NTPC Recruitment 2022 : એનટીપીસીમાં 15 જગ્યા માટે ભરતી, અહીંથી નોટિફીકેશન વાંતી અને કરો સીધી અરજી, અરજી કરવાની અંતિમ તક
NTPC Recruitment 2022 : નેશનલ થર્મલ પારવર કોર્પોરેશન (NTPC) દ્વારા 15 એક્ઝિક્યુટીવ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી ઓનલાઈન અરજી કરી શકે છે.
NTPC Recruitment 2022: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (National Thermal Power Corporation Limited (NTPC) દ્વારા વિવિધ ખાલી પડેલા પદો પર ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે એક નોટિફિકેશન બહાર પાવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર એક્ઝિક્યુટિવ ઈન સોલાર પીવી, ડેટા એનાલિસ્ટ, લેન્ડ એક્વિઝિશન/ રિહેબિલિટેશન અને રિસેટલમેન્ટ માટેના પદો પર ભરતી હાથ ધરવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ખાલી પદો પર 13 મે, 2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી શકે છે.
આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી માહિતા આધારે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટે જરૂરી સૂચનાઓ જાહેરાતમાં આપવામાં આવેલી છે. ઉમેદવારો જાહેરાત વાંચી અને શૈક્ષણિક લાયકાત અને ધારાધોરણના આધારે અરજી કરી શકે છે.
અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા નિશ્ચિત કર્યા પ્રમાણેની રહેશે. સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે.
NTPC Executive Recruitment 2022 -આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 29 એપ્રિલથી 13 મે, 2022 સુધી આ ખાલી પડેલા પદે પર અરજી કરી શકે છે. પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ ફરજીયાત ઓનલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે, અન્ય કોઈ પ્રકારે કરવામાં આવેલી અથવા સમયમર્યાદા બાદ કરવામાં આવેલી અરજી માન્ય ગણવામાં આવશે નહી. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ તમામ જરૂરી વિગતો સાથે અરજી સબમીટ કરવાની રહેશે. ભવિષ્ય માટે અરજી ફોર્મની પ્રિન્ટ પણ લઈ શકાશે.