Home /News /career /

Success Story: બેંકમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા હતા આ મહિલા, હાલ SBIમાં છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર

Success Story: બેંકમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા હતા આ મહિલા, હાલ SBIમાં છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર

પૂણેમાં રહેતા પ્રતિક્ષા ટોંડવલકરે પરિવારના સપોર્ટ અને શિક્ષણ મેળવવા માટે SBIમાં એક સ્વીપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું

Success Story: પ્રતિક્ષાની કહાની પરથી સાબિત થાય છે કે, દ્રઢતા અને દ્રઢ સંકલ્પથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે, તેમના 17 વર્ષની ઉંમરમાં લગ્ન થયા હતા અને માત્ર 20 વર્ષની ઉંમરે પોતાના પતિને ગુમાવી દીધા હતા

Woman Who Began As A Sweeper: પૂણેમાં રહેતા પ્રતિક્ષા ટોંડવલકર (Pratiksha Tondwalkar) બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર પદ પર નિયુક્ત થતા પહેલા બેંકમાં સ્વીપર (Sweeper)તરીકે કામ કરતા હતા. પ્રતિક્ષાની કહાની પરથી સાબિત થાય છે કે, દ્રઢતા અને દ્રઢ સંકલ્પથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. પ્રતિક્ષાનો જન્મ વર્ષ 1964માં થયો હતો, આ દિવસ ચમત્કારથી ઓછો ન હતો. તેમણે દાયકાઓના સંઘર્ષ અને પરિશ્રમથી આ પરિણામ મેળવ્યું છે. તેમના 17 વર્ષની ઉંમરમાં લગ્ન થયા હતા અને માત્ર 20 વર્ષની ઉંમરે પોતાના પતિને ગુમાવી દીધા હતા. તેમની પાસે યોગ્યતા ન હોવાને કારણે તેમને નોકરી મેળવવામાં પરેશાની થતી હતી.

17 વર્ષની ઉંમરે થયા લગ્ન અને 20 વર્ષે પતિને ગુમાવ્યા

પ્રતિક્ષાએ પરિવારના સપોર્ટ અને શિક્ષણ મેળવવા માટે SBIમાં એક સ્વીપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ડિગ્રી મેળવી અને ભણવાનું પણ શરૂ જ રાખ્યું. પોતાને સમર્પણને સાબિત કર્યા બાદ તેમને સફાઈ કર્મચારીમાંથી ક્લર્ક તરીકે નોકરી આપવામાં આવી. આ સફર અહીંયા જ પૂરી નથી થતી. બાદમાં તેમને સ્કેલ 4, ત્યારબાદ CGM અને અંતમાં AGM પદ પર નોકરી આપવામાં આવ્યા. પ્રતિક્ષાના દ્રઢ સંકલ્પ, સમર્પણ અને મહેનતના કારણે તેમને ભારતીય સ્ટેટ બેન્ક (State Bank Of India) માં તેમની ઉપલબ્ધિ માટે સમ્માનિત કરવામાં આવ્યા.

આ પણ વાંચો - એન્જિનિયરીંગ સાથે આપી UPSCની પરીક્ષા, પહેલા પ્રયત્નમાં પાસ કરીને IAS બની સૃષ્ટિ દેશમુખ

મુંબઈ નાઈટ કોલેજમાં એડમિશન મેળવ્યું

પોતાના કમાયેલા પૈસાથી પ્રતિક્ષાએ મુંબઈની વિક્રોલી નાઈટ કોલેજમાં એડમિશન મેળવ્યું. ભણવા દરમિયાન તેમને તેમના સહકર્મીઓનું સમર્થન મળ્યું અને વર્ષ 1995માં તેમણે મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ કર્યું. ત્યારબાદ તેમને બેંકની ક્લર્ક પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા. પ્રતિક્ષા બે વર્ષ બાદ નિવૃત્ત થશે. SBI સાથે 37 વર્ષનું કરિઅર સફળ રહ્યું. હજુ પણ તેમણે એક લાંબી સફર પૂર્ણ કરવાની છે. પ્રતિક્ષાએ વર્ષ 2021માં પ્રાકૃતિક ચિકિત્સા કાર્યક્રમથી ગ્રેજ્યુએટની પદવી મેળવી. નિવૃત્ત થયા બાદ તેમણે અન્ય લોકોની મદદ કરવા માટે પોતાના શિક્ષણનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

સંઘર્ષ કર્યા બાદ લક્ષ્ય પ્રાપ્ત કર્યું

જે દેશમાં બેંકિંગ ક્ષેત્રે પુરુષોનો દબદબો છે, ત્યાં પ્રતિક્ષાના સંઘર્ષની કહાની સાધારણ ના ગણી શકાય. મહિલાઓ સામાજિક હિંસાનો ભોગ બને છે. મહિલાઓએ પરિવારની દેખભાળ કરીને પોતાના કરિઅરમાં પ્રગતિ માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ કારણોસર પ્રતિક્ષાની કહાનીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.
First published:

Tags: Career and Jobs, Job and Career, Success story

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन