Home /News /career /

NPCIL Recruitment : NPCILમાં રૂ. 55,000 પગારની નોકરી, 225 જગ્યા માટે અહીંથી કરો અરજી

NPCIL Recruitment : NPCILમાં રૂ. 55,000 પગારની નોકરી, 225 જગ્યા માટે અહીંથી કરો અરજી

NPCIL Recruitment : એનપીસીઆઈએલમાં 225 જગ્યા પર ભરતી, અહીંયા આપવામા આવેલી લિંક પરથી 28-4-2022 સુધી કરો અરજી

NPCIL Recruitment 2022 : ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCIL)માં 225 જગ્યાની ભરતીનુ નોટિફીકેશન બહાર પડ્યું હતું. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 28-4-2022 છે.

    NPCIL Recruitment 2022 નોકરી (Jobs)ની શોધ કરી રહેલો એન્જીનીયર ઉમેદવારો ( Jobs for Engineer Candidates) માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. NPCIL દ્વારા ઇજનેરો માટે ભરતી 2022ની (NPCIL Recruitment 2022) જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 225 નવી એક્ઝિક્યુટિવ તાલીમાર્થી (executive trainee vacancies) ખાલી જગ્યાઓ માટે પસંદગી કરવામાં આવનાર છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 28-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવા્માં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. નીચે ટેબલમાં આપવામાં આવેલી અરજી કરવાની લિંક અને જાહેરાતનું નોટિફીકેશન વાંચી અને અરજી કરવાની રહેશે.

    આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી તેમના ગેટ (GATE) 2020, 2021 અને 2022 સ્કોર્સ દ્વારા કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોએ એક વર્ષની ઓરિએન્ટેશન તાલીમ લેવાની રહેશે. એનપીસીઆઈએલ (NPCIL)માં સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ થયા પછી અને ત્યારબાદ એનપીસીઆઈએલમાં સર્વિસ દરમિયાન એક્ઝિક્યુટિવ તાલીમાર્થીઓને ઓર્ગેનાઇઝેશનની જરૂરિયાતને આધારે ભારત કે વિદેશમાં કોઈ પણ સ્થળે કોઈ પણ સંસ્થામાં પોસ્ટ કરી શકાય છે. પસંદગી પામેલા લોકોને માસિક 55,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.

    NPCIL Recruitment 2022  શૈક્ષણિક લાયકાત

    એનપીસીઆઈએલની તાજેતરની ભરતી નોટિફિકેશનમાં જણાવયા અનુસાર, 225 નવી જગ્યાઓ છે, જેના માટે એન્જિનીયરિંગમાં બીઈ, બીટેક અથવા બીએસસી ધરાવતા ઉમેદવારો 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ M.Tech સાથે નીચેની 6 એન્જિનીયરિંગ શાખાઓમાંથી કોઈપણમાં ઓછામાં ઓછા 60% ગુણ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે

    આ પણ વાંચો :  BOI Recruitment 2022: બેન્ક ઓફ ઈન્ડિયામાં ઓફિર્સની 696 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

    NPCIL Recruitment 2022  ખાલી જગ્યા 

    મેકેનિકલ એન્જીનીયરીંગ – 87 પોસ્ટ, કેમિકલ એન્જીનીયરીંગ – 49 પોસ્ટ, ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ – 31 પોસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ એન્જીનીયરીંગ – 13 પોસ્ટ. ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્જીનીયરીંગ – 12 પોસ્ટ, સિવિલ એન્જીનીયરિંગ – 33 પોસ્ટ

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા225
    શૈક્ષણિક લાયકાતએન્જિનિયરીંગ- ગેટ 2022
    પસંદગી પ્રક્રિયાગેટ 2022ના સ્કોરના આધારે
    અરજી ફીજનરલ, ઈડબલ્યૂએસ અને ઓબીસી માટે 500 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ28-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    NPCIL Recruitment 2022  અરજી કરવાની લાયકાત

    મિકેનિકલ એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિં, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ., ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કન્ટ્રોલ એન્જિનિયરિંગ., ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ.

    NPCIL Recruitment 2022  અરજી કરવાની પદ્ધતિ

    રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો એનપીસીઆઈએલની સત્તાવાર વેબસાઇટ પર 13 થી 24 એપ્રિલ 2022 સુધી ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે.

    આ પણ વાંચો :  GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 3137 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી
     NPCIL Recruitment 2022   અરજી ફી?

    જનરલ, ઇડબલ્યુએસ અથવા ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારોએ જ વેબસાઇટ પર આપવામાં આવેલી સ્ટેટ બેંક કલેક્ટ લિંકનો ઉપયોગ કરીને લાગુ બેંક ચાર્જિસ સાથે 500 રૂપિયાની નોન-રિફંડેબલ અરજી ફી માટે ચુકવણી કરવાની રહેશે. ફીની ચુકવણીની ચકાસણી પછી જ, ઓનલાઇન અરજી ફોર્મ જોઈ અથવા પ્રિન્ટ કરી શકાય છે. જેઓ અરજી કરવા માંગતા હોય તેઓને વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વિગતવાર પસાર કરવાની સલાહ આપવામાં આવે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર