Home /News /career /

Pariksha pe Charcha 2022: થોડીવારમાં PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે 'પરીક્ષા પે ચર્ચા', જાણો ક્યાંથી નિહાળશો Live

Pariksha pe Charcha 2022: થોડીવારમાં PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે 'પરીક્ષા પે ચર્ચા', જાણો ક્યાંથી નિહાળશો Live

Pariksha pe charcha 2022 : દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા

Pariksha pe Charcha 2022 Live: વડાપ્રધાન મોદી (PM Modi) આજે દેશના વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha 2022) આ કાર્યક્રમ વિવિધ માધ્યમોમાં ઈન્ટરનેટ તેમજ ટેલિવિઝન પરથી નિહાળી શકાશે.

    Pariksha pe Charcha 2022 Live: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એપ્રિલે 'પરીક્ષા પે ચર્ચા' (Parikhsa Pe Charcha) દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરશે. આજે 11.00 વાગ્યાથી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાંથી 'પરીક્ષા પે ચર્ચા' નો કાર્યક્રમ યોજાશે. શિક્ષણ મંત્રાલય દ્વારા યોજાતા કાર્યક્રમમાં ગત વર્ષે કોરોનાના કારણે ઓનલાઇન સંબોધન થયું હતું.

    અગાઉ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી કેવી રીતે છુટકારો મેળવવો તે જણાવશે. પ્રધાને ટ્વીટ કર્યું, “જે સંવાદની દરેક યુવાનો રાહ જોઈ રહ્યા છે તે 1 એપ્રિલ, 2022 ના રોજ થશે. તણાવ ઓછો કરવા અને પરીક્ષામાં સફળ થવાની રીતો જાણો અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની સલાહ લો. પરીક્ષા યોદ્ધાઓ, માતા-પિતા અને શિક્ષકો PPC 2022 માટે તૈયાર થઈ જાઓ."

    અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટમાં જણાવ્યું હતું કે "પરીક્ષા પે ચર્ચા એ હળવાશથી સંવાદ છે અને તે આપણને બધાને પરીક્ષાઓ, અભ્યાસ, જીવન અને અન્ય વિષયો સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર વાત કરવાની તક આપે છે..."

    1000 જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહેશે

    આ કાર્યક્રમમાં વેક્સિનનો ડોઝ લઈ ચુકેલા 1,000 જેટલા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે હાજર રહેશે અને તેમને લાઇવ આ કાર્યક્રમ જોવાનો લ્હાવો મળશે. કોરોનાકાળ બાદ પહેલીવાર આ કાર્યક્રમ તાલકટોરા સ્ટેડિયમમાંથી યોજાઈ રહ્યો છે ત્યારે પીએમ મોદીનો પરીક્ષા મંત્ર લેવા વિદ્યાર્થીઓ ઉત્સુક હશે.

    Pariksha pe Charcha 2022નું લાઇવ પ્રસારણ

    આ કાર્યક્રમમું લાઇવ પ્રસારણ 11.00 વાગ્યાથી દૂરદર્શન પર જોવા મળશે. આ ઉપરાંત દેશની અનેક મહત્ત્વની સમાચાર ચેનલો પર પણ લાઇવ પ્રસારણ જોવા મળશે.

    Pariksha pe Charcha 2022નું Live Streaming

    આ કાર્યક્રમનું લાઇવ સ્ટ્રિમીંગ વડાપ્રધાન મોદીની યૂટ્યૂબ ચેનલ, ટ્વીટર એકાઉન્ટ, ફેસબૂક એકાઉન્ટ પરથી જોવા મળશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રાલયના ટ્વીટર એકાઉન્ટ પરથી પણ લાઇવ નિહાળી શકાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Exam, Pariksha pe charcha 2022, કેરિયર, પીએમ મોદી

    આગામી સમાચાર