Jobs and Career: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ 8 જેટલી ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડી છે. (career at ONGC) રસધરાવતા લાયક ઉમેદવારો, જુનિયર કન્સલ્ટન્ટ્સ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. (ONGC Job Opportunity) પસંદ કરાયેલા ઉમરદવારોને બે વર્ષના સમયગાળા માટે કરાર આધારિત નિયુક્ત કરવામાં આવશે. ONGCની સત્તાવાર વેબસાઈટ પર જઈ કંપની વિશે જાણી શકો છો. https://www.ongcindia.com/
એસોસિયેટ/જુનિયર કન્સલ્ટન્ટની ભૂમિકા અને જવાબદારી- કન્સલ્ટન્ટ દ્વારા રાઉન્ડ ધ ક્લોક શિફ્ટ પેટર્નમાં કામ પર કામગીરી સાથે સંકળાયેલ તમામ પ્રવૃત્તિઓનું સંપૂર્ણ દેખરેખ કરવાની જવાબદારી રાખવામાં આવે છે જેમ કે, WOR અને તેના સાધનોનું પર્યાપ્ત નિરીક્ષણ; WOR ખાતે તમામ કામગીરીની સંપૂર્ણ દેખરેખ; ખાણમાં WOR અને તેની તમામ મશીનરીનું સંચાલન અને જાળવણી સુરક્ષિત રીતે હાથ ધરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે; SOPs, વૈધાનિક માર્ગદર્શિકા અને ખાણ અધિનિયમનું પાલન સુનિશ્ચિત કરવા; QHSE ડૉક્યુમેન્ટ્સનું નિયમિત અપડેટ; સાઈટનું નિરીક્ષણ અને સાઈટની તૈયારીની દેખરેખ, સાઈટ પર રીગ જમાવટ, ઈન્સ્ટોલેશન મેનેજર અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને કામગીરીનો સરળ અમલ, પાઇપ ટેલી તૈયાર કરવી અને કોમ્પલેશન રીપોર્ટ આપવો વગેરે; DGMS અને અન્ય વિભાગોની જરૂરિયાત મુજબ અન્ય જવાબદારી.
કેવી રીતે અરજી કરવી- રસ ધરાવતા ઉમેદવારોએ અહીં આપેલ ફોર્મેટમાં યોગ્ય રીતે સહી કરેલી અરજીની સ્કેન કરેલી નકલ મોકલવી જરૂરી છે. અખબારમાં પ્રકાશિત જાહેરાતનું પરિશિષ્ટ-I 10 દિવસની અંદર PDF ફોર્મેટ તરીકે અહીં આપેલા ઇમેઇલ પર આ મોકલવું: kandulana_a@ongc.co.in.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર