Home /News /career /NTA થોડા દિવસોમાં જ જાહેર કરશે JEE Main, NEET, CUCET પરીક્ષાની તારીખો, જાણો શું હશે અંદાજિત સમયપત્રક

NTA થોડા દિવસોમાં જ જાહેર કરશે JEE Main, NEET, CUCET પરીક્ષાની તારીખો, જાણો શું હશે અંદાજિત સમયપત્રક

NTA થોડા દિવસોમાં જ જાહેર કરશે JEE Main

JEE Main NEET CUCET Exam Dates 2022-23: બે વર્ષના લાંબા વિલંબ પછી NTA પરીક્ષાઓને તેમના મૂળ શેડ્યૂલ પર પાછી લાવી રહ્યું છે અને હવે પેહલાની જેમ સમયસર પરીક્ષાઓ યોજવાનું આયોજન છે. NTA દ્વારા આયોજિત પરીક્ષાઓનું અંદાજિત સમયપત્રક અહીં છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ડિસેમ્બરમાં 2023 માટે એકેડમીક કેલેન્ડર બહાર પાડશે. JEE Main,NEET, CUCET પરીક્ષાઓની કામચલાઉ તારીખો તેમજ કેલેન્ડર સાથે NTA નોટિફિકેશન રિલીઝની તારીખો પણ જાહેર કરશે. લગભગ તમામ મોટી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ NTA દ્વારા લેવામાં આવે છે.

    બે વર્ષના લાંબા વિલંબ પછી NTA પરીક્ષાઓને તેમના મૂળ શેડ્યૂલ પર પાછી લાવી રહ્યું છે અને હવે પેહલાની જેમ સમયસર પરીક્ષાઓ યોજવાનું આયોજન છે. NTA દ્વારા આયોજિત પરીક્ષાઓનું અંદાજિત સમયપત્રક અહીં છે.

    JEE Main 2023: એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટેનું નોટિફિકેશન નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં બહાર પાડવામાં આવશે. જેની સાથે રજીસ્ટ્રેશન અને અરજીના ફોર્મ jeemain.nta.nic.in પર ઉપલબ્ધ કરવામાં આવશે. JEE MAIN 2023 પ્રથમ પરીક્ષા જાન્યુઆરીમાં અને બીજી એપ્રિલમાં યોજાશે. બીજા સત્ર માટે અરજી ફોર્મ માર્ચ સુધીમાં બહાર પાડવામાં આવશે.

    આ પણ વાંચો:  જલ્દી કરો! ધો 8 પાસ માટે સરકારી ભરતીની આવતી કાલે છેલ્લી તારીખ, જામનગર કસ્ટમ વિભાગમાં વિવિધ ખાલી જગ્યાઓ

    NEET 2023: મેડિકલ એન્ટ્રન્સ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2023 માટેનું નોટિફિકેશન માર્ચમાં બહાર પાડવામાં આવશે અને પરીક્ષા મે 2023ના પહેલા રવિવારે લેવામાં આવશે. નોટિફિકેશનની સાથે અરજી અને રજીસ્ટ્રેશન ફોર્મ્સ neet.nta.nic.in પર જાહેર કરવામાં આવશે.

    CUET 2023: બોર્ડની પરીક્ષા પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી લેવામાં આવશે અને માર્ચ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કોલેજોમાં પ્રવેશ માટેની CUETએ પછી યોજાશે. યુજીસીના અધ્યક્ષે કહ્યું હતું કે CUET વર્ષમાં બે વાર યોજવામાં આવી શકે છે. જો કે, આ વર્ષે પરીક્ષા લેવામાં થયેલા ગોટાળા પછી પરીક્ષાની તારીખો હજી બહાર આવી નથી.

    UGC NET: પરીક્ષા UGC દ્વારા લેવામાં આવતી હતી અને હવે NTA દ્વારા લેવામાં આવે છે. પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. જો કે, મહામારી ને કારણે નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ મર્જ કરીને લેવામાં આવી રહી છે.

    આ પણ વાંચો:  IBPS SO Recruitment 2022: દેશભરની સરકારી બેન્કોમાં અધિકારીના પદ પર ભરતી, 700થી વધુ નોકરીઓ માટે કરો અરજી

    આ વર્ષે પણ ડિસેમ્બર 2021 અને જૂન 2022 પરીક્ષા સત્રો મર્જ કરવામાં આવ્યા હતા. NTA ધીમે ધીમે તમામ પરીક્ષાઓને તેમના મૂળ સમયપત્રકમાં પાછી લાવી રહ્યું હોવાથી, NET પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. જો કે, પરીક્ષાની તારીખો હજુ સુધી જાણી શકાય નથી.
    First published:

    Tags: Jobs and Career, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन