Home /News /career /ONGC Recruitment: ONGCમાં 922 જગ્યા માટે બમ્પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
ONGC Recruitment: ONGCમાં 922 જગ્યા માટે બમ્પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
ONGC recruitment 2022 : ઓએનજીસીમાં
વિવિધ જગ્યાની ભરતીનું નોટિફિકેશન
ONGC Recruitment: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) કોર્પોરેશન (ONGC) દ્વારા 922 જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે, આ ભરતી માટે અહીંથી અરજી કરી શકાય છે.
ONGC Recruitment 2022 Notification: ONGC દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (JEA), જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (JSA), જુનિયર આસિસ્ટન્ટ (JA), જુનિયર ફાયર સુપરવાઈઝર (JFS), જુનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ (JTA), જુનિયર ફાયરમેન, જુનિયર મરીન રેડિયો આસિસ્ટન્ટ (JMRA), જુનિયર ડીલિંગ આસિસ્ટન્ટ (JDA), જુનિયર મોટર વ્હીકલ ડ્રાઈવર (JMVD), જુનિયર આસિસ્ટન્ટ ઓપરેટર (JAO), જુનિયર સ્લિંગર કમ રિગર (JSCR) વગેરેની ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. એપ્લિકેશન લિંક ONGCની ઓફિશિયલ વેબસાઇટ ongcindia.com પર 28 મે, 2022 સુધી ઉપલબ્ધ છે.
દેશભરમાં દેહરાદૂન, દિલ્હી, મુંબઈ, ગોવા, ગુજરાતમાં વર્ક સેન્ટર, જોધપુર, ચેન્નાઈ અને કરાઈકલ, આસામમાં વર્ક સેન્ટર, અગરતલા, કોલકાતા અને બોકારોમાં આ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે કુલ 922 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ પદો પર અરજી કરતા પહેલા તમામ વિગતો મેળવવા માટે ઉમેદવારો આ આર્ટિકલમાંથી તમામ જરૂરી માહિતી મળેવી શકે છે. આ સાથે જ વધુ વિગતો મેળવવા માટે ઓફિસિયલ નોટિફિકેશનનો સંદર્ભ પણ લઈ શકાય છે.