Home /News /career /

NLC Recruitmemt 2022: એન્જિનિયરો માટે રૂ. 8.82 લાખ સુધીની CTCની નોકરી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

NLC Recruitmemt 2022: એન્જિનિયરો માટે રૂ. 8.82 લાખ સુધીની CTCની નોકરી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

NLC Recruitment 2022 : એનએલસીમાં એન્જિનિયરો માટે બમ્પર ભરતી, ફટાફટ કરો અરજી, અહીયા આપવામાં આવી છે અરજી કરવાની ઓનલાઇન લિંક

NLC Recruitment 2022 : વર્ષ 2022ની શરૂઆતથી જ નોકરી શોધી રહેલા યુવક યુવતીઓ માટે એક પછી એક અવસરો સામે આવી રહ્યા છે.  નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC Recruitment  2022) ઈન્ડિયા લિમિટેડ અનેક પ્રોજેક્ટ માટેના ઉમેદવારની ભરતી કરવા જઈ રહ્યું છે.

વધુ જુઓ ...
    NLC Recruitment 2022 : વર્ષ 2022ની શરૂઆતથી જ નોકરી શોધી રહેલા યુવક યુવતીઓ માટે એક પછી એક અવસરો સામે આવી રહ્યા છે.  નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC Recruitment  2022) ઈન્ડિયા લિમિટેડ અનેક પ્રોજેક્ટ માટેના ઉમેદવારની ભરતી કરવા જઈ રહ્યું છે. આ નોકરી માટે એનલએસી દ્વારા કુલ 238 જગ્યા ભરવામાં આવશે અને આગામી 5મી જાન્યુઆરી સુધી ((NLC Recruitment  2022 Last Date of Online Application) ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. કંપનીએ વેબસાઇટ પર ભરતીની જે જાહેરાત મૂકી છે તે અહીંયા આપવામાં આવી છે. આ ભરતી હેઠળ મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ, સિવિલ, કેમિકલ અને માઇનિંગ એન્જિનિયરની ભરતી છે

    NLC Recruitment 2022 શૈક્ષણિક યોગ્યતા : એનએલસીની ભરતીમાં ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાં અથવા તો ડિગ્રી એન્જિનયિરીંગ પાસ હોવો જોઈએ. આ ઉમેદવારોમાં સામાન્ય અને ઓબીસી ઉમેદવારો ઓછામાં ઓછા 60 ટકા સાથે અને એસસી અને એસટી વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ડિગ્રી ધરાવતા હોવા અનિવાર્ય છે.

    અનુભવ

    મિકેનિકલ : ડિપ્લોમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફૂલટાઇમ અથવા પાર્ટટાઇમ 3 વર્ષનો અનુભવ
    ઇલેક્ટ્રિકલ : ડિપ્લોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે મિનિમમ 3 વર્ષનો અનુભવ
    સિવિલ: ડિપ્લોમાં સિવિલ એન્જિનિયર તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ,
    કેમિકલ : કેમિકલ એન્જિનિયરીંગમાં ફૂલટાઇમ કે પાર્ટટાઇમ ડિપ્લોમાં સાથે 3 વર્ષનો અનુભવ
    માઈનિંગ : ડિપ્લોમાં સાથે માઇનિંગ માઇન સર્વેમાં 3 વર્ષનો અનુભવ

    આ પણ વાચો : BPCL Recruitment 2022: મેનેજર સહિતની 36 પોસ્ટ માટે ભરતી, રૂ. 73 હજાર સુધી મળશે પગાર

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા238
    શૈક્ષણિક લાયકાતબીઈ અથવા ડિપ્લોમાં એન્જિનિયરીંગ
    અનુભવમિકેનિકલ : ડિપ્લોમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફૂલટાઇમ અથવા પાર્ટટાઇમ 3 વર્ષનો અનુભવ
    ઇલેક્ટ્રિકલ : ડિપ્લોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે મિનિમમ 3 વર્ષનો અનુભવ
    સિવિલ: ડિપ્લોમાં સિવિલ એન્જિનિયર તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ,
    કેમિકલ : કેમિકલ એન્જિનિયરીંગમાં ફૂલટાઇમ કે પાર્ટટાઇમ ડિપ્લોમાં સાથે 3 વર્ષનો અનુભવ
    માઈનિંગ : ડિપ્લોમાં સાથે માઇનિંગ માઇન સર્વેમાં 3 વર્ષનો અનુભવ
    પસંદગી પ્રક્રિયાપ્રવેશ પરીક્ષાના આધારે
    ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ5-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    કેવી રીતે અરજી કરવાની રહેશે

    ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે અને NLCILની વેબસાઈટ (www.nlcindia.in)ના કરિયર પેજ પર NLCILના ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પર જણાવેલ ડોક્યુમેન્ટની કોપી સ્કેન કરીને અપલોડ કરી શકે છે. અરજી કરતા પહેલા અરજીકર્તાએ NLCIL દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનને યોગ્ય રીતે વાંચી લેવું ત્યારબાદ અરજી કરવી.

    NLC Recruitment 2021 પસંદગી પ્રક્રિયા :

    આ નોકરી માટે ઉમેદવારોની એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા 100 માર્ક્સની હશે અને 120 મિનિટ રહેશે. ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષાના માધ્યમથી પસંદ કરવામાં આવશે.

    આ પણ વાંચો : GMRCL Recruitment 2022 : નવા વર્ષે મેટ્રોની ભરતીમાં કરો અરજી, એકલાખ સુધી મળશે પગાર

    પગાર

    આ નોકરીમાં જૂનિયર એન્જિનિયર ટ્રેઇની ગ્રેડ એસ-1ને 31,0000 રૂપિયાથી 10 લાખ રુપિયાના ગ્રેડ પેમાં 8.82 લાખ રૂપિયાની સીટીસી આપવામાં આવશે. આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારો કંપની દ્વારા ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ રહેણાંક પણ આપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन