Home /News /career /

Pariksha pe Charcha 2022: પરીક્ષા પે ચર્ચાના મંચથી વાલીઓ અને શિક્ષકોને PM મોદીનો સંદેશો, બાળકોને તણાવ મુક્ત રાખવાની સલાહ

Pariksha pe Charcha 2022: પરીક્ષા પે ચર્ચાના મંચથી વાલીઓ અને શિક્ષકોને PM મોદીનો સંદેશો, બાળકોને તણાવ મુક્ત રાખવાની સલાહ

Pariksha Pe charcha : પરીક્ષા પે ચર્ચાના મંચથી પીએમ મોદીનો ગુરૂ મંત્ર

Pariksha pe Charcha 2022: વિદ્યાર્થિનીએ (Student) પીએમ મોદીને (PM Modi) સવાલ પૂછ્યો કે 'શિક્ષકો અને માતાપિતાના પ્રેશરમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી'

    Pariksha pe Charcha 2022 Live: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એપ્રિલે 'પરીક્ષા પે ચર્ચા' (Parikhsa Pe Charcha) દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરી. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાંથી 'પરીક્ષા પે ચર્ચા' નો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓના અલગ અલગ સવાલોના જવાબ આપ્યા. એક વિદ્યાર્થિનીએ પીએમ મોદીને પૂછ્યુ કે શિક્ષકો અને ટીચર્સને અપેક્ષાઓ કેવી રીતે સંભાળવી તેનો ઉપાય શું?

    Pariksha pe Charcha 2022 : પીએમ મોદીનો વાલીઓ અને શિક્ષકોને સંદેશ

    PM Modiએ આ સવાલનો જવાબ આપતા કહ્યું પહેલાં તો હું એ સમજવા માંગું છું કે આ સવાલના જવાબ પર આટલી બધી તાલીઓ શા માટે પડી? હું બાળકોને એમ નહીં કહું કે શિક્ષકોનું ન માનો. સાંભળવાનું તો છે જ પરંતુ તમારી અંદર જે સહજતા છે તેને સમજો. વિદ્યાર્થીઓ પર પ્રેશર છે કે પેરેન્ટ્સ માટે કઈ કરું કે વાલીઓ માટે કઈ કરું.

    આ પણ વાંચો :  Pariksha Pe Charcha 2022 LIVE: મોટીવેશનનું કોઇ ઇજેક્શન નથી હોતું, જાતે જ પોતાને પ્રેરિત કરતાં શીખો- PM

    Pariksha pe Charcha 2022 : તમારા અધુરા સ્વપ્નોને બાળકો પર ન થોપો

    પેરેન્ટ્સ અને ટીચર્ચ પોતાના અધુરા સ્વપ્નો બાળકો પર થોપવાની કોશિષ કરે છે. તમે તમારી આકાંક્ષાઓ સમાપ્ત ન કરી શક્યા તે બાળકો પાસેથી પુરૂ કરાવવા માગો છો. શિક્ષકોને એવું લાગે છે કે જલદી સિલેબસ સમાપ્ત કરો. આપણે બાળકોની આકાંક્ષાઓને સમજાવનો પ્રયાસ કરતા નથી. તેમની પ્રવૃતિ અને ક્ષમતાને સમજતા નથી અને બાળક ડગમગી જાય છે. દરેક બાળકમાં કોઈને કોઈ વિશેષ તાકાત હોય છે. અથવા તેની કોઈને કોઈ નબળાઈ હોય છે. તેના સ્વપ્નનો સમજો નહીં સમજો તો અંતર ત્યાંથી જ આવી જાય છે.

    Pariksha pe Charcha 2022 : દીકરા-દીકરીનું અંતર સમાપ્ત કરો

    પીએમ મોદીએ કહ્યુ કે દીકરીઓના સામર્થ્યને જાણો, આપણે દીકરા-દીકરીઓ વચ્ચેનું અંતર ઘટાડો. અત્યારે સંસમદમાં આઝાદીના 75માં વર્ષે સૌથી વધુ મહિલા એમપી છે. જે ભણેલી ગણેલી દીકરીઓ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pariksha pe charcha 2022, કેરિયર, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર