Pro Kabaddi League :પ્રો-કબડ્ડી લીગમાં આજે એટલે કે બુધવારે (Pro Kabaddi League Today Match Result) 2 મેચ રમાઈ હતી. આજની પ્રથમ મેચમાં દબંગ દિલ્હીએ બંગાળ વોરિયર્સ (Dabang Delhi vs Bengal Warriors) સામે રમાઈ હતી. અંતે દબંગ દિલ્હીની ટીમે આ મેચ 52-35 થી જીતી લીધી. એટલે કે 17 પોઈન્ટથી મોટી જીત મેળવી હતી. ટીમ ટેબલમાં 18 પોઈન્ટ (Pro Kabaddi League Scorecard) સાથે ટોપ પર છે. તેણે અત્યાર સુધી 4માંથી 3 મેચ જીતી છે. આ સાથે જ બંગાળની 4 મેચમાં આ બીજી હાર છે. તેણે 2 મેચ જીતી છે. અન્ય મેચમાં યુપી યોદ્ધા અને ગુજરાત જાયન્ટ્સ (UP Yoddha Vs Gujarat Giants) આમને-સામને હતા. ગુજરાત એક જીત, એક હાર અને એક ટાઈ સાથે 7મા સ્થાને હતી. ત્યારે રસાકસી ભરી આ મેચમાં અંતિમ ક્ષણે ગુજરાત અને યુપીની
પહેલી મેચનું રિઝલ્ટ : આજની પહેલી મેચમાં દબંગ દિલ્હીએ પ્રો કબડ્ડી લીગમાં બંગાળ વોરિયર્સ સામે શાનદાર શરૂઆત કરી હતી. હાફ ટાઈમ બાદ ટીમ 33-15થી આગળ હતી. એટલે કે તેની પાસે 18 પોઈન્ટની સારી લીડ હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી. બંગાળ વોરિયર્સ સામે દબંગ દિલ્હીનું શાનદાર પ્રદર્શન બીજા હાફમાં પણ ચાલુ રહ્યું હતું. 30 મિનિટ બાદ દિલ્હીની ટીમ 40-26થી આગળ થઈ ગઈ હતી. તેની પાસે 14 પોઈન્ટની સારી લીડ હતી.
પહેલી મેચના અંતે દબંગ દિલ્હીએ પ્રો કબડ્ડી લીગમાં ત્રીજો વિજય મેળવ્યો હતો.. ટીમે તેની ચોથી મેચમાં બંગાળ વોરિયર્સને 52-35થી હરાવ્યું હતું. દિલ્હી અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. 4માંથી 3 મેચ જીતી છે, એક મેચ ટાઈ રહી છે. ટીમ ટેબલમાં ટોચ પર છે.
ગુજરાત-યુપી વચ્ચે રસાકસીનો હતો જંગ
પ્રો કબડ્ડી લીગમાં બીજી મેચ યુપી યોદ્ધા અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. ફર્સ્ટ હાફ ટાઈમ બાદ ગુજરાતની ટીમ 6 પોઈન્ટથી આગળ થઈ હતી. ગુજરાતની ટીમ 20-14ની લીડ સાથે આગળ હતી. હાફ ટાઈમ બાદ ગુજરાતની ટીમ 6 પોઈન્ટથી આગળ હતી.
પરંતુ તે પછી યુપીએ રમતમાં વાપસી કરી હતી. મેચ 32-32ની ટાઈમાં સમાપ્ત થઈ હતી. ક્રિકેટની છેલ્લી ઓવરમાં જેવો રોમાંચ હોય તેમ આ મેચમાં પણ છેલ્લી ઘડીમાં મેચનો નિર્ણય આવ્યો હતો અને મેચ ટાઇ રહી હતી
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર