Home /News /career /

ONGC Recruitment 2022: ONGCમાં સલાહકારની જગ્યાઓ માટે ભરતી, અહીંથી કરો અરજી

ONGC Recruitment 2022: ONGCમાં સલાહકારની જગ્યાઓ માટે ભરતી, અહીંથી કરો અરજી

ONGC recruitment 2022 : ઓએનજીસીમાં વિવિધ જગ્યાની ભરતીનું નોટિફિકેશન

ONGC Recruitment 2022 : ઓએનજીસી (ONGC) દ્વારા કનસલ્ટન્ટની 05 જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

    ONGC Recruitment 2022:  ઓએનજીસી વિદેશ લિમિટેડ (ONGC Videsh Ltd.)માં વિવિધ લેવલે કાનૂની સલાહકાર, કોમર્શિયલ સલાહકાર, ઓડિટ કન્સલ્ટન્ટ અને ભૂસ્તરશાસ્ત્રી અને પેટ્રોફિઝિકિસ્ટની જગ્યાઓ પરં યોગ્ય ઉમેદવારોની નિમણૂક (ONGC Recruitment 2022) માટે નોટિફિકેશન બહાર પડાઈ છે. આ ભરતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (Ministry of Petroleum & Natural Gas)ના વહીવટી નિયંત્રણ હેઠળ કરવામાં આવશે.

    ONGC Recruitment 2022:  ખાલી જગ્યાઓ અંગે જાણકારી

    • કાનૂની સલાહકાર : 1

    • કોમર્શિયલ સલાહકાર: 1

    • ઓડિટ કંસલ્ટન્ટ: 1

    • ઈન્ટરપ્રિટેશન ભૂસ્તરશાસ્ત્રી: 1

    • પેટ્રોફિઝિસ્ટ: 1


    ONGC Recruitment 2022:  યોગ્યતાના માપદંડ

    1.એસોસિએટ કન્સલ્ટન્ટ/કન્સલ્ટન્ટ/સીનિયર કન્સલ્ટન્ટ/એસોસિએટ એડવાઇઝર/એડવાઇઝર (લીગલ)

    એલએલબી / એમબીએ (લીગલ)

    ઓઇલ અને ગેસના મુદ્દાઓની વ્યૂહાત્મક/આંતરરાષ્ટ્રીય લવાદની બાબતોમાં ઓછામાં ઓછા 5 વર્ષ સાથે ઓછામાં ઓછો 15 વર્ષનો લીગલ અનુભવ હોવો જોઈએ.

    2.સીનિયર કન્સલ્ટન્ટ/એસોસિએટ એડવાઇઝર/એડવાઇઝર (કોમર્શિયલ)

    સીએ/આઈસીડબલ્યુએ/ગ્રેજ્યુએટ (કોઈ પણ શાખા) અને એમબીએ (ફાયનાન્સ)

    આંતરરાષ્ટ્રીય ઓઇલ અને ગેસ ઉદ્યોગની વ્યૂહાત્મક બાબતોમાં ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ

    3.એસોસિએટ કન્સલ્ટન્ટ/કન્સલ્ટન્ટ/સીનિયર કન્સલ્ટન્ટ/એસોસિએટ એડવાઇઝર/એડવાઇઝર (ઓડિટ)

    સીએ / આઇસીડબલ્યુએ /એમબીએ (ફાઇનાન્સ)

    ઓઇલ એન્ડ ગેસ કંપનીમાં ઓછામાં ઓછા 15 વર્ષ ઇન્ટર્ન ઓડિટનો અનુભવ

    4.કન્સલ્ટન્ટ/સીનિયર કન્સલ્ટન્ટ/એસોસિએટ એડવાઇઝર/એડવાઇઝર - ઇન્ટરપ્રિટેશન ભૂસ્તરશાસ્ત્રી (ઓપરેશન ભૂસ્તરશાસ્ત્રના અનુભવ સાથે)

    M.Sc / M.Tech (ભૂસ્તરશાસ્ત્ર)

    ડેટા ઈન્ટરપ્રિટેશન, G&G સ્ટડીઝમાં 15-20 વર્ષનો અનુભવ જોઈએ છે અને તેની સાથે GTO તૈયાર કરવા સહિત વેલ-સાઈટ જિયોલોજિકલ ઓપરેશન્સના અનુભવની પણ જરૂર છે.

    આ પણ વાંચો : BARC Recruitment 2022: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    5.કન્સલ્ટન્ટ/સીનિયર કન્સલ્ટન્ટ/એસોસિએટ એડવાઇઝર/એડવાઇઝર (પેટ્રોફિઝિસ્ટ)

    જીઓફિઝિક્સ/ફિઝિક્સમાં માસ્ટર્સ

    ક્વોનટીટેટિવ લોગ અર્થઘટન. પ્રવર્તમાન વેલ લોગિંગ સોફ્ટવેરનો અનુભવ. ઉત્પાદન કામગીરી અને જળાશયોના વ્યવસ્થાપનને લગતી સમસ્યાઓને સપોર્ટ આપવા માટે કેસ્ડ હોલ લોગિંગના વિવિધ સૂટના વિશ્લેષણ અને અર્થઘટન માટે અદ્યતન લોગ વિશ્લેષણમાં પર્યાપ્ત કૌશલ્ય અને અનુભવ. લોગિંગ ઓપરેશન્સ, ટૂલ્સ વગેરેથી સારી રીતે વાકેફ. ઇન-પ્લેસ વોલ્યુમને મજબૂત કરવા માટે સ્ટેટિક મોડલ્સની સમીક્ષાનો અનુભવ જરૂરી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા05
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ9-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેOVLStrategicHR@ongcvidesh.in  પર બાયોડેટા મેઈલ કરો



    ONGC Recruitment 2022:   વયમર્યાદા

    ઉમેદવાર 65 વર્ષથી વધુનો હોવો જોઈએ નહીં.

    ONGC Recruitment 2022:  અરજીની છેલ્લી તારીખ

    જાહેરાત પ્રસિદ્ધ થયાથી 15 દિવસ

    ONGC Recruitment 2022:  કઈ રીતે કરવી અરજી?

    ઉમેદવારો જાહેરાતના પ્રકાશનની તારીખથી (એટલે કે 25.04.2022) થી 15 દિવસની અંદર ડોક્યુમેન્ટ સાથે યોગ્ય રીતે ભરેલા, સહી કરેલા અને સ્કેન કરેલા નિયત ફોર્મેટમાં (OVLStrategicHR@ongcvidesh.in) ઇમેઇલ દ્વારા તેમની અરજી સબમિટ કરી શકે છે. મોડેથી પ્રાપ્ત થયેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

    આ પણ વાંચો : BSF Recruitment 2022: BSFમાં ગ્રુપ બીની 90 જગ્યા માટે ભરતી, 1,40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    આ જાહેરાત સાથે સંબંધિત કોઈપણ ક્વેરી માટે તમે સોમવારથી શુક્રવાર દરમિયાન બપોરે 2:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી ફોન નંબર 011-26755398 પર સંપર્ક કરી શકો છો. પગાર વિશે વધુ માહિતી માટે તમે ઓએનજીસી દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશનને ચકાસી શકો છો અથવા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર