PSIની ભરતીમાં ગઈકાલે 92.000 જેટલા ઉમેદવારો માટે પરીક્ષા યોજવામાં આવી હતી. અમદાવાદ અને ગાંધીનગરના 312 કેન્દ્રો પર મોબાઇલ અને ઈન્ટરનેટ જામરની વચ્ચે ઈતિહાસમાં પહેલીવાર ચુસ્તક કિલ્લેબંધીમાં પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષા માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી લગાડવામાં આવ્યા હતા.
PSI Recruitment 2022 : આવતીકાલે અમદાવાદ ગાંધીનગરના 312 કેન્દ્રો પર 3200 વર્ગખંડમાં 92000થી વધુ ઉમેદવારો પીએસઆઈ (PSI)ની પરીક્ષા આપશે. આ પરીક્ષાની આવી છે સુરક્ષા વ્યવસ્થા
PSI Recruitment 2022: રાજ્યમાં લાખો યુવાનો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ગુજરાત પોલસીની પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI)ની પરીક્ષા આવતીકાલે 6 માર્ચના રોજ યોજાશે. રાજ્યના 312 કેન્દ્રો પર કુલ 92,000 (PSI Exam Centers) કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. PSIની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના જે 312 પરીક્ષા કેન્દ્રો છે (Mobile Jammers Network in PSI Exam Center) ત્યાં મોબાઇલ નેટવર્કના ઝામમ લગાડવામાં આવશે. ગુજરાતના ઈતિહાસમાં પરીક્ષામાં પહેલીવાર ઝામરનો ઉપયોગ થશે. આજે પીએસઆઈ ભરતી બોર્ડના વડા આઈપીએસ વિકાસ સહાયે (Vikas Sahay) એક પત્રકાર પરિષદ સંબોધી અને આ પરીક્ષા અંગે વિગતવારે માહિતી આપી હતી.
અંતિમ તૈયારી અને પરીક્ષાના આયોજન અંગે વિકાસ સહાયે જણાવ્યું કે રાજ્યભરમાંથી 2.5 લાખ પુરૂષ અને મહિલા ઉમેદવારો શારીરિક કસોટીમાં હાજર રહ્યા હતા. આ પુરૂષ અને મહિલા ઉમેદવારોમાંથી 96200 ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયા હતા. આ ઉમેદવારોના કોલ લેટર ઓજસ પર ઈશ્યૂ કરવામાં આવ્યા હતા.
312 કેન્દ્રો પર 77 રૂટ પર જીપીએસ યુક્ત ગાડીઓ પેપર લાવશે
વિકાસ સહાયે જણાવ્યું કે પીએસઆઈની પરીક્ષામાં અમદાવાદ અને ગાંધીનગરના કુલ 312 કેન્દ્રો પર કાલે પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના પેપર સમયસર પહોંચે તે માટે કુલ 77 રૂટની રચના કરવામાં આવી છે. આ 77 રૂટ પર અલગ અલગ વાહનોમાં જેમાં જીપીએસ લગાડેલા છે તેમાં પેપર પહોંચશે. આ પરીક્ષાના પેપરો લઈ જતા વાહનો માટે અલગ કંટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે.
વિકાસ સહાયે જણાવ્યું કે આ વખતે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર પીએસઆઈની કે કોઈ પણ પરીક્ષામાં ઝામર લગાડવામાં આવ્યા છે, પીએસઆઈની પરીક્ષા દરમિયાન મોબાઇલ કનેક્ટિવિટી કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નહીં મળે. મોબાઇલ નેટવર્ક જામ રહેશે.
દરેક વર્ગખંડને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. જ્યાં પ્રશ્નપત્રો રાખવામાં આવ્યા છે ત્યાંથી પેપર માટે વીડિયોગ્રાફી કરવામાં આવી છે. 75 પાનાની એક એસઓપીમાં કોની શું જવાબદારી છે તે જણાવવામાં આવ્યું છે.
રાજ્યમાં આવતીકાલે યોજનારી પરીક્ષા માટે કુલ 92,000થી વધુ ઉમેદવારોએ ઓજસ પરથી કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. આ ઉમેદવારો નિશ્ચિંત થઈને શાંતિથી પરીક્ષા આપી શકશે. પરીક્ષામાં ગેરરિતી થવાની શક્યતા 0 ટકા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર