NTPC Recruitment : NTPCમાં 55 જગ્યા માટે ભરતી, 90,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
NTPC Recruitment : NTPCમાં 55 જગ્યા માટે ભરતી, 90,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
NTPC Recruitment 2022 : એનટીપીસીમાં 55 જગ્યા માટે ભરતી, અહીંથી નોટિફીકેશન વાંતી અને કરો સીધી અરજી
NTPC Recruitment : નેશનલ થર્મલ પાવર કોર્પેોરેશન (NTPC) દ્વારા કમ્બાઈન્ડ સાયકલ પાવર પ્લાન્ટ (Combined Cycle Power Plant – O&M) અને પાવર ટ્રેડિંગ વિભાગમાં 55 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
NTPC Recruitment : નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (National Thermal Power Corporation Limited) એટલે કે, NTPCમાં સરકારી નોકરીની તકો (Job opportunity in Government)ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના જાહેર સાહસ પૈકીની NTPC લિમિટેડ દ્વારા કમ્બાઈન્ડ સાયકલ પાવર પ્લાન્ટ (Combined Cycle Power Plant – O&M) અને પાવર ટ્રેડિંગ વિભાગોમાં એક્ઝિક્યુટિવના પદ માટે ભરતી (NTPC Executive Recruitment) માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આજે આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારો આજથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ નોકરી માટે કુલ 55 જગ્યા પર ભરતી છે જેમાં પસંદ થનારા ઉમેદવારોને 90,000 રૂપિયા પગાર આપવામાં આવશે.
NTPC લિમિટેડે પાવર ટ્રેડિંગ વિભાગો અને કમ્બાઈન્ડ સાયકલ પાવર પ્લાન્ટ્સમાં એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 8 એપ્રિલ, 2022 સુધી ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ ntpc.co.inની મુલાકાત લેવી પડશે. ત્યાં અરજી ફોર્મ ભરવું પડશે અને તેને સબમિટ કરવું પડશે.
NTPC Recruitment કેટલી જગ્યા પર થશે ભરતી?
કંપની દ્વારા કુલ 55 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં એક્ઝિક્યુટિવ (કમ્બાઇન્ડ સાઇકલ પાવર પ્લાન્ટ – ઓએન્ડએમ)ની 50, એક્ઝિક્યુટિવ (ઓપરેશન્સ પાવર ટ્રેડિંગ)ની 4 પોસ્ટ અને એક્ઝિક્યુટિવ (બિઝનેસ ડેવલપમેન્ટ પાવર ટ્રેડિંગ)ની 1 પોસ્ટ સામેલ છે.
NTPC Recruitment શૈક્ષણિક લાયકાત
આ નોકરી માટે વિવિધ વિષયોમાં એન્જિનિયરીંગ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. અરજી કરતા પહેલાં નોટિફીકેશન ખાસ વાંચવુ
એક્ઝિક્યુટિવ (પાવર ટ્રેડિંગ) પોસ્ટ્સ માટે ઓછામાં ઓછા 3 વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ અને એક્ઝિક્યુટિવ (CCPP) પોસ્ટ્સ માટે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
રસ ધરાવતા લાયક ઉમેદવારોએ યોગ્યતાના માપદંડો, લાયકાત, અનુભવની જરૂરિયાતો, ઉપલી વયમર્યાદા, જોડાણનો સમયગાળો, માસિક પગાર, અન્ય નિયમો અને શરતો સહિતના વિગતવાર લખાણ વાંચવા અને અરજી કરવા માટે www.ntpc.co.inના કરિયર સેક્શન અથવા https://careers.ntpc.co.in/ વેબસાઇટ પર લોગ ઇન કરવું જોઈએ.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર