Home /News /career /Sarkari Naukri: ONGCમાં એન્જિનિયરથી લઈ વિવિધ 400 પોસ્ટ માટે ભરતી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ
Sarkari Naukri: ONGCમાં એન્જિનિયરથી લઈ વિવિધ 400 પોસ્ટ માટે ભરતી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ
ONGC Recruitment : ઓએનજીસીમાં સરકારી નોકરી, વિવિધ પોસ્ટની ભરતી માટે આજે ફટાફટ કરો એપ્લાય
Sarkari Naukri : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ અનેક પદો માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવાર GATE 2021 ના માધ્યમથી E1 સ્તર પર એન્જિનિયર અને જિયો સાયન્સ વિષયમાં ગ્રેજ્યુએટ ટ્રેઈની માટે અરજી કરી શકે છે.
ONGC Recruitment 2021: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ અનેક પદો માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવાર GATE 2021 ના માધ્યમથી E1 સ્તર પર એન્જિનિયર અને જિયો સાયન્સ વિષયમાં ગ્રેજ્યુએટ ટ્રેઈની માટે અરજી કરી શકે છે. 1 નવેમ્બર 2021 સુધી અરજી કરી શકાશે. આજે આ નોકરી માટે અરજી કરવાનો અંતિમ દિવસ છે. ઉમેદવાર શૈક્ષણિક લાયકાત અનુસાર વધુમાં વધુ 3 પોસ્ટ માટે અરજી કરી શકશે. ઉમેદવારે પ્રાથમિકતા અનુસાર પોસ્ટને ક્રમ આપવાનો રહેશે. 400 પદ માટે અરજી બહાર પાડવામાં આવી છે. ઉમેદવાર અધિકૃત વેબસાઈટ ongcindia.com પરથી અરજી કરી શકશે.
ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ રજિસ્ટર કરવા માટે વેબસાઈટ ongcindia.com ઓપન કરવાની રહેશે. 11 ઓક્ટોબરથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે, 1 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. અરજીઓ માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે, અન્ય પ્રકારે કરેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
નોકરીની ટૂંકી વિગતો
ખાલી જગ્યા :
400
લાયકાત :
વિવિધ પોસ્ટ માટે જુદી જુદી મુખ્યત્વે GATE 2021ના આધારે
વયમર્યાદા :
28થી 33 વર્ષ (કેટેગરીના લાભ ચકાસવા)
અરજી માટેની ફી :
: જનરલ/EWS/OBC 300 રૂ.
પસંદગી પ્રક્રિયા :
GATE 2021 અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.
બિનઆરક્ષિત અને EWS કેટેગરીમાં AEE (ડ્રિલિંગ અને સિમેન્ટીંગ) સિવાય તમામ પદ માટેની વયમર્યાદા 30 વર્ષ સુધીની છે. AEE (ડ્રિલિંગ અને સિમેન્ટીંગ) પદ માટેની વયમર્યાદા 28 વર્ષ સુધીની છે. AEE પદ સિવાય તમામ પદ માટે OBC (નોન ક્રિમિલેયર) માટેની વયમર્યાદા 33 વર્ષ સુધીની અને (ડ્રિલિંગ અને સિમેન્ટીંગ) પદ માટેની વયમર્યાદા 31 વર્ષ સુધીની છે.