Home /News /career /

Oil India Recruitment : ઓઈલ ઈન્ડિયામાં 80,000 પગાર સુધીની નોકરી, અહીંથી કરો અરજી

Oil India Recruitment : ઓઈલ ઈન્ડિયામાં 80,000 પગાર સુધીની નોકરી, અહીંથી કરો અરજી

Oil India Recruitment 2022 : ઓઈલ ઈન્ડિયાની 55 જગ્યા માટે અરજી કરવાની અંતિમ તક

oil India recruitment 2022 : સરકારી નોકરી (Sarkari Naukri)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે ઓઇલ ઈન્ડિયા (Oil india)ની ભરતીમાં અરજી કરવાનો અંતિમ તક, 15મી માર્ચ અંતિમ તારીખ, અહીં આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

    Oil India Recruitment 2022 : ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં મેનેજર, સુપ્રિન્ટેન્ડીંગની જગ્યા પર ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે. ઇજનેર, અધિક્ષક મેડિકલ અધિકારી, સિનિયર સિક્યોરિટી ઓફિસર, સિનિયર ઓફિસર અને અન્ય પદ માટે ભરતીની જાહેરાત થઈ છે. જેથી ઈચ્છુક ઉમેદવારો 15 માર્ચ, 2022 સુધી નિર્ધારિત ફોર્મેટ દ્વારા ઉપરોક્ત પોસ્ટ પર અરજી કરી શકે છે. આ ભરતી (Oil India Recruitment 2022)ના ઉમેદવારો માટે પાત્રતા, લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડો અને અન્ય જાણકારી અહિં આપવામાં આવી છે.

    આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 15-3-2022 છે. ઉમદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.

    Oil India Recruitment 2022 ખાલી જગ્યા 

    મેનેજર (ERP-HR) - 1 પોસ્ટ, અધિક્ષક ઈજનેર (પર્યાવરણ) - 2 જગ્યાઓ,  સિનિયર ઓફિસર (ઇન્સ્ટ્રુમેન્ટેશન) - 6 જગ્યાઓ,  સુપ્રિન્ટેન્ડિંગ મેડિકલ ઓફિસર (રેડિયોલોજી) - 1 પોસ્ટ,  સુપ્રિન્ટેન્ડિંગ મેડિકલ ઓફિસર (બાળ ચિકિત્સા)- 1 પોસ્ટ,  સિનિયર મેડિકલ ઓફિસર - 1 પોસ્ટ, સિનિયર સિક્યોરિટી ઓફિસર - 1 પોસ્ટ,  સિનિયર ઓફિસર (સિવિલ) - 2 જગ્યાઓ,  સિનિયર ઓફિસર (ઇલેક્ટ્રિકલ) - 8 જગ્યાઓ સિનિયર ઓફિસર (મિકેનિકલ) - 20 જગ્યાઓ, સિનિયર ઓફિસર (પબ્લિક અફૈર્સ) - 4 જગ્યાઓ,  સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર / સિનિયર ઈન્ટરનલ ઓડિટર - 5 જગ્યાઓ,  સિનિયર ઓફિસર (HR) - 3 જગ્યાઓ

    Oil India Recruitment 2022 ભરતી લાયકાત માપદંડ

    શૈક્ષણિક લાયકાત :
    • મેનેજર (ERP-HR) - કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 4 વર્ષની એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી. આ સાથે ઓછામાં ઓછા 65 ટકા ગુણ જરૂરી છે.

    • Superintending Engineer (Environment) – ન્યૂનતમ 65% ગુણ સાથે ઓછામાં ઓછા 4 વર્ષની એનવાયરમેન્ટ ઈજનેરીમાં સ્નાતકની ડિગ્રી અથવા એન્જિનિયરિંગની કોઈપણ શાખામાં ઓછામાં ઓછા 4 વર્ષની સ્નાતકની ડિગ્રી સાથે ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળાની એનવાયરમેન્ટ ઈજનેરીમાં માસ્ટર ડિગ્રી સાથે ઓછામાં ઓછા 60% માર્ક્સ અથવા બે વર્ષના એનવાયરમેન્ટ વિજ્ઞાનમાં 60% ગુણ સાથે માસ્ટર ડિગ્રી
    • Senior Officer (Instrumentation) - લઘુત્તમ 65% ગુણ સાથે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં લઘુત્તમ 4 વર્ષના સમયગાળાની સ્નાતકની ડિગ્રી.

    આ પણ વાંચો : MMRCL Recruitment: મેટ્રો રેલ માટે બમ્પર ભરતી બહાર પડી, 2 લાખ સુધી મળી રહ્યો છે પગાર

    Oil India Recruitment 2022  નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા55
    શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાટેસ્ટ અને ગ્રુપ ટાસ્ક દ્વારા
    અરજી ફીજનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા અન્ય કેટેગરી માટે નિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ15-3-2022
    ભરતીની જાહેરતા જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    • Superintending Medical Officer (Radiology) - મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજ/યુનિવર્સિટીમાંથી MD (રેડિયો ડાયગ્નોસિસ) કોમ્પ્યુટર ટોમોગ્રાફી અને/અથવા એમઆરઆઈના સામાન્ય જ્ઞાન સાથે અને કોમ્પ્યુટરના ઉપયોગથી પરિચિત હોવા જોઈએ.
    • Superintending Medical Officer (Paediatrics) - મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા/ડીએનબી (બાળરોગ) દ્વારા સંચાલિત પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજ/યુનિવર્સિટીમાંથી સુપરિન્ટેન્ડીંગ મેડિકલ ઓફિસર (બાળરોગ)-એમડી (બાળરોગ) / ડીએનબી (બાળરોગ)ની ડિગ્રી
    • Senior Medical Officer - મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજ/યુનિવર્સિટીમાંથી MBBS અને ત્યારબાદનો ઓછામાં ઓછા 02 વર્ષનો અનુભવ
    • Senior Security Officer - યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 3 વર્ષનો સ્નાતકનો અભ્યાસ.
    • Senior Officer (Civil) - ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ન્યૂનતમ 4 વર્ષના ભણતર સાથેની સ્નાતકની ડિગ્રી.
    • Senior Officer (Electrical) - ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ન્યૂનતમ 4 વર્ષની અવધિની સ્નાતકની ડિગ્રી સાથે ઓછામાં ઓછા 65% ગુણ.
    • Senior Officer (Mechanical) - મિકેનિકલ એન્જિનિયરિંગમાં 65% માર્ક્સ સાથે ન્યૂનતમ 4 વર્ષના શિક્ષણની સ્નાતકની ડિગ્રી
    • Senior Officer (Public Affairs) - માસ કોમ્યુનિકેશન / પબ્લિક રિલેશન / સામાજિક કાર્ય / ઓછામાં ઓછા બે વર્ષનું ગ્રામીણ સંચાલન સાથે લઘુત્તમ 60% માર્કસ.
    • Senior Accounts Officer / Senior Internal Auditor - ICAI/ICMAIના સહયોગી સભ્ય
    • Senior Officer (HR) – પર્સનલ મેનેજમેન્ટ/HR/HRD/HRM ની વિશેષતા સાથે ઓછામાં ઓછા 60% ગુણ સાથે 2 વર્ષનો MBA અભ્યાસ

    આ પણ વાંચો : NTPCએ 40 પોસ્ટ પર ભરતી બહાર પાડી, રૂ. 1,40,000 સુધીનો મળશે પગાર

    Oil India Recruitment 2022  કેવી રીતે અરજી કરવી ?

    રસ ધરાવતા ઉમેદવારો 15 માર્ચ 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન(Online Apply) માધ્યમ દ્વારા ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારો વધુ વિગતો માટે નોટિફિકેશન જોઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર