ONGC Recruitment 2021: ONGCમાં 400 પદ પર ભરતીની અંતિમ તારીખ આવી નજીક, અહી જાણો બધુ જ

ONGCમાં 400 પોસ્ટ માટે ભરતી

Sarkari Naukri : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ અનેક પદો માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવાર GATE 2021 ના માધ્યમથી E1 સ્તર પર એન્જિનિયર અને જિયો સાયન્સ વિષયમાં ગ્રેજ્યુએટ ટ્રેઈની માટે અરજી કરી શકે છે.

  • Share this:
    ONGC Recruitment 2021: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ અનેક પદો માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવાર GATE 2021 ના માધ્યમથી E1 સ્તર પર એન્જિનિયર અને જિયો સાયન્સ વિષયમાં ગ્રેજ્યુએટ ટ્રેઈની માટે અરજી કરી શકે છે. 1 નવેમ્બર 2021 સુધી અરજી કરી શકાશે. ઉમેદવાર શૈક્ષણિક લાયકાત અનુસાર વધુમાં વધુ 3 પોસ્ટ માટે અરજી કરી શકશે. ઉમેદવારે પ્રાથમિકતા અનુસાર પોસ્ટને ક્રમ આપવાનો રહેશે. 400 પદ માટે અરજી બહાર પાડવામાં આવી છે. ઉમેદવાર અધિકૃત વેબસાઈટ ongcindia.com પરથી અરજી કરી શકશે.

    ONGC recruitment 2021: ભરતી માટેની માહિતી  આ પોસ્ટ છે ખાલી :   આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર (સિમેન્ટીંગ) મિકેનિકલ: 7 , આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર (સિમેન્ટીંગ) પેટ્રોલિયમ: 1, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ સિવિલ એન્જિનિયર: 24, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ ડ્રિલિંગ એન્જિનિયર: 32, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર: 54,
    આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર: 6, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર: 42, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ મિકેનિકલ એન્જિનિયર: 44

    આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ (પ્રોડક્શન) મિકેનિકલ એન્જિનિયર: 17, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ (પ્રોડક્શન) કેમિકલ એન્જિનિયર: 18, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ (પ્રોડક્શન) પેટ્રોલિયમ એન્જિનિયર: 13,
    આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર (રિઝર્વર): 13 , આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર એન્વાયરોનમેન્ટ: 5 , કેમિસ્ટ: 19,
    જિયોલોજિસ્ટ: 36 , જિયોફિઝિસ્ટ (સરપફેસ) : 28,
    Geophysicist (વેલ્સ): 14, મટીરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર: 17,
    ટ્રાન્સપોર્ટ ઓફિસર: 10

    આ પણ વાંચો :  FSSAI Recruitment 2021: FSSAIમાં 233 પદો પર થઈ રહી છે ભરતી, આ રીતો કરો અપ્લાય

    અરજી કેવી રીતે કરવાની રહેશે:

    ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ રજિસ્ટર કરવા માટે વેબસાઈટ ongcindia.com ઓપન કરવાની રહેશે. 11 ઓક્ટોબરથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે, 1 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. અરજીઓ માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે, અન્ય પ્રકારે કરેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

    નોકરીની ટૂંકી વિગતો



































    ખાલી જગ્યા : 400
    લાયકાત : વિવિધ પોસ્ટ માટે જુદી જુદી મુખ્યત્વે GATE 2021ના આધારે
    વયમર્યાદા : 28થી 33 વર્ષ (કેટેગરીના લાભ ચકાસવા)
    અરજી માટેની ફી : : જનરલ/EWS/OBC 300 રૂ.
    પસંદગી પ્રક્રિયા : GATE 2021 અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.
    અરજી કરવાની અંતિમ તારીખ : 1-11-2021
    જાહેરાત જોવા માટે : અહીંયા કલિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો

    વયમર્યાદા

    બિનઆરક્ષિત અને EWS કેટેગરીમાં AEE (ડ્રિલિંગ અને સિમેન્ટીંગ) સિવાય તમામ પદ માટેની વયમર્યાદા 30 વર્ષ સુધીની છે. AEE (ડ્રિલિંગ અને સિમેન્ટીંગ) પદ માટેની વયમર્યાદા 28 વર્ષ સુધીની છે. AEE પદ સિવાય તમામ પદ માટે OBC (નોન ક્રિમિલેયર) માટેની વયમર્યાદા 33 વર્ષ સુધીની અને (ડ્રિલિંગ અને સિમેન્ટીંગ) પદ માટેની વયમર્યાદા 31 વર્ષ સુધીની છે.

    અરજી માટેની ફી

    જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ ONGC ભરતી 2021 (ONGC Recruitment 2021) માટે રૂ.300 અરજી ફી ચૂકવવાની રહેશે. અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ/ PWD કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

    પસંદગી પ્રક્રિયા:

    ઉમેદવારોની પસંદગી GATE 2021 અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.
    First published: