Home /News /career /

NTPC Recruitment : NTPCમાં રૂ. 90,000 પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

NTPC Recruitment : NTPCમાં રૂ. 90,000 પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

NTPC Recruitment 2022 : એનટીપીસીમાં 55 જગ્યા માટે ભરતી, અહીંથી નોટિફીકેશન વાંતી અને કરો સીધી અરજી, અરજી કરવાની અંતિમ તક

NTPC Recruitment 2022 : નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC)માં નોકરીની સુવર્ણ તક, 55 જગ્યાઓની ભરતી માટે આજે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક, ઉમેદવારો અહીયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    NTPC Recruitment 2022: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (National Thermal Power Corporation Limited) એટલે કે, NTPCમાં સરકારી નોકરીની તકો (Job opportunity in Government)ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના જાહેર સાહસ પૈકીની NTPC લિમિટેડ દ્વારા કમ્બાઈન્ડ સાયકલ પાવર પ્લાન્ટ (Combined Cycle Power Plant – O&M) અને પાવર ટ્રેડિંગ વિભાગોમાં એક્ઝિક્યુટિવના પદ માટે ભરતી (NTPC Executive Recruitment) માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આજે આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારો આજથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ નોકરી માટે કુલ 55 જગ્યા પર ભરતી છે જેમાં પસંદ થનારા ઉમેદવારોને 90,000 રૂપિયા પગાર આપવામાં આવશે.

    NTPC લિમિટેડે પાવર ટ્રેડિંગ વિભાગો અને કમ્બાઈન્ડ સાયકલ પાવર પ્લાન્ટ્સમાં એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.  અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ ntpc.co.inની મુલાકાત લેવી પડશે. ત્યાં અરજી ફોર્મ ભરવું પડશે અને તેને સબમિટ કરવું પડશે. આજે આ નોકરી માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ છે, ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    NTPC Recruitment 2022 ખાલી જગ્યા

    કંપની દ્વારા કુલ 55 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં એક્ઝિક્યુટિવ (કમ્બાઇન્ડ સાઇકલ પાવર પ્લાન્ટ – ઓએન્ડએમ)ની 50, એક્ઝિક્યુટિવ (ઓપરેશન્સ પાવર ટ્રેડિંગ)ની 4 પોસ્ટ અને એક્ઝિક્યુટિવ (બિઝનેસ ડેવલપમેન્ટ પાવર ટ્રેડિંગ)ની 1 પોસ્ટ સામેલ છે.

    આ પણ વાંચો : Railway Recruitment : રેલવેમાં 2972 જગ્યા માટે ભરતી, 10 પાસ માટે પણ તક, અહીંથી કરો અરજી

    NTPC Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

    આ નોકરી માટે વિવિધ વિષયોમાં એન્જિનિયરીંગ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. અરજી કરતા પહેલાં નોટિફીકેશન ખાસ વાંચવુ

    એક્ઝિક્યુટિવ (પાવર ટ્રેડિંગ) પોસ્ટ્સ માટે ઓછામાં ઓછા 3 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ અને એક્ઝિક્યુટિવ (CCPP) પોસ્ટ્સ માટે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    NTPC Recruitment 2022 નોકરી માટે લાયકાતના માપદંડ

    આ નોકરી માટે ઉમેદવારોએ સંબંધિત ફિલ્ડમાં ઓછામાં ઓછા 2 વર્ષના અનુભવ સાથે બેચલર ડિગ્રી પૂર્ણ કરી હોવી આવશ્યક છે

    નોકરીની ટૂંકી વિગતો



























    જગ્યા55
    શૈક્ષણિક લાયકાતવિવિધ ખાલી જગ્યાના વિષયમાં એન્જિનિયરીંગ અને સંલગ્ન અનુભવ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ અને અન્ય મેથડના આધારે
    અરજી ફી300 રૂપિયા
    જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    NTPC Recruitment 2022 પગારધોરણ અને વયમર્યાદા

    આ માહિતી માટે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડની સત્તાવાર નોટિફિકેશન તપાસો.

    આ પણ વાંચો :  Ministry of Labor and Employment Recruitment: 112 યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યાઓ પર ભરતી, મળશે રૂ. 50,000 સુધીનો પગાર

    NTPC Recruitment 2022 કઈ રીતે કરવી અરજી?

    રસ ધરાવતા લાયક ઉમેદવારોએ યોગ્યતાના માપદંડો, લાયકાત, અનુભવની જરૂરિયાતો, ઉપલી વયમર્યાદા, જોડાણનો સમયગાળો, માસિક પગાર, અન્ય નિયમો અને શરતો સહિતના વિગતવાર લખાણ વાંચવા અને અરજી કરવા માટે www.ntpc.co.inના કરિયર સેક્શન અથવા https://careers.ntpc.co.in/ વેબસાઇટ પર લોગ ઇન કરવું જોઈએ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર