NLC recruitment 2022 માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે. 40% કરતા વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ (Benchmark Disabilities, PwBDs) હેઠળ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
NLC recruitment 2022 માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે. 40% કરતા વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ (Benchmark Disabilities, PwBDs) હેઠળ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ખાલી પડેલી જગ્યાઓમાં આસિ. સર્વિસ વર્કર, આસિ. ઈન્ડસ્ટ્રીયલ વર્કર, ક્લેરિકલ આસિસ્ટન્ટ, જુનિયર સ્ટેનોગ્રાફર અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ શામેલ છે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમની લાયકાત અને અનુભવના આધારે દર મહિને રૂ. 85,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.
કમ્પ્યુટર સાયન્સમાં બીએસસી અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. જણાવી દઈએ કે તમામ શૈક્ષણિક લાયકાતમાં અને વય મર્યાદા નક્કી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશનની તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2022 સુધી તમામ ધારાધોરણ ઉમેદવાર દ્વારા પૂરા થવા જોઈએ.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
35
શૈક્ષણિક લાયકાત
તમામ પોસ્ટ માટે ઉપર જણાવ્યા મુજબ અલગ અલગ
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી 70 ગુણની લેખિત કસોટી અને 30 ગુણની પ્રેક્ટિકલ કસોટી અથવા સ્કિલ ટેસ્ટ પર આધારિત હશે. લેખિત કસોટી અને પ્રેક્ટિકલ ટેસ્ટમાં લઘુત્તમ લાયકાત મેળવનાર ઉમેદવારોને જ અંતિમ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે. લેખિત કસોટી અને પ્રાયોગિક કસોટીમાં 100 ગુણમાંથી ઉમેદવારોએ મેળવેલા કુલ ગુણના આધારે અંતિમ પસંદગી મેરીટના ક્રમમાં થશે.

લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો કે જેઓ જરૂરી લાયકાતો ધરાવે છે, તેમણે 21 ફેબ્રુઆરી 2022 પહેલા NLC વેબસાઇટ પર અરજી સબમિટ કરવાની રહેશે. ઉમેદવારોએ કોઈ અરજી ફી આપવાની રહેતી નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન અથવા અરજી કરતા ઉમેદવારો પાસે માન્ય ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર હોવા જરૂરી છે. અરજી કરવા માંગતા ઉમેદવારો વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર