PNB SCO Recruitment 2022 : પંજાબ નેશનલ બેંકે (Punjab National Bank, PNB) 20 એપ્રિલ, 2022ના રોજ વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ શનિવારે છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકે (Punjab National Bank, PNB) 20 એપ્રિલ, 2022ના રોજ વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. પંજાબ નેશનલ બેન્કની વેબસાઈટ pnbindia.in પર સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)ની કુલ 145 ખાલી જગ્યાઓ પર ભરતી કરવા અંગેની જાહેરાત કરી છે. કુલ 145 જગ્યાઓમાંથી 40 જગ્યાઓ મેનેજર (રિસ્ક), 100 જગ્યાઓ મેનેજર ક્રેડિટ માટે અને 5 સિનિયર મેનેજરના પદો પર ભરતી કરવામાં આવશે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 7-5-2022 છે. અહીંયા આપવામાં આવેલી લિક પરથી કરો અરજી. નીચે ટેબલમાં આવેલી લિંક પરથી કરો અરજી. શનિવારે આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. નીચે ટેબલમાં જાહેરાતની લિંક અને ઓનલાઈન અરજી કરવાની લિંક આપવામાં આવેલી છે.
મેનેજર (ક્રેડિટ) MMGS-II - ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા ICWAમાંથી કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટનો અભ્યાસ. અથવા CFA ઈન્સ્ટીટ્યુટમાંથી ચાર્ટર્ડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ અથવા કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 60% માર્કસ સાથે ગ્રેજ્યુએશન.
આ સિવાય ફાઇનાન્સમાં ફુલ ટાઈમ MBA અથવા ફાઇનાન્સમાં PGDM અથવા ફાઇનાન્સમાં સ્પેશ્યાલાઈઝેશન સાથે ઓછામાં ઓછા 60 ટકા સાથે ગ્રેજ્યુએશન ડિગ્રી.
MMGS-II માં મેનેજર (રિસ્ક મેનેજમેન્ટ) - CA/CWA/CFA અને ફાઇનાન્સમાં ફુલ ટાઇમ MBA અથવા ફાઇનાન્સમાં PGDM અથવા NIBM પુણે દ્વારા ફાઇનાન્સ / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસ (PGDBF) માં સ્પેશ્યલીઝેશન સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી, ગ્લોબલ એસોસિએશન ઓફ રિસ્ક પ્રોફેશનલ્સ (GARP) (યુએસએ)માંથી ફાઇનાન્સિયલ રિસ્ક મેનેજમેન્ટમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે /માસ્ટર્સ ઇન ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (MFM)/ માસ્ટર્સ ઇન ફાઇનાન્સ એન્ડ કંટ્રોલ (MFC)/માસ્ટર ઈન મેથ્સ/ સ્ટેટેસ્ટિક્સ/ ઈકોનોમિક્સમાં ઓછામાં ઓછા 60% માર્ક સાથે ફાઈનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટનુ સર્ટિફિકેટ.
સિનિયર મેનેજર (ટ્રેઝરી) MMGS-III - CA/CWA/CFA અથવા કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી અને ફાઇનાન્સમાં ફુલ ટાઈમ MBA અથવા ફાઇનાન્સમાં PGDM અથવા ફાઇનાન્સમાં સ્પેશ્યલાઈઝેશનમાં ગ્રેજ્યુએશન ડિગ્રી.
મેનેજર (ક્રેડિટ) - ક્રેડિટ અને ફાઇનાન્સના સેક્ટરમાં ઓફિસર તરીકે નેશનલાઈઝ્ડ અથવા ખાનગી બેંક/ PSU/ NBFC/ નાણાંકીય સંસ્થા/ ક્રેડિટ રેટિંગ એજન્સીમાં અભ્યાસ પછી ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.
મેનેજર (રિસ્ક મેનેજમેન્ટ) - રિસ્ક, ક્રેડિટ, ફોરેક્સ, ટ્રેઝરી અને ફાઇનાન્સ સેક્ટરમાં ઓફિસર તરીકે નેશનલાઈઝ્ડ અથવા ખાનગી બેંક/ PSU/ NBFC/ નાણાંકીય સંસ્થામાં અભ્યાસ પછી ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.
સિનિયર મેનેજર (ટ્રેઝરી) - નેશનલાઈઝ્ડ અથવા ખાનગી બેંકના ટ્રેઝરીમાં ઓફિસર તરીકે ઓછામાં ઓછા 2 વર્ષ સાથે અધિકારી કેડરમાં ઓછામાં ઓછો 3 વર્ષનો બેંકિંગ અનુભવ અથવા પ્રાઈમરી ડીલર સાથે કામ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ.