Home /News /career /

Vadodara: ગામ અને તાલુકાઓમાં નોટરીની સુવિધા ઉપલ્બધ થશે, 1660 જગ્યાઓ પર 16મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા થશે શરૂ

Vadodara: ગામ અને તાલુકાઓમાં નોટરીની સુવિધા ઉપલ્બધ થશે, 1660 જગ્યાઓ પર 16મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા થશે શરૂ

અરજીઓની સ્ક્રુટીની કર્યાબાદ 10,427 જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે પસંદગી પામ્યા

નાગરિકોને પોતાના ગામ-તાલુકામાં વધુ સરળતાથી નોટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે ગુજરાતમાં નોટરીની કુલ 1660 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

    વડોદરા: નાગરિકોને પોતાના ગામ-તાલુકામાં વધુ સરળતાથી નોટરીની (Notary) સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે ગુજરાતમાં (Gujarat) નોટરીની કુલ 1660 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, ડાંગ, તાપી અને છોટાઉદેપુર એમ આઠ જિલ્લાના ધારાશાસ્ત્રીઓ-ઉમેદવારો માટે આગામી તા.16 મે- 2022ના રોજ ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ પ્રક્રિયા (Interview Process) શરૂ કરવામાં આવશે તેમ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

    ઇન્ટરવ્યુની કામગીરી આગામી સપ્તાહ 16-05-2022 થી બ્લોક નં-1ના ચોથા માળે, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવશે.

    મંત્રી ત્રિવેદીએ કહ્યું હતું કે, ઇન્ટરવ્યુની સમગ્ર પ્રક્રિયા ઝડપી, સરળ અને ન્યાયિક થાય તે માટે કુલ ત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. નોટરીની કુલ- 1660 જગ્યાઓ માટે ધારાશાસ્ત્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલી અરજીઓની સ્ક્રુટીની કર્યા બાદ 10, 427 જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યુની કામગીરી આગામી સપ્તાહથી એટલે કે તા. 16-05-2022 થી બ્લોક નં-1ના ચોથા માળે, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી પૂર્ણ કરીને રાજ્યભરમાં 1660 જગ્યાઓ ઉપર નોટરીઓની નિમણૂક આપવામાં આવશે.

    તબક્કાવાર બાકીના જિલ્લાના ઉમેદવારોના ઇન્ટરવ્યુની તારીખની વિગતો પણ આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે.

    મંત્રીએ ઉમેર્યુ હતુ કે, ઇન્ટરવ્યુ અંગેની કામગીરી અર્થે તા.૫ મે-2022ના રોજ અખબારમાં જાહેરાત તેમજ કાયદા વિભાગની વેબસાઇટ ઉપર પણ વિગતો પ્રસિધ્ધ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં જિલ્લા મુજબ યોજાનાર ઇન્ટરવ્યુના ઉમેદવારોના કોલલેટર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર બાકીના જિલ્લાના ઉમેદવારોના ઇન્ટરવ્યુની તારીખની વિગતો પણ આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે.‘નોટરી’ સમાજ જગતમાં ખુબ જ ઉપયોગી છે.

    આ પણ વાંચો: ભરુચમાં સંવાદ કરતાં કરતાં મહિલાએ પીએમ મોદીને ખડખડાટ હસાવ્યા, જુઓ Video

    તેની વિશ્વસનીયતા પર ક્યારે સવાલ ઉભો ન થાય તેની તકેદારી રાખવાની જવાબદારી નોટરી ધારાશાસ્ત્રીની છે. હાલ જે નોટરી છે તે અને વ્યક્તિગતમાં નોટરી થશે તે તમામ ધારાશાસ્ત્રીને ટકોર કરતા મંત્રી એ કહ્યું કે, નોટરી કરતી વખતે કરવામાં આવતી ઓળખ સહીત-વિગતો દરમ્યાન કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. નોટરીની થોડી પણ બેદરકારી, ભારે નુકશાનમાં પરિણમી શકે છે, આવી ક્ષતિ કોઈ નાગરિકના હકકમાં કાયમ માટે દાગ લગાડી શકે છે તે અંગે તકેદારી રાખવા ભારપૂર્વક મંત્રીએ ઉમેર્યુ હતું.

    આ પણ વાંચો:વિન્ટેજ કારની સંભાળ, વડોદરાના બે ભાઈઓ રાજાઓની વિન્ટેજ કારોને કરે છે વર્ષોથી મેન્ટેન અને રિનોવેટ

    નોટરી દરમ્યાન બેદરકારીથી બની ગયેલા બનાવટી પાવર ઓફ એટર્ની થકી જમીન હડપ થઇ ગયાના અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. જેથી આ પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રીઓ પૂરતી તકેદારી રાખીને નોટરી કરે જેથી કોઈની જમીન હડપ થઇ જવાના બનાવ ન બને તેવી પણ તાકીદ મંત્રીએ કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર