Home /News /career /NTPC Recruitment 2022: NTPCમાં એક્ઝિક્યુટીવની જગ્યાઓ માટે ભરતી, અહીંથી કરો અરજી

NTPC Recruitment 2022: NTPCમાં એક્ઝિક્યુટીવની જગ્યાઓ માટે ભરતી, અહીંથી કરો અરજી

NTPCમાં નોકરી

NTPC Recruitment 2022 : નેશનલ થર્મલ પારવર કોર્પોરેશન (NTPC) દ્વારા 15 એક્ઝિક્યુટીવની જગ્યા માટે નોટિફીકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.

    NTPC Recruitment 2022: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (National Thermal Power Corporation Limited (NTPC) દ્વારા વિવિધ ખાલી પડેલા પદો પર ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે એક નોટિફિકેશન બહાર પાવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર એક્ઝિક્યુટિવ ઈન સોલાર પીવી, ડેટા એનાલિસ્ટ, લેન્ડ એક્વિઝિશન/ રિહેબિલિટેશન અને રિસેટલમેન્ટ માટેના પદો પર ભરતી હાથ ધરવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ખાલી પદો પર 13 મે, 2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી શકે છે. જણાવી દઈએ કે હાલ આ ભરતી અંગે માહિતી આપવા માટે NTPC તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જો કે આ પદો પર ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 એપ્રિલ, 2022થી શરૂ કરવામાં આવશે. અરજી કરવા માંગતા ઉમેદવારો આ આર્ટિકલમાંથી તમામ જરૂરી માહિતી મેળવી શકશે.



    NTPC Executive Recruitment 2022: ખાલી પડેલા પદો વિશે વિગતો

    એક્ઝિક્યુટિવ (સોલર પીવી)- 05 પદો, એક્ઝિક્યુટિવ (ડેટા એનાલિસ્ટ)- 01 પદો, એક્ઝિક્યુટિવ (LA/ R & R)- 09 પદો

    કુલ ખાલી પડેલા પદો- 15

    NTPC Executive Recruitment 2022: લાયકાતના ધારાધોરણ

    એક્ઝિક્યુટિવ (સોલર પીવી)- કોઈ પણ વિષયમાં B.E./B.Techની ડિગ્રી.

    એક્ઝિક્યુટિવ (ડેટા એનાલિસ્ટ)- CS/IT/ECE માં B.E./B.Tech./M.Tech અથવા ડેટા સાઈન્ટિસ્ટ/ બિઝનેસ એનાલિટિક્સ/ ડેટા એનાલિટિક્સમાં MCA/PG ડિગ્રી અથવા ડિપ્લોમા

    એક્ઝિક્યુટિવ (LA/ R & R) - રૂરલ મેનેજમેન્ટ/ રૂરલ ડેવપમેન્ટમાં પીજી ડિગ્રી/ પીજી ડિપ્લોમા/ પીજી પ્રોગ્રામ અથવા રૂરલ મેનેજમેન્ટમાં એમબીએ અથવા MSW

    આ પણ વાંચો : ONGC Recruitment 2022: ONGCમાં સલાહકારની જગ્યાઓ માટે ભરતી, અહીંથી કરો અરજી

    નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા15
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાનોટિફીકેશનમાં જણાવ્યા મુજબ
    અરજી ફીનોટિફીકેશન જાહેર થયા બાદ જાણી શકાશે
    અરજી કરવાની અંતિમ તારીખ13-5-2022
    ભરતીની જાહેરાત29 એપ્રિલે બહાર પડશે
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    NTPC Executive Recruitment 2022 - વય મર્યાદા

    અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા નિશ્ચિત કર્યા પ્રમાણેની રહેશે. સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે.

    NTPC Executive Recruitment 2022 -આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 29 એપ્રિલથી 13 મે, 2022 સુધી આ ખાલી પડેલા પદે પર અરજી કરી શકે છે. પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ ફરજીયાત ઓનલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે, અન્ય કોઈ પ્રકારે કરવામાં આવેલી અથવા સમયમર્યાદા બાદ કરવામાં આવેલી અરજી માન્ય ગણવામાં આવશે નહી. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ તમામ જરૂરી વિગતો સાથે અરજી સબમીટ કરવાની રહેશે. ભવિષ્ય માટે અરજી ફોર્મની પ્રિન્ટ પણ લઈ શકાશે.

    આ પણ વાંચો : BARC Recruitment 2022: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    NTPC Executive Recruitment 2022: મહત્વની તારીખ

    ઓનલાઈન અરજી કરવાની પ્રારંભિક તારીખ: 29 એપ્રિલ, 2022
    ઓનલાઈન અરજી કરવાની અતિંમ તારીખ: 13 મે, 2022
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन