Home /News /career /

Power Grid Recruitment 2022: પાવર ગ્રીડમાં 105 જગ્યા પર ભરતી, 40,000 સુધી મળશે પગાર

Power Grid Recruitment 2022: પાવર ગ્રીડમાં 105 જગ્યા પર ભરતી, 40,000 સુધી મળશે પગાર

Power Grid Recruitment 2022 : પાવર ગ્રીડમાં ભરતી, 105 એન્જિનિયરોની થશે પસંદગી

Power Grid Recruitment 2022: પાવરગ્રીડમાં સેન્ટ્રલ ટ્રાન્સમિશન યુટિલિટી ઓફ ઈન્ડિયા લિમીટેડ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

    Power Grid Recruitment 2022: સરકારી નોકરીની તલાશ કરી રહેલા ઉમેદવારો માટે પાવર ગ્રીડમાં ભરતી બહાર પડી છે. પાવર ગ્રીડમાં કુલ 105 જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન (Power Grid Recruitment 2022 Notification) બહાર પાડવામાં આવ્યું છે. પસંદ થનારા ઉમેદવારોને પાવર ગ્રીડ અને સેન્ટ્રલ ટ્રાન્સમિશનલ યુટીલિટી ઓફ ઈન્ડિયામાં ( Central Transmission Utility of India Limited (CTUIL) ભરતી આપવામાં આવશે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકદ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની અને ઓનલાઇન ફી ભરવાની અંતિમ તારીખ 20-2-2022 છે.

    Power Grid Recruitment 2022 જગ્યા

    આ ભરતીમાં કુલ 105 આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી કરવામાં આવશે. જે પૈકીના કોમ્યુટર સાયન્સના 37, ઈલેક્ટ્રિકલ 60, સિવિલ 4 અને ઇલેક્ટ્રોનિક્સના 4 મળી કુલ 105 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

    Power Grid Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

    પાવરગ્રીડની ભરતી માટે ઉમેદવારોએ બીઈ-બીટેક,બીએસસી એન્જિનિયરીંગ દેશની કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કર્યુ હોવું જોઈએ. જેની ડિગ્રી ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ અને કોમ્યુટર સાયન્સની હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવારોની ઉંમર 31-12-2022ના રોજ 28 વર્ષ ઉપરાંત સરકારી છૂટછાટના નિયમો સાથે હોવી જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા105
    શૈક્ષણિક લાયકાત

    બીઈ-બીટેક,બીએસસી એન્જિનિયરીંગ દેશની કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કર્યુ હોવું જોઈએ. જેની ડિગ્રી ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ અને કોમ્યુટર સાયન્સ

    GATE 2021નો સ્કોરકાર્ડ
    પસંદગી પ્રક્રિયા

    GATE 2021નો સ્કોરકાર્ડ

    Group Discussion

    Personal Interview
    અરજી ફી500 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ19-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Power Grid Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે પસંદગી પ્રક્રિયા ગેટ 2021ના સ્કોરના 85 ટકા, ગ્રુપ ડિસ્કશનના 03 ટકા અને પર્સનલ ઈન્ટરવ્યૂના 12 ટકા માર્કસમાંથી મેરિટ તૈયાર કરી અને કરવામાં આવશે. આ નોકરીમાં ગેટ 2021નો સ્કોર જ માન્ય ગણાશે 2020નો સ્કોર માન્ય નહીં ગણાય

    આ પણ વાંચો : Braithwaite Recruitment 2022: સરકારની મીની રત્ન કંપનીમાં ભરતી, 36000 સુધી મળશે પગાર

    Power Grid Recruitment 2022 પગાર

    પસંદ થનારા ઉમેદવારોએ એક વર્ષ તાલિમ આપવામાં આવશે. આ દરમિયાન તેમનો પગાર 40,000 રૂપિયા રહેશે જ્યારે તાલિમ બાદ તેમને 50,000 પગારથી નોકરી શરૂ થશે. આ પગાર 1,60,000 સુધી મળી શકશે. બાકી તમામ ભથ્થા સરકારી નિયમોને આધીન રહેશે.

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 254 જુનિયર ફાર્માસિસ્ટની ભરતી, 31340 રૂ. મળશે પગાર

    Power Grid Recruitment 2022 અરજી ફી

    આ નોકરી માટે ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની રહેશે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો 500 રૂપિયા અરજી ફી ચુકવી ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन