Home /News /career /IIT Admission News: હવે આર્ટ્સ અને કોમર્સના સ્ટુડન્ટ્સ પણ આઇઆઇટીમાં ભણવાનું સપનું પૂરું કરી શકે છે, જાણો કેવી રીતે

IIT Admission News: હવે આર્ટ્સ અને કોમર્સના સ્ટુડન્ટ્સ પણ આઇઆઇટીમાં ભણવાનું સપનું પૂરું કરી શકે છે, જાણો કેવી રીતે

RAC વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ચાર વર્ષના ફુલ ટાઈમ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીનીઓ અને બે વર્ષ ફુલ ટાઈમ પોસ્ટગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે DRDO સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે. એરોસ્પેસ એન્જીનિયરિંગ, એરોનોટિકલ એન્જીનિયરિંગ સ્પેસ એન્જીનિયરિંગ, રોકેટરી, એવિઓનિક્સ એરક્રાફ્ટ એન્જીનિયરિંગ,

દેશમાં અનેક IIT બેચલર અને માસ્ટર ઓફ ડિઝાઇન, MA તથા MBAના કોર્સ ઓફર કરી રહી છે, IIT ગાંધીનગરમાં પણ ચાલી રહ્યો છે આ કોર્સ

નવી દિલ્હી. એન્જિનિયરિંગમાં કારકિર્દી ઘડવા માંગતા દરેક સ્ટુડન્ટ્સનું સપનું હોય છે કે તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં (Indian Institute of Technology- IIT) એડમિશન મેળવે. પરંત નોન-ટેકનીકલ બેકગ્રાઉન્ડ (Non Technical Background) ધરાવતા ક્યારેય આઇઆઇટીનું સપનું નહોતું જોઈ શકતા. પરંતુ હવે દૃશ્ય બદલાયું છે. દેશની ઘણી IIT હવે ડિઝાઇન, મેનેજમેન્ટ અને અન્ય વિષયોમાં કોર્સ ઓફર કરી રહી છે. જેથી હવે આર્ટ્સ (Arts Stream) અને કોમર્સ બેકગ્રાઉન્ડ (Commerce Stream) ધરાવતા સ્ટુડન્ટ્સ પણ આઇઆઇટીમાં એડમિશન લઈ શકે છે.

નોંધનીય છે કે, આર્સ્ન અને કોમર્સના સ્ટુડન્સ્જને IITના વિવિધ કોર્સમાં એડમિશન લેવા JEE Advancedની પરીક્ષા આપવાની જરૂર નથી. જાણો કયા કોર્સમાં આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડ ધરાવતા સ્ટુડન્ટ્સ એડમિશન લઈ શકે છે...

બેચલર ઓફ ડિઝાઇન (Bachelor of Design- B.Des)

બેચલર ઓફ ડિઝાઇન ચાર વર્ષનો અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે જેમાં ડિઝાઈન પ્રિન્સિપલ્સ, ઇમેજ અને ફોટોગ્રાફી વિષયને કવર કરવામાં આવે છે. સ્ટુડન્ટ્સ આ કોર્સમાં Undergraduate Common Entrance Examination for Design (UCEED)ના માધ્યમથી એડમિશન લઈ શકે છે. IIT Bombay દ્વારા રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેમાં વિઝ્યૂલાઇઝેશનથી લઈને અનેક વિષયોને આવરી લેવામાં આવે છે. હાલમાં ત્રણ IITમાં આ કોર્સ ચાલી રહ્યો છે. IIT Bombayમાં 37 સીટ, IIT Hyderabadમાં 20 સીટ અને IIT Guwahatiમાં 56 સીટો સાથે કોર્સ ચાલે છે.
શૈક્ષણિક લાયકાત- ધોરણ-12 કરેલો કોઈ પણ સ્ટુડન્ટ્સ અને જેમની ઉંમર 24 વર્ષથી નીચે હોય તેમને તેની પ્રવેશ પરીક્ષા આપી શકે છે.

માસ્ટર ઓફ ડિઝાઈન – (Master of Design-M.Des)

માસ્ટર ઓફ ડિઝાઈન બે વર્ષનો પોસ્ટગ્રેજ્યુએટ કોર્સ છે જેમાં ડિઝાઇનમાં સ્પેશિયલાઈઝેશનને મહત્ત્વ આપવામાં આવે છે. આ કોર્સમાં એડમિશન લેવા CEEDની પ્રવેશ પ્રક્રિયમાંથી પસાર થવાનું રહે છે. દેશની 6 IITમાં આ કોર્સ ચાલે છે. IIT Bombay, IIT Hyderabad, IIT Guwahati, IIT Delhi, IIT Guwahati અને IIT Kanpurમાં આ કોર્સ ચાલે છે.
શૈક્ષણિક લાયકાત- ડિગ્રી કે પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ કર્યો હોય તેઓ આ કોર્સ કરી શકે છે. GD Arts Diploma programme પાસ કરેલા સ્ટુડન્ટ્સ પણ CEED પરીક્ષા આપી શકે છે.

આ પણ વાંચો, Jobs for 12th Pass: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ધો-12 પાસ માટે નોકરીની તક, 34 હજાર સુધી મળશે પગાર, ફટાફટ કરો અપ્લાય

માસ્ટર ઇન આર્ટ્સ (MA specialization)

બે વર્ષના માસ્ટર ઇન આર્ટ્સ કોર્સમાં સોશિયલ વર્ક, પોલિટિકલ સાયન્સ, સોશિયોલોજી, ફિલોસોફી જેવા વિષયોનો વિકલ્પ મળે છે. હાલ દેશમાં IIT Gandhinagar, IIT Madras અને IIT Guwahatiમાં આ કોર્સ ચાલી રહ્યા છે. આ ત્રણ આઇઆઇટી પોતાના હિસાબથી પ્રવેશ પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે એડમિશન આપે છે.
શૈક્ષણિક લાયકાત- માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી પ્રાપ્ત ઉમેદવાર આ કોર્સમાં એડમિશન લઈ શકે છે. દરેક આઇઆઇટીમાં ટકાવારીના નિયમો અલગ-અલગ છે.

આ પણ વાંચો, JEE Main Result 2021: જેઇઇ મેઇન ચોથા સેશનનું પરિણામ જાહેર, 44 ઉમેદવારોને મળ્યા 100 પર્સન્ટાઇલ

માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (Master of Business Administration- MBA)

માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરવા માંગતા સ્ટુડન્ટ્સ પણ હવે IITમાં અભ્યાસ કરી શકે છે. CATમાં મેળવેલા માર્કના આધારે આ કોર્સમાં એડમિશન આપવામાં આવે છે. હાલ દેશની 8 IITમાં MBAનો કોર્સ ચાલી રહ્યો છે, જેમાં IIT Bombay, IIT Delhi, IIT Madras, IIT Roorkee, IIT Kanpur, IIT Dhanbad, IIT Kharagpur અને IIT Jodhpurનો સમાવેશ થાય છે.
First published:

Tags: Arts, College Admission, Commerce, Students, આઇઆઇટી, શિક્ષણ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો