National Education Day 2021: શુભેચ્છાઓ, સંદેશાઓ અને મૌલાના અબુલ કલામ આઝાદના પ્રેરણાત્મક સુવાક્યો

ભારતના પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ (Image- Shutterstock)

દેશમાં દર વર્ષે 11 નવેમ્બરે ભારતના પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિના દિવસે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદે 15 ઓગસ્ટ 1947થી 2 ફેબ્રુઆરી 1958 સુધી દેશના શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી.

 • Share this:
  દેશમાં દર વર્ષે 11 નવેમ્બરે ભારતના પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ (Maulana Abul Kalam Azad)ની જયંતિના દિવસે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Education Day 2021) ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદે 15 ઓગસ્ટ 1947થી 2 ફેબ્રુઆરી 1958 સુધી દેશના શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 2008માં તેમના જન્મદિવસને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શિક્ષણ દિવસ તરીકે માન્યતા આપી હતી.

  ભારતના પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી આઝાદે દેશના શિક્ષણ સ્તરને વધુ સારું બનાવવા માટે ઘણું યોગદાન આપ્યું છે. તેમના કાર્યકાળ દરમ્યાન જ વર્ષ 1951માં દેશની પહેલી ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (Indian Institute of Technology) અને વર્ષ 1953માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (University Grant Commission)ની સ્થાપના કરવામાં આવી હતી.

  દેશની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ દિવસને સેમિનાર, નિબંધ-લેખન, વકતૃત્વ સ્પર્ધાઓ, વર્કશોપ અને રેલીઓ સાથે સાક્ષરતાના મહત્વ અને શિક્ષણના તમામ પાસાઓ પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા સાથે ઉજવવામાં કરવામાં આવે છે.

  રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પર પાઠવવા યોગ્ય સંદેશાઓ (National Education Day Wishes and Messages)

  ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસનો પ્રસંગ આપણા બધાને એ યાદ અપાવે છે કે ક્યારેય કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની શુભેચ્છાઓ.’

  ‘કોઈ બાળકને આપી શકાય તેવી સૌથી સુંદર અને વિચારશીલ ભેટ છે તેનું શિક્ષણ. એક બાળકને ભણાવવાની તક ક્યારેય ન જવા દો. હેપી નેશનલ એજ્યુકેશન ડે.’

  ‘જ્યારે તમે એક બાળકને ભણાવો છો, ત્યારે તમે ફક્ત તેનો વર્તમાન નથી બદલતા, પણ તેની આખી જિંદગી સારી બનાવી નાખો છો. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની શુભેચ્છાઓ.’

  ‘ચાલો, શિક્ષણનું મહત્વ ઉજવતા આ દિવસે આપણે બાળકના શિક્ષણમાં ફાળો આપીએ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની શુભેચ્છાઓ.’

  ‘જ્યારે દરેક જન એક-એક બાળકને ભણાવશે ત્યારે દરેક બાળક શિક્ષિત બની જશે. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.’

  આ પણ વાંચો: Kamal Ranadive: જાણો કોણ છે કમલ રણદિવે જેમના માટે ગૂગલે બનાવ્યું છે doodle

  ‘શિક્ષણના પાવરને ક્યારેય ઓછો આંકવો જોઈએ નહીં. શિક્ષણનું મહત્વ ક્યારેય અવગણવું ન જોઈએ. હેપી નેશનલ એજ્યુકેશન ડે.’

  ‘શિક્ષણ એ ભવિષ્યનો પાસપોર્ટ છે, જે આજે તૈયારી કરે છે એની કાલ બને છે. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની શુભેચ્છાઓ.’

  ‘શિક્ષણની તક મળે ત્યારે જિંદગી ખરેખર વધુ સુંદર બને છે. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની શુભેચ્છાઓ.’

  ‘કોઈ પણ બાળકને તેનું બાળપણ બગાડવા ન દો. તેમને શિક્ષિત કરો અને શિક્ષણનું મહત્વ સમજાવો.’

  ‘માતા-પિતા બાળકને કોઈ શ્રેષ્ઠ ભેટ આપી શકે તો તે શિક્ષણની છે. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની શુભેચ્છાઓ.’

  આ પણ વાંચો: આજના દિવસે 1983માં લોન્ચ થયું હતું Windows 1.0, જુઓ રોમાંચક સફરની એક ઝલક

  મૌલાના અબુલ કલામ આઝાદના પ્રેરણાત્મક સુવાક્યો (Inspirational quotes by Maulana Abul Kalam Azad)

  "આપણે એક ક્ષણ માટે પણ ભૂલવું ન જોઈએ કે મૂળભૂત શિક્ષણ મેળવવું એ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે, જેના વગર તે નાગરિક તરીકેની તેની ફરજો સંપૂર્ણપણે નિભાવી શકતો નથી."

  "વિજ્ઞાન તટસ્થ છે. તેની શોધનો ઉપયોગ સાજા કરવા અને મારવા માટે સમાનરૂપે થઈ શકે છે. તે વપરાશકર્તાના દૃષ્ટિકોણ અને માનસિકતા પર નિર્ભર કરે છે કે શું વિજ્ઞાનનો ઉપયોગ પૃથ્વી પર નવું સ્વર્ગ બનાવવા માટે કરવામાં આવશે કે વિશ્વનો નાશ કરવા માટે.”

  "ટોચ પર ચઢવા માટે તાકાતની જરૂર છે, પછી તે માઉન્ટ એવરેસ્ટની ટોચ હોય કે તમારી કારકિર્દીની ટોચ પર."

  "રાષ્ટ્રીય શિક્ષણનો કોઈપણ કાર્યક્રમ જે સમાજમાં અડધો ભાગ ભજવતી મહિલાઓના શિક્ષણ અને ઉન્નતિ પર સંપૂર્ણ વિચારણા ન કરે તે યોગ્ય ન હોઈ શકે.”

  "ઝડપી પરંતુ કૃત્રિમ સુખની પાછળ દોડવા કરતાં નક્કર સિદ્ધિઓ મેળવવા માટે વધુ સમર્પિત બનો."

  "શિક્ષણવાદીઓએ વિદ્યાર્થીઓમાં પૂછપરછની ભાવના, સર્જનાત્મકતા, ઉદ્યોગસાહસિક અને નૈતિક નેતૃત્વની ક્ષમતાઓનું નિર્માણ કરવું જોઈએ અને તેમના રોલ મોડેલ બનવું જોઈએ."

  “હૃદયથી અપાયેલ શિક્ષણ સમાજમાં ક્રાંતિ લાવી શકે છે.”
  Published by:Nirali Dave
  First published: