નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC Recruitment 2021) ઈન્ડિયા લિમિટેડ તેના અનેક પ્રોજેક્ટ્સ માટે યોગ્ય ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈની (NLC Recruitment 2021 Updates) માટેના ઉમેદવારની ભરતી કરવા જઈ રહ્યું છે. સત્તાવાર જાહેરાત અનુસાર ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈની તરીકે કામ કરવાનો સમયગાળો 12 મહિનાનો રહેશે. જે તારીખથી જોઈન થયા હશો, તે તારીખથી 12 મહિના પૂર્ણ થાય ત્યાં સુધીનો સમયગાળો રહેશે. કુલ 56 ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈનીની ભરતી કરવામાં આવશે. ટ્રેઈનીને માસિક રૂ. 22,000 સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
આ ભરતી માટેની ઓનલાઇન ફોર્મ (NLC Recruitment 2021 Online Application) ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે 1 નવેમ્બરથી આગામી 22મી નવેમ્બર સુધી આ ભરતી માટે ફોર્મ ભરી શકાશે.
શૈક્ષણિક લાયકાત (Eligibility Qualification) - વર્ષ 2020 અને 2021 માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની ઈન્ટરમીડિએટ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ હોય તે, તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (OR) ની કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ (CMA) ની ઈન્ટરમીડિએટ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ હોય તે ઉમેદવાર આ ભરતી માટેનું ફોર્મ ભરી શકશે.
PWD માટે વયમર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવી છે. (OBCNCL સાથે સંબંધિત PWD માટે 13 વર્ષ અને SC/ST કેટેગરી સાથે સંબંધિત PWD માટે 15 વર્ષની છૂટ આપવામાં આવી છે.) ભારત સરકારના નિયમ અનુસાર એક્સ-સર્વિસમેન માટેની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
CA/CMA ની ઈન્ટરમીડિએટ પરીક્ષામાં પ્રાપ્ત થયેલ ગુણ અનુસાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ આ નોકરી માટે ડિટેઇલ્ડ વેબસાઇટ ચકાસવાની રહેશે.
કેવી રીતે અરજી કરવાની રહેશે
ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે અને NLCILની વેબસાઈટ (www.nlcindia.in)ના કરિયર પેજ પર NLCILના ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પર જણાવેલ ડોક્યુમેન્ટની કોપી સ્કેન કરીને અપલોડ કરી શકે છે. અરજી કરતા પહેલા અરજીકર્તાએ NLCIL દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનને યોગ્ય રીતે વાંચી લેવું ત્યારબાદ અરજી કરવી.