Home /News /career /

OPAL Recruitment 2022: OPAL દહેજમાં 42 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી કરો અરજી

OPAL Recruitment 2022: OPAL દહેજમાં 42 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી કરો અરજી

OPAL Recruitment 2022 : ઓપલ દહેજમાં એપ્રેન્ટિસની ભરતી, અહીઁથી કરો અરજી

OPAL Recruitment 2022: ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમીટેડ (OPAL) દ્વારા 42 એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે તક

    OPAL Recruitment 2022: રાજ્યમાં એપ્રેન્ટિસની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે દહેજમાં ઓએનજીસીના ઓપલ પ્લાન્ટમાં નોકરીની તક આવી છે. ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમીટેડ (OPAL) દ્વારા 42 એપ્રેન્ટિસની (OPAL Recruitment 2022 Notification) ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત પસંદ થનારા ઉમેદવારોને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. એપ્રેન્ટિસની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 30-4-2022 (OPAL Recruitment 2022 Last date of Online application) છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.  આ તમામ ભરતી ઓએનજીસી ઓપલના દહેજ પ્લાન્ટ માટે કરવામાં આવે છે. એપ્રેન્ટિસશીપનો સમયગાળો 12 મહિનોનો રહેશે. 12 મહિના દરમિયાન સરકારના નિમય મુજબ ઉમેદવારોને સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

    OPAL Recruitment 2022 ખાલી જગ્યા

    આ 42 જગ્યા પૈકીની ફીટરની 08, કેમિકલ પ્લાન્ટની 18, ઇલેક્ટ્રિઇશયની 05, મિકેનિકલ કેમિલકલ પ્લાન્ટ ટ્રેડની 05, મેઈન્ટેનન્સ મિકેનિકલ કેમિકલ પ્લાન્ટની 02, લેબોરેટરી કેમિકલ પ્લાન્ટની 02, મેકિનિસ્ટ ટ્રેડની 02 મળીને કુલ 42 એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવી રહી છે.

    OPAL Recruitment 2022 લાયકાત

    આ 42 એપ્રેન્ટિસ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત છે. જેમાં સંબંધિત ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી રેગ્યુલર કોર્સ દ્વારા આઈટીઆઈ અથવા સંલગ્ન કોર્સ કર્યોહોવો અનિવાર્ય છે. આ ઉમેદવારોની ઉંમર 18-21 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે.

    આ પણ વાંચો : HCL Recruitment 2022: HCLમાં 96 જગ્યા માટે ભરતીની જાહેરાત, અહીંથી કરો અરજી

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા42
    શૈક્ષણિક લાયકાતસંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ અથવા સમકક્ષ ઈન્ડસ્ટ્રીયલ કોર્સ
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે મેરીટ પરથી
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ30-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    OPAL Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    એપ્રેન્ટિસની આ ભરત માટે ઉમેદવારોએ એક લેખિત પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ લેખિત પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ આપવાનું રહેશે. આ બંને પ્રક્રિયાના આધારે નોકરી માટે પસંદગી કરવામાં આવશે.

    OPAL Recruitment 2022 અરજી ફી

    આ નોકરી માટે અરજી કરવાની ફી નિશુલ્ક છે. ઉમેદવારોએ નેશનલ એપ્રેન્ટિસશીપ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો : MUC Bank Recruitment: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં 50 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    OPAL Recruitment 2022 સ્ટાઈપેન્ડ

    આ એપ્રેન્ટિસશીપનો સમયગાળો 12 મહિનોનો છે.આ સમયગાળા દરમિયાન પસંદ થનારા ઉમેદવારોને 8050 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર