Home /News /career /Female Health Worker: ભાવનગરમાં ફિમેલ હેલ્થ વર્કરની 25 જગ્યાઓ પર ભરતી, માત્ર આ લોકો જ કરી શકશે અરજી

Female Health Worker: ભાવનગરમાં ફિમેલ હેલ્થ વર્કરની 25 જગ્યાઓ પર ભરતી, માત્ર આ લોકો જ કરી શકશે અરજી

ભાવનગર મહાનગરપાલિકાની ફિમેલ હેલ્થ વર્કરની ભરતીની જાહેરાત

Female Health Worker Job, BMC Recruitment: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો માટે અહીં સરળ ભાષામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા સહિત પગાર અને લાયકાત અંગેની વિગતો રજૂ કરી રહ્યા છીએ.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
Female Health Worker Recruitment: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદોની ખાલી પડેલી 149 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં ફિમેલ હેલ્થ વર્કરની 25 ખાલી પડેલી જગ્યાઓ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો OJAS પરથી ફોર્મ ભરી શકશે અને તેને લગતી સરળ વિગતો અહીં રજૂ કરવામાં આવી છે. જાણો, રસ ધરાવતા ઉમેદવારો માટે કઈ લાયકાતો જરુરી છે અને પગાર કેટલો આપવામાં આવશે.

ફિમેલ હેલ્થ વર્કરની સીધી ભરતીથી જે જગ્યાઓ ભરવાની છે તેમાં 25 ઉમેદવારોનું નિમણૂક કરવામાં આવશે. આ ભરતીને લગતી જરુરી વિગતો અને ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગતો નીચે જણાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત, મોટા પગાર સહિતની વિગતો

અરજી કરવાની અંતિમ તારીખઃ ફિમેલ હેલ્થ વર્કરની 25 જગ્યો માટે અરજી કરવા માગતા ઉમેદવારોએ 21 ફેબ્રુઆરી 2023 સુધીમાં ફોર્મ ભરી દેવું પડશે.

શૈક્ષણિક લાયકાતઃ આ ભરતી પ્રક્રિયા માટે રસ ધરાવતા ઉમેદવારોએ સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ અથવા બે વર્ષનો એએનએમનો કોર્સ કરેલો હોવો જોઈએ. આ સિવાય ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તે જરુરી છે.

વયમર્યાદાઃ અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોની ઉંમર ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીમાં 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વયમર્યાદામાં મળતી છૂટછાટો માટે મૂળ જાહેરાતનો અભ્યાસ કરવો.

ભરતી પરીક્ષાની ફીઃ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ ફી ભરવાની રહેશે. જેમાં બીન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

પસંદગીની પ્રક્રિયાઃ યોગ્યતા ધરાવનારા ઉમેદવારોની પસંદગી માટે શૈક્ષણિક લાયકાતની ટકાવારીના આધારે લેખિત પરીક્ષા/મૌખિક કસોટી માટે મેરિટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. લેખિત પરીક્ષા/મૌખીક કસોટી માટે કૉલ લેટર ઈસ્યૂ કરવામાં આવશે.

કઈ રીતે ભરશો ફોર્મ


જુનિયર ક્લાર્કના પદ માટે ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી માટે રસ ધરાવનારા ઉમેદાવોરએ https://ojas.gujarat.gov.in/ પર ક્લિક કર્યા બાદ વેબાસાઈટના હોમ પેજ પર દેખાતા Current Advertisement પર ક્લિક કરવાનું રહેશે. આ પછી Select Advertisement by Department પર જઈને BMC (Bhavnagar Municipal Corporation) પર ક્લિક કરવાથી ઉપર પ્રમાણેની તમામ જાહેરાતની વિગતો મેળવી શકાશે.


નોંધઃ ભરતી પ્રક્રિયા તથા લાયકતાને લગતી છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે મૂળ જાહેરાતનો અભ્યાસ કરવો જરુરી છે.

ભાવનગર મહાનગરપાલિકામાં ફિમેલ હેલ્થ વર્કર સહિત આ પદો પર પણ ભરતી કરવામાં આવી રહી છે.

1. આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર - 1
2. સેનેટરી સબ ઇન્સ્પેકટર - 10
3. જુનિયર કલાર્ક - 36
4. આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ- 3
5. ફાયરમેન - 5
6. જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ - 16
7. જુનીયર ઓપરેટર - 7
8. ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) - 7
9. તબીબી અધિકારી - 4
10. ગાયનેકોલોજીસ્ટ - 3
11. પીડીયાટ્રીશ્યન - 3
12. સ્ટાફ નર્સ - 7
13. ફાર્માસીસ્ટ - 3
14. લેબોરેટરી ટેકનીશ્યન - 8
15. ફિમેલ હેલ્થ વર્કર -25
16. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર - 5
17. હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર - 2
18. હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એંજીનીયર - 1
19. સ્ટેશન ફાયર ઓફિસર - 1
20. સીનીયર ફાયરમેન - 2
First published:

Tags: Career and Jobs, Government jobs, Sarkari job, ભરતી, સરકારી નોકરી

विज्ञापन