OLA આપશે 10 હજાર મહિલા કર્મચારીઓને નોકરી, મહિલાઓ ચલાવશે દુનિયાનો સૌથી મોટો ઈ-સ્કૂટર પ્લાન્ટ
OLA આપશે 10 હજાર મહિલા કર્મચારીઓને નોકરી, મહિલાઓ ચલાવશે દુનિયાનો સૌથી મોટો ઈ-સ્કૂટર પ્લાન્ટ
તમિલનાડુના ઈ-સ્કૂટર ઉત્પાદન પ્લાન્ટ (e-Scooter Plant)માં 10 હજાર મહિલાઓની (Women Employees) નિમણૂક કરવામાં આવશે.
ઓલાએ (OLA) કહ્યું કે, તમિલનાડુના ઈ-સ્કૂટર ઉત્પાદન પ્લાન્ટ (e-Scooter Plant)માં 10 હજાર મહિલાઓની (Women Employees) નિમણૂક કરવામાં આવશે. આ સાથે, તે વિશ્વનો એકમાત્ર મોટર વાહન ઉત્પાદન પ્લાન્ટ બનશે જે ફક્ત મહિલાઓ દ્વારા (All Women Plant)સંચાલિત થશે.
નવી દિલ્હી: દેશના ઓટો માર્કેટમાં ઈ-સ્કૂટર લોન્ચ કર્યા બાદ ઓલા (Ola E-scooter) એ બીજી મોટી પહેલ કરી છે. કંપનીના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે (Bhavish Aggarwal) જણાવ્યું કે, તમિલનાડુમાં માત્ર મહિલાઓ જ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર પ્લાન્ટનું સંચાલન કરશે. આ માટે પ્લાન્ટમાં 10 હજારથી વધુ મહિલાઓને રોજગારી આપવામાં આવશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતને(Aatmanirbhar Bharat) આત્મનિર્ભર મહિલાઓ (Aatmanirbhar women) ની જરૂર છે. એમ પણ કહ્યું કે આ વિશ્વનો એકમાત્ર મોટર વાહન ઉત્પાદન પ્લાન્ટ (All Women Plant) હશે જે ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત થશે.
ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ઓલા ઈ-સ્કૂટર પ્લાન્ટમાં કામ કરતી મહિલાઓની પ્રથમ બેચનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, આ ઓલા ફ્યુચરફેક્ટરી (Ola FutureFactory) 10,000થી વધુ મહિલા કર્મચારીઓ સાથે મહિલાઓ દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી ફેક્ટરી બનશે. મહિલાઓને આર્થિક તકો પૂરી પાડવા માટે વધુ વ્યાપક વર્કફોર્સ બનાવવાનો ઓલાનો આ પહેલો પ્રયાસ છે. ઓલાએ કહ્યું કે તેણે આ મહિલાઓની મુખ્ય ઉત્પાદન કુશળતા સુધારવા માટે મોટું રોકાણ કર્યું છે. તે ઓલા ફ્યુચર ફેક્ટરીમાં ઉત્પાદિત દરેક વાહન માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
Aatmanirbhar Bharat requires Aatmanirbhar women!
Proud to share that the Ola Futurefactory will be run ENTIRELY by women, 10,000+ at full scale! It’ll be the largest all-women factory in the world!!🙂
એક રિપોર્ટને અનુસાર ઓલાના ચેરમેન અગ્રવાલે કહ્યું કે, શ્રમ કર્મચારીઓ(Labour Workforce)માં મહિલાઓને સમાન તકો મળવાથી જ દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં 27 ટકાનો વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી સૌથી ઓછી 12 ટકા છે. મહિલાઓને આર્થિક તકો પૂરી પાડવી અને તેમને સક્ષમ બનાવવાથી માત્ર તેમના જીવનમાં સુધારો જ નહીં પરંતુ તેમના પરિવાર અને સમગ્ર સમાજ પણ સુધારો જોવા મળશે. અગ્રવાલે કહ્યું કે, ભારતને વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે, આપણે મહિલાઓને કાર્યબળમાં સામેલ કરવા અને તેમની કુશળતા વધારવા પર ભાર મૂકવો જોઈએ.
ઇ-સ્કૂટર બનાવતી કંપની ઓલાએ ગયા વર્ષે તમિલનાડુમાં તેના પ્રથમ ઇ-સ્કૂટર પ્લાન્ટમાં રૂ. 2,400 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. ઓલાએ કહ્યું કે, શરૂઆતમાં તે વાર્ષિક 10 લાખની ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ કરશે. બજારની માંગ મુજબ તેને વધારીને 20 લાખ કરી શકાય છે. ઓલાએ દાવો કર્યો હતો કે, એક વખત સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ તેના પ્લાન્ટમાં વાર્ષિક 10 મિલિયન ઈ-વાહનોની ક્ષમતા હશે. ગયા સપ્તાહે, કંપનીએ ઓલા ઈ-સ્કૂટર S-1નું વેચાણ એક સપ્તાહ સુધીમાં 15 સપ્ટેમ્બર 2021 કર્યું કંપનીએ ગયા મહિને ઈ-સ્કૂટર ઓલા એસ -1 અને એસ -1 પ્રોના બે વેરિએન્ટ લોન્ચ કર્યા હતા. તેમની કિંમત 99,999 રૂપિયા અને 1,29,999 રૂપિયા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર