Sarkari Naukri: PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતીમાં છેલ્લી તક, 37,000 રૂ. પગારથી શરૂઆત

PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી

PGVCL Recruitment 2021: વિદ્યુત સહાયકની 49 જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાનો વધુ એક મોકો, ફટાફટ જાણો અરજી કરવાની આજે અંતિમ તારીખ અને નોકરી માટેની શૈક્ષણિક લાયકાત

  • Share this:
    PGVCL Recruitment 2021: પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા વિદ્યુત સહાયકની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં (PGVCL Vidhyut sahayak Recruitment 2021) બહાર પાડવામાં આવેલી આ ભરતીની ઓનલાઇન અરજી કરવાની તારીખ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ ગઈ હતી. જોકે, સરકારે વધુ એકવાર આ નોકરી માટે અરજીઓ મંગાવી છે અને ઓનલાઇન અરજી કરવાની એક તક આપી છે. વિદ્યુત સહાયકની 49 જગ્યા માટે જુનિયર એન્જિનિયરની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી અને ફી ચુકવવાની રહેશે.આજે આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તક છે. ઉમેદવારો ફટાફટ અરજી કરી શકશે.

    જગ્યા : આ નોકરી માટે જુનિયર એન્જિનિયરની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ફક્ત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આવેદન કરી શકશે. 49 પૈકીની 12 બિન અનામત, 3 એસસી, 30 એસટી, 4 ઇડબલ્યુએસ અને 18 દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવી છે.

    શૈક્ષણિક લાયકાત

    આ નોકરી માટે બીઈ અથવા બીટેક ઈલેક્ટ્રિકલનો અભ્યાસ કર્યો હોવો જરૂરી છે. ઓછામાં ઓછા 55 ટકા સાથે 7મું અને 8મું સેમેસ્ટર પાસ કરેલા ઉમેદવારો આ નોકરી માટે લાયક ગણાશે. એક પણ સેમેસ્ટરમાં એટીકેટીને અવકાશ નથી.



































    જગ્યા : 49
    લાયકાત : બીઈ અથવા બીટેક ઇલેક્ટ્રિકલ
    પસંદગી પ્રક્રિયા : ટેસ્ટ દ્વારા
    અરજી કરવાની ફી : 500 અને 250 રૂપિયા
    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ : 16-11-2021
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ભરતીનો નવો પરિપત્ર જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિ કરો



    શૈક્ષણિક લાયકાત

    આ નોકરી માટે બીઈ અથવા બીટેક ઈલેક્ટ્રિકલનો અભ્યાસ કર્યો હોવો જરૂરી છે. ઓછામાં ઓછા 55 ટકા સાથે 7મું અને 8મું સેમેસ્ટર પાસ કરેલા ઉમેદવારો આ નોકરી માટે લાયક ગણાશે. એક પણ સેમેસ્ટરમાં એટીકેટીને અવકાશ નથી.

    આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

    પગાર ધોરણ

    ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર રાખવામાં આવશે. જેમા પ્રથ વર્ષે 37,000 હજાર રૂપિયા અને ત્યારબાદ બીજાથી પાંચમા વર્ષ સુધી 39,000 રૂપિયા પગાર મળશે. ત્યારબાદ સરકારી નિયમ મુજબ 45,400-1,01,200 રૂપિયાના ગ્રેડ પે પર પગાર મળશે.

    અરજી કરવાની ફી

    ઓનલાઇન અરજીની ફી સામાન્ય કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 500 છે જ્યાર એસટી એસસી ઉમેદવારો માટે 250 રૂપિયા છે. આ અરજી કરવા માટે 16-11-2021 સાજે 6.00 વાગ્યા સુધી આવેદન કરી શકાશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ગ્રેજ્યુએટ માટે સ્ટેનોગ્રાફર સહિતની સરકારી નોકરી, 28,700 રૂ સુધી મળશે શરૂઆતનો પગાર

    પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની એક સામાન્ય પરીક્ષા અને કોમ્પ્યુટર નોલેજની પરીક્ષા લેવાશે જેના જ્ઞાનના આધારે આગામી પ્રક્રિયા હાથ ધરાશે. ઉમેદવારોએ નોકરીની જાહેરાત વાંચવી
    Published by:Jay Mishra
    First published: