ONGCમાં કાયમી નોકરી કરવાની તક, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ આ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે, ફટાફટ કરી લો ઓનલાઇન અરજી

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ આ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે, ફટાફટ કરી લો ઓનલાઇન અરજી

  • Share this:
    નવી દિલ્હી. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) પોતાને ત્યાં વિભિન્ન 12 પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે. આ પદો પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2021 એટલે કે આજે છે.

    યોગ્યતા ધરાવતા ઉમેદવાર ONGCની ઓફિશિયલ વેબસાઇટ www.ongcindia.com પર જઈને અરજી કરી શકે છે.

    આ પદો પર થઈ રહી છે ભરતી

    >> ફિલ્ડ મેડિકલ ઓફિસર- 6 પદ
    >> જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર- 2 પદ
    >> મેડિકલ ઓફિસર- 1 પદ
    >> વિઝિટિંગ સ્પેશલિસ્ટ- 3 પદ

    આ પણ વાંચો, 250 રૂપિયા ખર્ચીને ઘરે મંગાવો કોરોના ટેસ્ટ કિટ, 15 મિનિટમાં રિઝલ્ટ સાથે મેળવો રિપોર્ટ

    ઉંમર મર્યાદા

    >> ફિલ્ડ મેડિકલ ઓફિસર (પુરુષ)- 60 વર્ષ
    >> ફિલ્ડ મેડિકલ ઓફિસર (મહિલા)- 45 વર્ષ, બાકી પદો માટે કોઈ મહત્તમ ઉંમર મર્યાદા નથી.

    શૈક્ષણિક યોગ્યતા

    >> વિઝિટિંગ સ્પેશલિસટ- MD ઇન પીડિયાટ્રિક્સ/જનરલ મેડિસિનની ડિગ્રી જરુરી
    >> મેડિકલ ઓફિસર- બેચરલ ઓફ મેડિસિન અને બેચરલ ઓફ સર્જરીમાં MBBSની ડિગ્રી હોવી જરૂરી
    >> ફિલ્ડ મેડિકલ ઓફિસર અને જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર (GDMO): આ બંને પદો માટે પણ બેચરલ ઓફ મેડિસિન અને બેચરલ ઓફ સર્જરીની MBBSની ડિગ્રી હોવી જરૂરી.

    આ પણ વાંચો, વૈજ્ઞાનિકોએ શોધમાં કર્યો દાવો, તમારી આંખની કીકીની સાઇઝ જણાવી શકે છે કે તમારી બુદ્ધિમત્તા

    પસંદગી પ્રક્રિયાઃ શૈક્ષણિક યોગ્યતા અને ઇન્ટરવ્યૂના આધાર પર.
    Published by:Mrunal Bhojak
    First published: