Home /News /career /NTPC recruitment 2022: એક્ઝિક્યુટિવની જગ્યા પર ભરતી, અરજી કરવા માટે આટલું ધ્યાન રાખો

NTPC recruitment 2022: એક્ઝિક્યુટિવની જગ્યા પર ભરતી, અરજી કરવા માટે આટલું ધ્યાન રાખો

NTPCમાં નોકરી

NTPC દ્વારા એક્ઝિક્યુટિવ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો 22 સપ્ટેમ્બર, 2022 સુધીમાં અરજી કરી શકે છે.

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે NTPC દ્વારા એક્ઝિક્યુટિવ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો 22 સપ્ટેમ્બર, 2022 સુધીમાં અરજી કરી શકે છે.

આ હોદ્દા માટે અરજી કરવા ઉમેદવાર પાસે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગની ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્વાયર્મેન્ટલ સાયન્સ/ એન્વાયર્મેન્ટલ ઇજનેરી/ એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

અરજી કરવા જરૂરી અનુભવ


ઉમેદવાર પાસે ઇન્ડસ્ટ્રી અથવા કન્સલ્ટિંગનો કુલ 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ, જેમાંથી ઓછામાં ઓછું એક વર્ષ નીચે જણાવેલા ક્ષેત્રોમાંથી એક અથવા વધુ વિસ્તારોમાં એક્સપોઝર જરૂરી છે.

- કાર્બન માર્કેટ, માર્કેટ આધારિત કાર્બન ફાઇનાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેમાં કાર્બન ક્રેડિટ્સ, કાર્બન ટેક્સ અને ઉત્સર્જન ટ્રેડિંગ સ્કીમનો સમાવેશ થાય છે.

- ઇએસજી અને ઇમ્પેક્ટ ઇન્વેસ્ટિંગ, ક્લાઇમેટ ફાઇનાન્સ સ્ટ્રેટેજી, ક્લાઈમેટ સાથે સંકળાયેલા રોકાણોનું મૂલ્યાંકન અને માળખું, સાતત્યપૂર્ણ રોકાણ માટે જાહેર અને ખાનગી મૂડીને ચેનલિંગ, ઊર્જા ક્ષેત્રોમાં ઓછા કાર્બન અને આબોહવાને અનુકૂળ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડવું.

- કાર્બન ન્યુટ્રલીટી, આબોહવામાં ફેરફાર અને ટકાઉપણું, ઊર્જા માટે ડિકાર્બનાઇઝેશન સ્ટ્રેટેજી વિકસાવવી

અરજી કરવા માટે વયમર્યાદા


આ નોકરી માટે અરજી કરવાની ઉપલી વયમર્યાદા 50 વર્ષ છે. પ્રારંભિક નિમણૂક 3 વર્ષના સમયગાળા માટે હશે અને કામગીરી અને જરૂરિયાત મુજબ વધુ વધારી શકાય છે.

પસંદગી પ્રક્રિયા


ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે તેમના અનુભવ પ્રોફાઇલના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી?


રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ careers.ntpc.co.in અથવા www.ntpc.co.in ખાતે careers વિભાગની મુલાકાત લેવાનું રહેશે. જરૂર પડ્યે લોગઇન કરવું પડશે. અન્ય કોઈ મોડ થકી અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારો પાસે માન્ય ઇમેઇલ આઈડી હોવું જરૂરી છે. NTPC ઉમેદવારોને મોકલેલા કોઈપણ ઇમેઇલને બાઉન્સ બેક કરવા માટે જવાબદાર રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ ભરતીમાં અરજી માટે કોઈ ફી નથી.

ઓનલાઇન અરજી કર્યા પછી ઉમેદવારે સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવેલી રજિસ્ટ્રેશન સ્લિપને યુનિક રજિસ્ટ્રેશન નંબર સાથે ડાઉનલોડ કરવાની રહેશે. આ રજિસ્ટ્રેશન સ્લિપની નકલ ભવિષ્યના સંદર્ભ માટે જાળવી શકાય છે.

યાદ રાખો કે, આ નોકરી માટે પોસ્ટ દ્વારા કોઈ દસ્તાવેજ મોકલવાની જરૂર નથી. આ પદ માટે અરજી કરતી વખતે પાત્ર ઉમેદવારો જાહેરાતનું સંપૂર્ણ લખાણ વાંચે અને ત્યાં આપવામાં આવેલી તમામ શરતો પર સંમત થાય તે ફરજિયાત છે.
First published:

Tags: Career News, Jobs and Career, Sarkari Naukri

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन