NLC Recruitment 2022 : NLC ઇન્ડિયા લિમિટેડે (NLC India Limited) વિવિધ ટ્રેડ માટે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન (notification) બહાર પાડ્યું છે. આ જગ્યા માટે ઓનલાઇન અરજી 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે 15 ફેબ્રુઆરી પહેલા NLCની સત્તાવાર વેબસાઇટ nlcindia.in પર અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, ખાલી જગ્યા અને અન્ય વિગતો અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
મહત્વની તારીખો
આ ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે રજિસ્ટ્રેશન પ્રોસેસ તા.15 ફેબ્રુઆરીના રોજ પુરી થશે.
કેટલી જગ્યાઓ ખાલી?
ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ: 70 પોસ્ટ
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ: 10 પોસ્ટ
ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ: 10 પોસ્ટ
સિવિલ એન્જિનિયરિંગ: 35 પોસ્ટ
મિકેનિકલ એન્જિનિયરિંગ: 75 જગ્યાઓ
કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ: 20 પોસ્ટ
કેમિકલ એન્જિનિયરિંગ: 10 પોસ્ટ
માઇનિંગ એન્જિનિયરિંગ: 250 પોસ્ટ
ટેકનિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ
ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ: 85 પોસ્ટ
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ - સંબંધિત શાખામાં યુનિવર્સિટી દ્વારા મંજૂર કરાયેલી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ડિગ્રી (ફુલ ટાઇમ), એક્ટ ઓફ પાર્લામેન્ટ દ્વારા આ પ્રકારની ડિગ્રી મંજૂર કરવાની સત્તા ધરાવતી સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવેલી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ડિગ્રી (ફુલ ટાઇમ), રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વ્યાવસાયિક સંસ્થાઓની સ્નાતક પરીક્ષા (ફુલ ટાઇમ) સમકક્ષ ગણાશે.
આ ભરતી અભિયાન દ્વારા કુલ 500 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
ભરતી માટે લાયકાતના માપદંડ
શૈક્ષણિક લાયકાત