Home /News /career /

NLC Recruitment 2022 : NLCમાં 300 ગ્રેજ્યુએટની ભરતી, 12.20 લાખ સુધી વાર્ષિક પગાર મળશે

NLC Recruitment 2022 : NLCમાં 300 ગ્રેજ્યુએટની ભરતી, 12.20 લાખ સુધી વાર્ષિક પગાર મળશે

NLC Recruitment 2022 : એનએલસી દ્વારા 300 એક્ઝિક્યુટીવ ટ્રેઇનીની ભરતી, અહીંથી કરો અરજી

NLC Recruitment 2022 : ભારત સરકારની સંસ્થા એનએલસી (NLC) દ્વારા 300 ગ્રેજ્યએટ એક્ઝિક્યુટિવ ટ્રેઇનીની ભરતી (NLC GET Recruitment) માટે નોટિફીકેશન બહાર પાડ્યું છે. 28મી માર્ચ 2021થી અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકાશે.

    NLC Recruitment 2022 :  એનએલસી ઇન્ડિયા લિમિટેડે (NLC India Ltd. Recruitment 2022) ગેટ (GET) એટલે કે ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ટ્રેઇનીની જગ્યાઓ માટે નોટિફિકેશન (Job Notification) બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nlcindia.com દ્વારા અરજી કરી શકશે. આ ભરતી અંતર્ગત 300 જગ્યાઓની નિમણૂંક કરવામાં આવશે, જેમાંથી 127 જગ્યાઓ થર્મલ પાવર સ્ટેશન અને રિન્યુએબલ એનર્જી (Thermal Power Stations & Renewable Energy ) માટે અને 173 જગ્યાઓ ખાણ અને આનુષંગિક સેવાઓ (Mines and Allied Services) માટે રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ભરતીની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ગેટ 2022 (GATE 2022)ના ગુણના આધારે કરવામાં આવશે.



    NLC Recruitment 2022 :  આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી

    મિકેનિકલ – 117 પોસ્ટ (થર્મલ પાવર સ્ટેશન અને રીન્યૂએબલ એનર્જી -35, માઇન્સ અને ખાણ અને આનુષંગિક સેવાઓ માટે -82)

    ઇલેક્ટ્રિકલ – 87 પોસ્ટ (થર્મલ પાવર સ્ટેશન અને રીન્યૂએબલ એનર્જી -56, માઇન્સ અને ખાણ અને આનુષંગિક સેવાઓ માટે – 31)

    સિવિલ – 28 પોસ્ટ (થર્મલ પાવર સ્ટેશન અને રીન્યૂએબલ એનર્જી -14, માઇન્સ અને ખાણ અને આનુષંગિક સેવાઓ માટે-14)

    માઇનિંગ – 38 પોસ્ટ (માઇનિંગ માટે)

    જીઓલોજી – 6 પોસ્ટ (માઇનિંગ માટે)

    કંટ્રોલ એન્ડ ઇન્સ્ટ્રૂમેન્ટેશન – 5 પોસ્ટ થર્મલ પાવર સ્ટેશન અને રીન્યૂએબલ એનર્જી માટે)

    કેમિકલ – 3 પોસ્ટ (થર્મલ પાવર સ્ટેશન અને રીન્યૂએબલ એનર્જી માટે)

    કમ્પ્યૂટર – 12 પોસ્ટ (થર્મલ પાવર સ્ટેશન અને રીન્યૂએબલ એનર્જી -10, માઇન્સ અને ખાણ અને આનુષંગિક સેવાઓ માટે -2)

    ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિયરીંગ – 4 પોસ્ટ (થર્મલ પાવર સ્ટેશન અને રીન્યૂએબલ એનર્જી માટે)

    આ પણ વાંચો : RCF Recruitment 2022: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં 111 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    NLC Recruitment 2022 :  શૈક્ષણિક લાયકાત

    મિકેનિકલ – મિકેનિકલ એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએશન ડિગ્રી

    ઇલેક્ટ્રિકલ - ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા પાવર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી.

    સિવિલ - સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી.

    માઇનિંગ - માઇનિંગ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી.

    જીયોલોજી - જીયોલોજીમાં M.Tech અથવા M.Sc.

    કન્ટ્રોલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન - ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી.

    કમ્પ્યૂટર - કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ / એન્જિનિયરિંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગ / એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (અથવા) ફુલ-ટાઇમ/ટાઇમ ટેકનોલોજી પાર્ટ-ટાઇમ કમ્પ્યુટર એપ્લિકેશનમાં પી.જી.ની ડિગ્રીમાં સ્નાતકની ડિગ્રી.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા300
    શૈક્ષણિક લાયકાતસંબંધિ વિષયમાં બીઈ/બીટેક
    પસંદગી પ્રક્રિયાGATE 2022ના સ્કોરના આધારે
    અરજી કરવાની ફી854 રૂપિયા અને 354 રૂપિયા કેટેગરી મુજબ અલગ અલગ
    અરજી કરવાની અંતિમ તારીખ11-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે28 માર્ચથી    અહીંયા ક્લિક કરો



    NLC Recruitment 2022 :  કઇ રીતે કરશો અરજી

    - સૌ પ્રથમ ઉમેદવારોએ એનએલસી ઇન્ડિયાની વેબસાઇટ nlcindia.com મુલાકાત લેવી.

    - ત્યારબાદ હોમપેજ પર 'કરિયર્સ' ટેબ પર ક્લિક કરો.

    - ત્યારબાદ ઉમેદવાર 'એપ્લાય ઓનલાઇન' પર ક્લિક કરવાનું રહેશે.

    - હવે ઉમેદવારોએ તેમની માહિતી ભરી અને 'સબમિટ' બટન પર ક્લિક કરવું.

    - અંતે ઉમેદવાર અરજી કર્યા બાદ એક પ્રિન્ટ પોતાની પાસે રાખી શકે છે.

    આ પણ વાંચો : UPSC Recruitment: UPSCની 28 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    NLC Recruitment 2022 :  મહત્વની તારીખો

    અરજી કરવાની પ્રારંભિક તારીખ – 28 માર્ચ, 2022

    અરજી કરવાની અંતિમ તારીખ – 11 એપ્રિલ, 2022
    Published by:Jay Mishra
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन