Home /News /career /ONGC Recruitment: ONGCમાં 922 નોન-એક્ઝીક્યુટિવ પોસ્ટ પર અરજી કરવાની અંતિમ તક, વેતન રૂ. 98,000

ONGC Recruitment: ONGCમાં 922 નોન-એક્ઝીક્યુટિવ પોસ્ટ પર અરજી કરવાની અંતિમ તક, વેતન રૂ. 98,000

ઓએનજીસીમાં ભરતી

ONGC Recruitment 2022: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ONGCની અધિકૃત વેબસાઇટ: www.ongcindia.com દ્વારા ઑનલાઇન અરજી (Apply Online) કરી શકે છે.

jobs and careers: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC Recruitment 2022)એ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ (Recruitment for non-Executive Post) માટે પાત્ર વ્યક્તિઓની ભરતી માટે અરજીઓ મંગાવી છે. કંપની આ ભરતી દ્વારા સંસ્થામાં 900 નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ પર ભરતી કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ONGCની અધિકૃત વેબસાઇટ: www.ongcindia.com દ્વારા ઑનલાઇન અરજી (Apply Online) કરી શકે છે. નોંધનીય છે કે અરજી પ્રક્રિયા 7 મે, 2022ના રોજ શરૂ થઈ હતી અને વિવિધ બિન-કાર્યકારી પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 28 મે, 2022 છે.

વિવિધ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટની 922 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
આ ભરતી પ્રક્રિયા હેઠળ જૂનિયર એન્જીનીયરિંગ આસિસ્ટન્ટ, જૂનિયર સાઇન્ટિફિક આસિસ્ટન્ટ, જૂનિયર આસિસ્ટન્ટ, જૂનિયર ફાયર સુપરવાઇઝર, જૂનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ, જૂનિયરલ ટેક્નિશીયન, જૂનિયર ફાયરમેન, જૂનિયર મરીન રેડિયો આસિસ્ટન્ટ, જૂનિયર ડીલિંગ આસિસ્ટન્ટ, જૂનિયર મોટર વ્હીકલ ડ્રાઇવર, જૂનિયર આસિસ્ટન્ટ ઓપરેટર, જૂનિયર સ્લિંગર કમ રિગરના પદો સામેલ છે.

કેટલો મળશે પગાર

F1 – રૂપિયા 29,000થી રૂપિયા 98000

A1 – રૂપિયા 26,600થી રૂપિયા 87,000

W1 – રૂપિયા 24,000થી રૂપિયા 57,500

આ પણ વાંચોઃ-Gujarat High Court Recruitment: ગુજરાત હાઈકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીના પદ માટે ભરતી, રૂ. 1.42 લાખ સુધીનો મળશે પગાર

કેટલી રહેશે અરજી ફી

જનરલ/OBC/EWS ઉમેદવારો: ઉમેદવાર દીઠ રૂ. 300

જોકે, SC/ST/PWBD/ ભૂતપૂર્વ સૈનિકને આ ભરતીમાં એપ્લિકેશન ફોર્મ ભરવા ફી ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ922
છેલ્લી તારીખ28 મે 2022
F1 –રૂ. 29,000થી રૂ. 98000
A1 –રૂ. 26,600થી રૂ. 87,000
W1 –રૂ. 24,000થી રૂ. 57,500
કેટલી રહેશે અરજી ફીઉમેદવાર દીઠ રૂ. 300
ક્યાં અરજી કરશો www.ongcindia.com



કઇ રીતે કરશો અરજી?

-સૌ પ્રથમ ઓનજીસીની ઓફિશ્યલ વેબસાઇટ www.ongcindia.com પર જાઓ.

-ત્યાર બાદ હોમપેજ પર પર કરીયર ટેબ પર ક્લિક કરો.

-હવે એપ્લિકેશન ફોર્મ ભરવા માટે ‘એપ્લાય’ પર ક્લિક કરો.

-ફોર્મ ભર્યા બાદ તમામ વિગતો ફરી ચકાસીને ફોર્મ સબમિટ કરો અને એપ્લિકેશન ફી ભરો.

-ઉમેદવારોને ખાસ વિનંતી છેકે એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ ફોર્મની એક પ્રિન્ટ પોતાની પાસે રાખવી. જેથી રેફરન્સ માટે ભવિષ્યમાં ઉપયોગમાં લઇ શકાય.

આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો ભરતી, છેલ્લી તારીખ નજીકમાં, ફટાફટ ઝડપો તક

કઇ રીતે કરવામાં આવશે પસંદગી?

કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) અને ત્યારબાદ PST/ PET/ સ્કીલ ટેસ્ટ/ ટાઈપિંગ ટેસ્ટ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે અરજી કરવાની અંતિમ તારીખ બાદ કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ ઉપરાંત અરજી કરતા પહેલા ઉમેદવારોને ઓફિશ્યલ નોટિફીકેશન તપાસી લેવાની સલાહ આપવામાં આવે છે.
First published:

Tags: Jobs, Jobs and Career, Recruitment 2022, Sarkari Naukri 2022, ઓએનજીસી