Post Office Job: ડાકઘરમાં બમ્પર વેકન્સી, પરીક્ષા વગર મળશે નોકરી, જાણો વિગત

પ્રતીકાત્મક તસવીર

Post Office sarkari naukri: ઉત્તર પ્રદેશ પોસ્ટલ સર્કલના 4264 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જ્યારે ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલની કુલ 581 પોસ્ટ ભરવામાં આવશે. બંને રાજ્યમાં કુલ 4845 પોસ્ટ પર ભરતી થશે.

  • Share this:
    મુંબઈ:  Post Office sarkari naukri: જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો પોસ્ટ ઓફિસમાં હાલ બમ્પર વેકન્સી પડી છે. ભારતીય ડાક વિભાગે ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલ અને ઉત્તર પ્રદેશ પોસ્ટલ સર્કલ માટે ગ્રામીણ ડાક સેવક (GDS)ની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. GDS પોસ્ટ માટે કોઈ પણ ધોરણ-10 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. જો તમારે પણ આ નોકરી માટે અરજી કરવી છે તો appost.in પર ઓનલાઇન અરજી કરી શકો છો. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ વગેરે વિગત નીચે પ્રમાણે છે.

    પોસ્ટ ઓફિસમાં નોકરીની સુવર્ણ તક

    ઉત્તર પ્રદેશ પોસ્ટલ સર્કલના 4264 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જ્યારે ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલની કુલ 581 પોસ્ટ ભરવામાં આવશે. બંને રાજ્યમાં કુલ 4845 પોસ્ટ પર ભરતી થશે.

    શૈક્ષણિક લાયકાત (Education qualification)

    ગ્રામીણ ડાક સેવા એટલે કે GDS માટે કોઈ પણ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ-10 પાસ કરેલું હોવું જરૂરી છે.

    ઉંમર મર્યાદા (Age limit)

    ગ્રામીણ ડાક સેવક પદ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોય તે જરૂરી છે. જ્યારે મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે. જોકે, આ ઉંમર મર્યાદામાં અનામત વર્ગો માટે સરકારી નિયમ પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.

    ફી (Fee)

    આ પદો પર અરજી કરનાર જનરલ, OBS, EWS વર્ગના પુરુષ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST વર્ગની મહિલા ઉમેદવારોએ કોઈ જ ફી ભરવાની રહેશે નહીં.

    પસંદગી કેવી રીતે થશે (Selection process)

    ગ્રામીણ ડાક સેવક પદ પર પસંદગી માટે કોઈ લેખિત કે મૌખિક એટલે કે ઇન્ટરવ્યૂ નથી. યોગ્ય ઉમેદવારોની પસંદગી ધોરણ-10ના મેરિટને આધારે કરવામાં આવશે. આ જ આધારે પસંદગી પણ થશે.

    અરજી કેવી રીતે કરશો (how to apply)

    જો તમે પણ ગ્રામીણ ડાક સેવક પદ માટે અરજી કરવા માંગો છો તો આ અંગેની વધારે જાણકારી પોસ્ટ ઑફિસની અધિકૃત વેબસાઇટ appost.in પર મેળવી શકો છો. વધુ જાણકારી માટે http://www.appost.in/gdsonline/ની મુલાકાત લો.

    કઈ તારીખ સુધી અરજી કરી શકાશે?

    ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ બંને સર્કલ માટે તા. 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. આ મામલે જો કોઈ સમસ્યા હોય તો ઉત્તર પ્રદેશ માટે ફોન નંબર 0522-2629872 પર અથવા ઇમેલ આઈડી rectt2.up@indiapost.gov.in પર સંપર્ક કરી શકો છે. આ ઉપરાંત ઉત્તરાખંડ સર્કલ માટે ફોન નંબર 0135-2655911 અથવા ઇમેલ આઈડી uttarakhandgdsenquiry@gmail.com પર સંપર્ક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: