NPCIL Recruitment : એનપીસીઆઈએલમાં ભરતી, અહીંયા આપવામા આવેલી લિંક પરથી કરો અરજી
NPCIL Recruitment 2022 : ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Nuclear Power Corporation of India Limited)માં ગેટ 2022 (GATE 2022)ના સ્કોરથી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (Nuclear Power Corporation of India Limited), એટલે કે, NPCIL દ્વારા ગેટ 2022 પરિણામોના આધારે એન્જિનિયરિંગમાં એક્ઝિક્યુટિવ ટ્રેઇની (Executive Trainees in Engineering)ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો NPCILની સત્તાવાર વેબસાઈટ્સ npcil.nic.in અને npcilcareers.co.in પર અરજી કરી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, IIT ખડગપુર દ્વારા ગેટ 2022ના પરિણામો (GATE 2022 Results) જાહેર થયા પછી NPCILની ભરતી શરૂ થવાની છે. IIT ખડગપુર (IIT Kharagpur) દ્વારા લેવામાં આવેલી ગેટ 2022ની પરીક્ષા આપનાર ઉમેદવારો આ હોદ્દા પર અરજી કરવા લાયક છે.
કયા ફિલ્ડમાં થઈ શકે અરજી?
ઉમેદવારો મિકેનિકલ એન્જીનીયરીંગ, કેમિકલ એન્જીનીયરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રમાં એન્જિનિયરિંગમાં એક્ઝિક્યુટિવ ટ્રેઇનીની જગ્યા માટે અરજી કરી શકે છે.
શોર્ટલિસ્ટ કઈ રીતે કરાશે?
ઉમેદવારોએ ગેટ 2022ની પરીક્ષા આપી હોવી આવશ્યક છે. આ ભરતી માટે ઉમેદવારોને તેમના ગેટ 2022ના પરિણામોના આધારે શોર્ટલિસ્ટ કરીને જગ્યાઓ ભરવામાં આવશે. સત્તાવાર જાહેરાતમાં જણાવાયું છે કે, રસ ધરાવતા ઉમેદવારો પાસે ઉપર જણાવેલ કોઈપણ ક્ષેત્રમાં યોગ્ય ગેટ 2022 સ્કોર હોવો જોઈએ.
NPCILની ભરતી માટે યોગ્યતાના માપદંડ, ખાલી જગ્યાઓ, વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતો સહિતની વિગતવાર જાહેરાત IIT ખડગપુર દ્વારા ગેટ 2022ના પરિણામો જાહેર થયાના ઓછામાં ઓછા 10 દિવસ પછી બહાર પાડવામાં આવશે. NPCILની ભરતીના કામચલાઉ શેડ્યુલનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ એન્જિનિયરિંગમાં એક્ઝિક્યુટિવ ટ્રેઇનીની જગ્યાઓ માટે અરજી કરવા માટે પાત્ર બનવા માટે ઉમેદવારોએ ગેટ 2022માં નીચેના પેપર્સ આપ્યા હોવા જોઈએ.
મિકેનિકલ એન્જિનિયરિંગ - ME, કેમિકલ એન્જિનિયરિંગ – CH
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ - E, ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ - E. C.
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ - IN, સિવિલ એન્જિનિયરિંગ – CE
અહીં નોંધનીય છે કે, ગેટ 2022નું આયોજન ગત ફેબ્રુઆરીની 5,6, 12 અને 13 તારીખે કરવામાં આવ્યું હતું. ગેટ 2022ના પરિણામો આવતીકાલે એટલે કે, 17 માર્ચ, 2022ના રોજ જાહેર થવાના છે. ત્યારબાદ ભરતી પ્રક્રિયા શરૂ થશે. વધુ માહિતી માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ્સ - npcil.nic.in અને npcilcareers.co.in પર તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર