Home /News /career /Open Interview: આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઓપન ઇન્ટરવ્યુ, તેમજ જાણો કઈ સંસ્થાએ પ્રોવોસ્ટના પદ માટે મંગાવી અરજીઓ?

Open Interview: આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઓપન ઇન્ટરવ્યુ, તેમજ જાણો કઈ સંસ્થાએ પ્રોવોસ્ટના પદ માટે મંગાવી અરજીઓ?

આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઓપન ઇન્ટરવ્યુ તેમજ પ્રોવોસ્ટના પદ માટે અરજી

Assistant Professor jobs in Gujarat: ડી. ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા માટે અંગ્રેજી અને સમાજ શાસ્ત્ર અધ્યાપક સહાયક માટે ઓપન ઇન્ટરવ્યુ છે તેમજ સાર્વજનિક યુનિ, સુરત માટે પ્રોવોસ્ટના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સંપૂર્ણ વિગતો જાણવામાટે વાંચો આ લેખ...

વધુ જુઓ ...
  Jobs and Career: અરવલ્લી વિધાભવન ટ્રસ્ટ સંચાલિત ડી. ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા માટે હૅમ.ઉ.ગુ. યુનિવર્સિટી, પાટણ (hemchandracharya north gujarat university) ના પરિપત્ર ક્રમાંક એકે/ માન્યતા/ઈન્ટરવ્યૂ-2330/22022 તા. 13/09/2022 શ્રી જણાવ્યા મુજબ ઓપન ઈન્ટરવ્યથી સ્વ-નિર્ભર ધોરણે અંગ્રેજી વિષયના અધ્યાપક સહાયક 1 (એક) અને સમાજશાસ્ત્ર વિષયના અધ્યાપક સહાયક-1 (એક) ની જગ્યાએ નિમણૂક કરવાની છે. નોકરીની શરતો અને યોગ્યતા U.G.G.Regulations F.3.1/2009 30 June 2010 રાજય સરકાર શ્રી તથા હેમ,ઉ. ગુ, યુનિવર્સિટી, પાટણ તથા મેનેજમેન્ટના વખતો વખતના નિયમોને બંધનકર્તા રહેશે (Assistant Professor jobs in Gujarat).

  લાયકાત : એમ.એ. ૫૫% (એસ.સી./એસ.ટી. મારે ૫ ટકાની છુટછાટ) અથવા તેની સમકક્ષ (પોઈન્ટ સ્કેલમાં) ગુડ-એકેડેમીક રેકર્ડ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અનિવાર્ય તથા નેટ/સ્લેટ અથવા પીએચ.ડી. યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવાર ન મળે તો જ રાજ્ય સરકાર તેમજ યુનિવર્સિટીની મંજૂરીથી અન્ય ઉમેદવારની પસંદગી આપવામાં આવશે.

  આ પણ વાંચો:  છેલ્લા 5 વર્ષના UPSC સિવિલ સર્વિસીસ ટોપર્સ, અનુદીપ દુરિશેટ્ટીથી લઈને શ્રુતિ શર્મા સુધીના આ નામ છે સામેલ

  પગાર: ધોરણ યુ.જી.સી, તથા હેમ.ઉ.ગુ. યુનિવર્સિટીના નિયમોનુસાર આપવામાં આવશે. અરજી સાથે પ્રમાણપત્રો અને ગુણપત્રોની પ્રમાણિત કરેલી નકલો બિડવી તથા અસલ પ્રમાણપત્રો પોતાની સાથે લેતા આવવા, નોકરી કરતા ઉમેદવારોએ જે તે સંસ્થાના વડાની એન.ઓ.સી, સાથે ઓપન ઈન્ટરવ્યૂમાં નીચેના સ્થળ અને સમયે કૂબરૂ સ્વખર્ચે હાજર રહેવું,

  Open Interview

  સ્થળઃ ડી. ડી. ઠાકર આર્ટ્સ એન્ડ કે, જે. પટેલ કોમર્સ કોલેજ, કોલેજ રોડ, મુ.પો.તા. ખેડબ્રહ્મા-૩૮૩૨૫૫

  તારીખ/સમય: તા. 09/10/2022 ને રવિવાર, સમયઃ સવારે 10.30 કલાકે આચાર્ય ડી. ડી. ઠાકર આર્ટસ એન્ડ કે, જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા-383255 જી. સાબરકાંઠા (ઉ.ગુ.)

  સાર્વજનિક યુનિવર્સિટી  M.T.B. કોલેજ કેમ્પસ, અઠવાલાઇન્સ, સુરત માટે પ્રોવોસ્ટના પદ માટે અરજી/નોમિનેશન

  110 વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા પ્રાયોજિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, M.T.B. કોલેજ કેમ્પસ, અઠવાલાઇન્સ, સુરત-395001 ગુજરાત, ભારત ખાતે  પ્રોવોસ્ટના પદ માટે અરજી/નોમિનેશન માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

  Provost sarvajanik Uni Surat

  સાર્વજનિક યુનિવર્સિટી, સુરત (ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ 2009 ની જોગવાઈ હેઠળ રાજ્ય ખાનગી યુનિવર્સિટીઓ તરીકે સ્થાપિત) ખાતે પ્રોવોસ્ટની જગ્યા માટે પ્રતિષ્ઠિત શિક્ષણવિદો પાસેથી અરજીઓ/નોમિનેશન માંગે છે. અરજદાર પાસે ઉચ્ચતમ સ્તરની યોગ્યતા, પ્રામાણિકતા, નૈતિકતા અને પ્રોવોસ્ટની ઓફિસનું સન્માન કરવા માટે સંસ્થાકીય પ્રતિબદ્ધતા હોવી આવશ્યક છે.

  આ પણ વાંચો:  ચોટીલા નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આ જગ્યા માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ


  આ પદ માટેની લાયકાત અને સેવાની શરતો ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ અને UGC રેગ્યુલેશન્સ મુજબ હશે. રસ ધરાવતા ઉમેદવારોને વેબસાઈટ પરથી અરજી/નોમિનેશન ફોર્મ ડાઉનલોડ કરવા વિનંતી કરવામાં આવે છે: www.ses-surat.org અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ઉપરના સરનામે 31/10/2022 પહેલાં બિડાણ સાથે પૂર્ણ કરેલ અરજીઓ/નોમિનેશન ફોર્મ મોકલી આપવું.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Career and Jobs

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन