NMMS Scholarship 2022: આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થી માટે સ્કોલરશીપ, 48,000 રૂ. મળશે સહાય
NMMS Scholarship 2022: આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થી માટે સ્કોલરશીપ, 48,000 રૂ. મળશે સહાય
NMMS Scholarship 2022 : નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશીપના ફોર્મ ભરાવાવની શરૂઆત થઈ ગઈ છે. ફટાફટ કરો અરજી
NMMS Scholarship 2022: નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ 2022ના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અહીંયા આપવામાં આવી છે લિંક
NMMS Scholarship 2022: રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ (NMMS Scholarship) આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે હેતુથી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળે છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન દ્વારા આ યોજના હેઠળ પરીક્ષાના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદ કરવીમાં આવે છે. વર્ષ 2022 માટેની આ સ્કોલરશીપના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ((NMMS Scholarship Online Application) ગઈ છે. આ ફોર્મ ઓનલાઇન ભરવાના રહેશે.
કોને મળી શકે આ સ્કોલરશીપ : જે વિદ્યાર્થી ચાલુ વર્ષે ધો.8માં સરકારી પ્રાથમિક શાળાઓમાં, લોકલ બોડીની શાળાઓમાં જિલ્લા પંચાયત, નગરપાલિકાની કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હોય તે આ પરીક્ષા આપી શકે છે.
આવક મર્યાદા : આ પરીક્ષા માટે નક્કી થયા મુજબ વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક 1.50 લાખથી વધારે ન હોવી જોઈએ. વિદ્યાર્થીના આવેદન પત્રની સાથે વાલીની આવકના દાખલાની રકમ જોડવાની રહેશે.
આ પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કરેલા ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ.1,000 એમ ચાર વર્ષ લેખે 48,000 રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે.
સ્કોલરશીપની ટૂંકી વિગતો
સ્કોલરશીપની રકમ
1,000 રૂ. દર મહિને 4 વર્ષ સુધી એટલે કે 48,000 રૂપિયા
અરજી કરવાનું માધ્યમ
ઓનલાઇન
અરજી કરવાની ફી
જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 70 રૂપિયા પરીક્ષા ફી છે જ્યારે પી.એચ.સી તથા એસ.ટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 50 રૂપિયા
આ સ્કોલરશીપ માટે લેવાતી પરીક્ષામાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 70 રૂપિયા પરીક્ષા ફી છે જ્યારે પી.એચ.સી તથા એસ.ટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 50 રૂપિયા ફી રાખવામાં આવી છે. આ ફી ઓનલાઇન ભરવાની રહેશે.
શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે.
હવે Save Data પર ક્લિક કરો, ત્યારબાદ ફોર્મમાં પ્રમાણ પત્ર નંબર, આવકનો દાખલો, પ્રમાણપત્રની કોપી અપલોડ કરવાની રહેશે.
શાળાએ કરવાની કાર્યવાહી
વિદ્યાર્થીઓને આ પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરી આપવાની જવાબદારી શાળાઓની રહેશે. ઓનલાઇન એપ્લિકેશન પર શાળાના આચાર્યના સહી સિક્કા ખૂબ જરૂરી છે. આ સાથે આધારો પ્રમાણપત્ર 25-1-2021 સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર