NPCIL Recruitment 2022 : NPCILમાં 225 જગ્યા પર ભરતી, 55,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
NPCIL Recruitment 2022 : NPCILમાં 225 જગ્યા પર ભરતી, 55,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
NPCIL Recruitment : એનપીસીઆઈએલમાં 225 જગ્યા પર ભરતી, અહીંયા આપવામા આવેલી લિંક પરથી કરો અરજી
NPCIL Recruitment 2022 : ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCIL) દ્વારા ગેટ 2022 (GATE 2022)ના સ્કોરથી 225 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
NPCIL Recruitment 2022 નોકરી (Jobs)ની શોધ કરી રહેલો એન્જીનીયર ઉમેદવારો ( Jobs for Engineer Candidates) માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. NPCIL દ્વારા ઇજનેરો માટે ભરતી 2022ની (NPCIL Recruitment 2022) જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 225 નવી એક્ઝિક્યુટિવ તાલીમાર્થી (executive trainee vacancies) ખાલી જગ્યાઓ માટે પસંદગી કરવામાં આવનાર છે.
આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી તેમના ગેટ (GATE) 2020, 2021 અને 2022 સ્કોર્સ દ્વારા કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોએ એક વર્ષની ઓરિએન્ટેશન તાલીમ લેવાની રહેશે. એનપીસીઆઈએલ (NPCIL)માં સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ થયા પછી અને ત્યારબાદ એનપીસીઆઈએલમાં સર્વિસ દરમિયાન એક્ઝિક્યુટિવ તાલીમાર્થીઓને ઓર્ગેનાઇઝેશનની જરૂરિયાતને આધારે ભારત કે વિદેશમાં કોઈ પણ સ્થળે કોઈ પણ સંસ્થામાં પોસ્ટ કરી શકાય છે. પસંદગી પામેલા લોકોને માસિક 55,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.
NPCIL Recruitment 2022 કોણ કરી શકે છે અરજી?
એનપીસીઆઈએલની તાજેતરની ભરતી નોટિફિકેશનમાં જણાવયા અનુસાર, 225 નવી જગ્યાઓ છે, જેના માટે એન્જિનીયરિંગમાં બીઈ, બીટેક અથવા બીએસસી ધરાવતા ઉમેદવારો 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ M.Tech સાથે નીચેની 6 એન્જિનીયરિંગ શાખાઓમાંથી કોઈપણમાં ઓછામાં ઓછા 60% ગુણ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે –
જનરલ, ઇડબલ્યુએસ અથવા ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારોએ જ વેબસાઇટ પર આપવામાં આવેલી સ્ટેટ બેંક કલેક્ટ લિંકનો ઉપયોગ કરીને લાગુ બેંક ચાર્જિસ સાથે 500 રૂપિયાની નોન-રિફંડેબલ અરજી ફી માટે ચુકવણી કરવાની રહેશે. ફીની ચુકવણીની ચકાસણી પછી જ, ઓનલાઇન અરજી ફોર્મ જોઈ અથવા પ્રિન્ટ કરી શકાય છે. જેઓ અરજી કરવા માંગતા હોય તેઓને વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વિગતવાર પસાર કરવાની સલાહ આપવામાં આવે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર