Home /News /career /

Kutch: ફરી એકવખત ભુજ આરટીઓ કચેરીમાં સ્માર્ટકાર્ડની અછતના કારણે 12 હજાર લાઇસન્સ અટક્યા

Kutch: ફરી એકવખત ભુજ આરટીઓ કચેરીમાં સ્માર્ટકાર્ડની અછતના કારણે 12 હજાર લાઇસન્સ અટક્યા

થોડા

થોડા મહિનાઓ અગાઉ પણ સ્માર્ટ કાર્ડની અછતના કારણે અટક્યા હતા સ્માર્ટ કાર્ડ

ભુજ આરટી (Bhuj ARTO) ઓ કચેરી ખાતે ફરી એકવખત સ્માર્ટકાર્ડ (Smart card) ની અછતના કારણે 12 હજારથી વધારે લાઇસન્સ પ્રિન્ટ થયા વગરના અટક્યા છે 

    Dhairya Gajara, Kutch: કચ્છમાં નવા અને જૂના લાયસન્સમાં રીન્યુ, ડુપ્લીકેટ, સુધારા-વધારાની અરજીઓના લાઇસન્સના કામ (Kutch Driving License) અટકી પડયા છે કારણકે લાઇસન્સના સ્માર્ટ કાર્ડ (Driving License Smart Card) બનાવવા માટે જરૂરી ચિપનો અભાવ જોવા મળી રહ્યો છે. આ કારણે ફરી એક વખત છેલ્લા દોઢ મહિનાથી ભુજની આરટીઓ (Bhuj RTO) કચેરીમાં 12 હજાર જેટલા લાઇસન્સની પ્રિન્ટ અટકી પડી છે અને તે કારણે જ અરજદારો (Applicants) ને હાલાકી ભોગવવી પડી રહી છે.

    કચ્છ મોટરિંગ પબ્લીક પ્રતિનિધિ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા 6 માસથી કચ્છમાં લાયસન્સના સ્માર્ટકાર્ડના જથ્થાની અછત છે. કંપનીનો કોન્ટ્રાકટ રિન્યુ કરવા બાબતે રાજયકક્ષાએ ચાલતી મથામણમાં અરજદારો અટવાઇ ગયા છે. ઉપરાંત સરકાર અરજદારો પાસેથી સ્માર્ટકાર્ડ માટેના 200 રૂપિયા ફી લઇ રહી છે પરંતુ સરકાર પાસે જથ્થો જ નથી તો શા માટે ફી વસૂલવામાં આવી રહી છે.

    પોલીસ અને આરટીઓની ડ્રાઇવ અને ચેકિંગ અવિરત ચાલુ હોય છે પણ અરજદારોને આરટીઓ કચેરીમાંથી પોસ્ટ મારફતે લાયસન્સ મળતા ન હોવાથી દંડનો ભોગ પણ બનતા હોય છે. છેલ્લા 6 મહિનાથી ભુજ આરટીઓમાં 12 હજાર જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ પડી છે, સ્માર્ટકાર્ડના સ્ટોકના અભાવે પ્રિન્ટિંગ થઇ ન હોવાથી અરજદારોને લાયસન્સ પહોંચી શકયા નથી.

    આ પણ વાંચો: મહાદેવના દર્શન કરવામાં આડા આવતા દારૂડિયાઓએ નંદિની મૂર્તિ જ તોડી

    ભુજની આરટીઓમાં લાયસન્સની 12 હજાર અરજીઓ પડતર પડી રહી છે.સ્માર્ટકાર્ડનો સ્ટોક આવતો ન હોવાથી પ્રિન્ટિંગ તેમજ પોસ્ટ મારફતે અરજદારોને લાયસન્સ મોકલી શકાતા નથી. જ્યારે સરકાર પાસે જથ્થો જ નથી સ્માર્ટકાર્ડનો તો સરકારે અરજદારે ભરેલ 200 રૂપિયાની ફી પાછી આપી દેવી જોઈએ, જ્યારે સરકાર અરજદારને સ્માર્ટકાર્ડ આપી શકે ત્યારે જ તેને અરજદાર પાસેથી 200 રૂપિયા ફી વસૂલવી જોઈએ.

    આ સમગ્ર બાબત અંગે આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે હજુ એક અઠવાડિયા જેટલો સમય નિકળી જશે અને આવતા અઠવાડિયામાં સ્માર્ટ કાર્ડનો જેટલો સ્ટોક આવશે તે મુજબ અરજીઓનો નિકાલ કરી પોસ્ટ મારફતે લાયસન્સ અરજદારોને મોકલી દેવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat RTO, Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन