NLC Recruitment 2022 : નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC Recruitment 2022) ઈન્ડિયા લિમિટેડ અનેક પ્રોજેક્ટ માટેના ઉમેદવારની ભરતી કરવા જઈ રહ્યું છે. આજે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે
NLC Recruitment 2022 Last Date of Online Application :નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC Recruitment 2022) ઈન્ડિયા લિમિટેડ અનેક પ્રોજેક્ટ માટેના ઉમેદવારની ભરતી કરવા જઈ રહ્યું છે. આ નોકરી માટે એનલએસી દ્વારા કુલ 238 જગ્યા ભરવામાં આવશે અને આગામી 5મી જાન્યુઆરી સુધી ((NLC Recruitment 2022 Last Date of Online Application) ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. કંપનીએ વેબસાઇટ પર ભરતીની જે જાહેરાત મૂકી છે તે અહીંયા આપવામાં આવી છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે.
આ ભરતી હેઠળ મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ, સિવિલ, કેમિકલ અને માઇનિંગ એન્જિનિયરની ભરતી છે. વર્ષ 2022ની શરૂઆતથી જ નોકરી શોધી રહેલા યુવક યુવતીઓ માટે એક પછી એક અવસરો સામે આવી રહ્યા છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. ઈચ્છા ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન લિંક દ્વારા અરજી કરીૂ શકે છે.
NLC Recruitment 2022 શૈક્ષણિક યોગ્યતા : એનએલસીની ભરતીમાં ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાં અથવા તો ડિગ્રી એન્જિનયિરીંગ પાસ હોવો જોઈએ. આ ઉમેદવારોમાં સામાન્ય અને ઓબીસી ઉમેદવારો ઓછામાં ઓછા 60 ટકા સાથે અને એસસી અને એસટી વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ડિગ્રી ધરાવતા હોવા અનિવાર્ય છે.
NLC Recruitment 2022 અનુભવ
મિકેનિકલ : ડિપ્લોમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફૂલટાઇમ અથવા પાર્ટટાઇમ 3 વર્ષનો અનુભવ ઇલેક્ટ્રિકલ : ડિપ્લોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે મિનિમમ 3 વર્ષનો અનુભવ સિવિલ: ડિપ્લોમાં સિવિલ એન્જિનિયર તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ, કેમિકલ : કેમિકલ એન્જિનિયરીંગમાં ફૂલટાઇમ કે પાર્ટટાઇમ ડિપ્લોમાં સાથે 3 વર્ષનો અનુભવ માઈનિંગ : ડિપ્લોમાં સાથે માઇનિંગ માઇન સર્વેમાં 3 વર્ષનો અનુભવ
ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે અને NLCILની વેબસાઈટ (www.nlcindia.in)ના કરિયર પેજ પર NLCILના ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પર જણાવેલ ડોક્યુમેન્ટની કોપી સ્કેન કરીને અપલોડ કરી શકે છે. અરજી કરતા પહેલા અરજીકર્તાએ NLCIL દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનને યોગ્ય રીતે વાંચી લેવું ત્યારબાદ અરજી કરવી.
NLC Recruitment 2022 પસંદગી પ્રક્રિયા :
આ નોકરી માટે ઉમેદવારોની એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા 100 માર્ક્સની હશે અને 120 મિનિટ રહેશે. ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષાના માધ્યમથી પસંદ કરવામાં આવશે.