Police Recruitment, કેરિયર, ગુજરાતી સમાચાર, પીએસઆઈ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन