Home /News /career /

NPCIL Recruitment 2022: ગુજરાત સાઈટ માટે 177 ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, જાણો પગાર સહિતની વિગતો

NPCIL Recruitment 2022: ગુજરાત સાઈટ માટે 177 ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, જાણો પગાર સહિતની વિગતો

NPCILમાં ભરતી

NPCIL Recruitment 2022: નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (National Power Corporation of India Limited) એટલે કે NPCIL દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસની 177 જગ્યાઓ પર ભરતી (Recruitment) પ્રક્રિયા શરૂ થઈ છે.

    Jobs and Career: નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (National Power Corporation of India Limited) એટલે કે NPCIL દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસની 177 જગ્યાઓ પર ભરતી (Recruitment) પ્રક્રિયા શરૂ થઈ છે. ભરતી કરવા માટે ઉમેદવારો પાસે અરજી (Application)ઓ મંગાવવામાં આવી છે. આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ NPCILની કાકરાપાર, ગુજરાત સાઈટ માટે થશે.

    ભરતી માટે મહત્વની તારીખો

    NPCIL દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી પ્રક્રિયા માટે છેલ્લી તારીખ 15 જુલાઈ નક્કી કરાઈ છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ npcil.nic.in થકી અરજી કરી શકે છે.

    ભરતી અંગે જાણકારી



























    પોસ્ટટ્રેડ એપ્રેન્ટિસ
    ખાલી જગ્યા177
    સ્ટાઈપેન્ડ7700 – 8855/- (દર મહિને)
    યોગ્યતા માપદંડઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ પાસ સર્ટિફિકેટ હોવું આવશ્યક છે
    વયમર્યાદાઅરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 14 વર્ષ અને લઘુત્તમ ઉંમર 24 વર્ષ નક્કી કરાઇ છે
    ક્યાં રજીસ્ટ્રેશન કરવુંરજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

    પોસ્ટ: ટ્રેડ એપ્રેન્ટિસ

    ખાલી જગ્યા: 177

    સ્ટાઈપેન્ડ: 7700 – 8855/- (દર મહિને)

    કેટેગરી મુજબની વિગતો

    UR: 72

    OBC (NCL): 48

    SC: 12

    ST: 27

    EWS: 18

    ટ્રેડ મુજબ વિગતો

    ઇલેક્ટ્રિશિયન: 47

    ફીટર: 47

    ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: 18

    ઇલેક્ટ્રોનિક મિકેનિક: 18

    PSAA/COPA: 10

    વેલ્ડર: 10

    ટર્નર: 10

    મશીનિસ્ટ: 8

    રેફ્રિજરેશન અને એર-કન્ડિશનિંગ મિકેનિકઃ 9

    વેલ્ડર: 7

    કુલ: 177

    યોગ્યતા માપદંડ

    ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ પાસ સર્ટિફિકેટ હોવું આવશ્યક છે.

    આ પણ વાંચોઃ-Sarkari Naukri: ITBPમાં 248 પદો માટે આવી ભરતી, જાણો કેટલો મળશે પગાર અને કઇ રીતે કરવી અરજી

    વયમર્યાદા

    અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 14 વર્ષ અને લઘુત્તમ ઉંમર 24 વર્ષ નક્કી કરાઇ છે.

    વયમાં છૂટછાટ:

    સરકારી નિયમો મુજબ અમુક કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે. કેટેગરી પ્રમાણે વયમાં છૂટછાટ નીચે આપવામાં આવી છે.

    એસસી/એસટી માટે 5 વર્ષ

    ઓબીસી (એનસીએલ) માટે 3 વર્ષ

    પીડબલ્યુડી માટે 10 વર્ષ

    કઈ રીતે કરવી અરજી?

    NPCILની વેબસાઈટ www.npcil.nic.inની મુલાકાત લો.

    એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.

    બધી જરૂરી વિગતો યોગ્ય રીતે ભરો.

    બધા જરૂરી દસ્તાવેજો જોડો.

    હવે ઉમેદવારોએ અરજીને તમામ સ્વ-પ્રમાણિત સંબંધિત દસ્તાવેજો સાથે ડીવાય મેનેજર (એચઆરએમ), એચઆરએમ વિભાગ, એનપીસીઆઈએલ, કાકરાપાર ગુજરાત સાઇટ, અનુમાલા-394651, તા. વ્યારા, જિલ્લો તાપી, ગુજરાત ખાતે 15 જુલાઈ, 2022ના રોજ અથવા તે પહેલાં મોકલવાની રહેશે. જોકે, આ પહેલા ઉમેદવારોએ એપ્રેન્ટિસ પોર્ટલ apprenticeship.gov.in પર નોંધણી કરાવવી જોઈએ.

    આ પણ વાંચોઃ-AAI Recruitment 2022: જુનિયર એક્ઝિક્યુટિવની 400 પોસ્ટ્સ માટે ભરતી, રૂ. 1,40,000 સુધી પગાર

    પસંદગી પ્રક્રિયા

    આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી તેમના આઈટીઆઈ સ્ટાન્ડર્ડ / અભ્યાસક્રમમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. ત્યારબાદ પસંદ કરેલા ઉમેદવારે તાલીમ માટે જાણ કરતી વખતે જિલ્લા પોલીસ સત્તામંડળ પાસેથી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ અને સંબંધિત સંસ્થા પાસેથી કેરેક્ટર/કંડક્ટ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

    એનપીસીઆઈએલ એપ્રેન્ટિસ ભરતીનું જાહેરનામું npcil.nic.in પર જોઈ શકાશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Jobs and Career, Sarkari Naukri, Sarkari Naukri 2022

    આગામી સમાચાર