Home /News /career /Sarkari Naukri: PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 37,000 રૂ. પગારથી શરૂઆત
Sarkari Naukri: PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 37,000 રૂ. પગારથી શરૂઆત
PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી
PGVCL Recruitment 2021: વિદ્યુત સહાયકની 49 જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાનો વધુ એક મોકો, ફટાફટ જાણો અરજી કરવાની અંતિમ તારીખ અને નોકરી માટેની શૈક્ષણિક લાયકાત
PGVCL Recruitment 2021: પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા વિદ્યુત સહાયકની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં (PGVCL Vidhyut sahayak Recruitment 2021) બહાર પાડવામાં આવેલી આ ભરતીની ઓનલાઇન અરજી કરવાની તારીખ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ ગઈ હતી. જોકે, સરકારે વધુ એકવાર આ નોકરી માટે અરજીઓ મંગાવી છે અને ઓનલાઇન અરજી કરવાની એક તક આપી છે. વિદ્યુત સહાયકની 49 જગ્યા માટે જુનિયર એન્જિનિયરની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી અને ફી ચુકવવાની રહેશે.
જગ્યા : આ નોકરી માટે જુનિયર એન્જિનિયરની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ફક્ત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આવેદન કરી શકશે. 49 પૈકીની 12 બિન અનામત, 3 એસસી, 30 એસટી, 4 ઇડબલ્યુએસ અને 18 દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
આ નોકરી માટે બીઈ અથવા બીટેક ઈલેક્ટ્રિકલનો અભ્યાસ કર્યો હોવો જરૂરી છે. ઓછામાં ઓછા 55 ટકા સાથે 7મું અને 8મું સેમેસ્ટર પાસ કરેલા ઉમેદવારો આ નોકરી માટે લાયક ગણાશે. એક પણ સેમેસ્ટરમાં એટીકેટીને અવકાશ નથી.
આ નોકરી માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 35 વર્ષ અને બિન અનામત કેટેગરીના ઉમેદવારોની ઉંમર 40 વર્ષ અને મહિલાઓને તેમાં પણ વધુ 05 વર્ષ સુધીની વય મર્યાદાની છૂટ આપવામાં આવી છે.
ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર રાખવામાં આવશે. જેમા પ્રથ વર્ષે 37,000 હજાર રૂપિયા અને ત્યારબાદ બીજાથી પાંચમા વર્ષ સુધી 39,000 રૂપિયા પગાર મળશે. ત્યારબાદ સરકારી નિયમ મુજબ 45,400-1,01,200 રૂપિયાના ગ્રેડ પે પર પગાર મળશે.
ઓનલાઇન અરજીની ફી સામાન્ય કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 500 છે જ્યાર એસટી એસસી ઉમેદવારો માટે 250 રૂપિયા છે. આ અરજી કરવા માટે 16-11-2021 સાજે 6.00 વાગ્યા સુધી આવેદન કરી શકાશે.
પસંદગી પ્રક્રિયા
આ નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની એક સામાન્ય પરીક્ષા અને કોમ્પ્યુટર નોલેજની પરીક્ષા લેવાશે જેના જ્ઞાનના આધારે આગામી પ્રક્રિયા હાથ ધરાશે. ઉમેદવારોએ નોકરીની જાહેરાત વાંચવી
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર