Home /News /career /Pariksha Pe Charcha 2023 : પરીક્ષા પે ચર્ચા માટે આ તારીખ સુધી કરો રજિસ્ટ્રેશન, આ રીતે ડાઉનલોડ થશે સર્ટિફિકેટ
Pariksha Pe Charcha 2023 : પરીક્ષા પે ચર્ચા માટે આ તારીખ સુધી કરો રજિસ્ટ્રેશન, આ રીતે ડાઉનલોડ થશે સર્ટિફિકેટ
Pariksha Pe Charcha 2023
Pariksha Pe Charcha 2023 : પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધિત કરે છે. આ દરમિયાન કાર્યક્રમમાં સામેલ કેટલાક લોકોને પીએમ મોદી સાથે વાત કરવાનો મોકો પણ મળે છે.
Pariksha Pe Charcha 2023 : ગયા વર્ષની જેમ આ વખતે પણ શિક્ષણ મંત્રાલય દ્વારા 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સંબોધિત કરશે. પરિક્ષા પે ચર્ચા 2023 માટે નોંધણી (Pariksha Pe Charcha 2023 Registration) હવે ચાલુ છે. આ માટે રજીસ્ટ્રેશન 30 ડિસેમ્બર 2022 સુધીમાં કરાવી શકાશે. પરીક્ષા પર ચર્ચા બાદ તેમાં સામેલ પાર્ટિસિપન્ટ્સને સર્ટિફિકેટ મળશે. તેને ડાઉનલોડ કરી શકશે.
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને તેમના સપના અને ધ્યેયો પૂરા કરવા માટે પ્રેરણા આપે છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પીએમ મોદી સાથે વાત કરવાનો મોકો મળે છે. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે, સહભાગીઓએ ચોક્કસ વિષય પર લખવાનું હોય છે.